ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા તબાહી, ત્રણ લોકો ગુમ

ચમોલી : ઉત્તરાખંડના ચમોલીમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા આસપાસના ગામના ઘરો અને દુકાનોમાં કાદવ અને કાટમાળ ભરાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગુમ થવાની માહિતી સાંપડી છે. આ દુર્ઘટનાના લીધે લોકોએ ઘર છોડીને બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા જ એસડીઆરએફ અને અન્ય ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોતરાયા છે.
રાડીબગડ વિસ્તારમાં અચાનક પુર આવ્યું
આ વિસ્તારમાં વાદળ ફાટતા જ અનેક ગાડીઓ પણ કાટમાળમાં ફસાઈ છે. તેમજ અનેક રસ્તાઓને પણ નુકસાન થયું છે. જેમાં એક યુવતી સહિત બે લોકો ગુમ થયા છે. જેમાં થરાલી તાલુકાના રાડીબગડ વિસ્તારમાં અચાનક પુર આવ્યું હતું. જેમાં એસડીએમનું ઘર પણ કાટમાળમાં દબાયું હતું. તેથી એસડીએમ સહિત અનેક લોકો રાત્રે જ સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા હતા. રાડીબગડ વિસ્તારમાં અનેક કારોમાં કાટમાળમાં દબાઈ છે.
થરાલી સાગવાડા માર્ગ પણ બંધ
આ અંગે મળતી માહિતી મુજબ થરાલી વિસ્તારના ટુનરી ગદેરામાં વાદળ ફાટવાથી થરાલીના અનેક વિસ્તારમાં કાટમાળ આવ્યો હતો. જેમાં થરાલીના ચેપડોમાં ભારે નુકસાન થયું છે. જયા ત્રણથી વધારે દુકાનો પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ છે. થરાલી બજારમાં કાદવ પથરાયો છે. જયારે થરાલી સાગવાડા માર્ગ પણ બંધ છે. તેમજ થરાલી- ગ્વાલદમ માર્ગ મીગ્ગદેરામાં પણ બંધ છે.
આ પણ વાંચો…ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ચમોલી બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ