રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું: યુક્રેને રશિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો! | મુંબઈ સમાચાર
Top News

રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું: યુક્રેને રશિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો!

કિવ/મોસ્કો: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન અને રશિયા રોકવા માટે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટો કરી રહ્યા છે, એવામાં યુદ્ધ વધુ ભીષણ થતું જણાઈ રહ્યું છે. અહેવાલ મુજબ યુક્રેને ડ્રોન દ્વારા રશીયાના એક ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

રશીયાન એર ડિફેન્સ ફોર્સીઝે જણાવ્યું કે તેમને રવિવારે વહેલી સવારે કુર્સ્ક ક્ષેત્રમાં પરમાણુ પ્લાન્ટ નજીક યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યું. અહેવાલ મુજબ ડ્રોન હુમલો કરે એ પહેલા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ છતાં પણ પ્લાન્ટના એક ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું હતું.

રશિયાનની સરકારી સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ વહેલી સવારે કુર્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ટ્રાન્સફોર્મર પાસે આગ ફાટી નીકળી હતી. લોકો કે પ્લાન્ટ માટે કોઈ સુરક્ષાને કોઈ જોખમ નથી.

રશિયાનો યુક્રેન પર હુમલો:

એક તરફ યુક્રેન રશિયા પર ડ્રોન હુમલો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રશિયન ડ્રોન યુક્રેનના સિનેલ્નીકોવ જિલ્લામાં ત્રાટક્યા, આ હુમલામાં સાત ઘરો અને એક બસને નુકસાન પહોંચ્યું હતું, એક વ્યક્તિનું મોત થયું હતું અને નવ અન્ય ઘાયલ થયા હતા. આ હુમલામાં ગેસ પાઇપલાઇન અને પાવર લાઇનને પણ નુકશાન પહોંચ્યું છે.

ગુરુવારે રશિયાએ પશ્ચિમ યુક્રેનના શહેરો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 26 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને કારણે મુકાચેવોમાં એક મોટા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં આગ લાગી હતી, જેમાં લ્વિવ સહિત અન્ય શહેરોમાં પણ નુકસાન થયું હતું. જેના બદલામાં યુક્રેને રશિયાના કુર્સ્ક ન્યુક્લિયર પવાર પ્લાન્ટ પર હુમલો કર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો…રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક? ટ્રમ્પની બેઠક બાદ શાંતિ વાટાઘાટોની આશા જાગી; જાણો બેઠકમાં શું રંધાયું?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button