સુરતમાં યુવકની નિર્મમ હત્યાઃ કપાયેલું માથું અને ધડ મળ્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો | મુંબઈ સમાચાર
Top Newsસુરત

સુરતમાં યુવકની નિર્મમ હત્યાઃ કપાયેલું માથું અને ધડ મળ્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

સુરતઃ શહેરના લસકાણા વિસ્તારના વિપુલનગરમાંથી પાંચ દિવસ પહેલા એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માથું મળ્યાના ઘટનાસ્થળથી થોડે દૂર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું. યુવકની હત્યા કરી મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરીને મૃતકની ઓળખ પરેડ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આપણ વાંચો: સુરતમાં કચરાના ઢગલામાંથી મળ્યું કપાયેલું માથું, રૂમમાંથી ધડ મળતાં હડકંપ

મા-બહેન સામે આપી હતી ગાળો

પોલીસના જણાવ્યા મુજબ, મૃતકે મા-બહેન સામે ગાળો આપતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ ધડથી અલગ કરી દેવામાં આવેલું માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું.

ધડ પણ ફેંકવાની યોજના હતી, પરંતુ વાત વાયુ વેગે પ્રસરી જતાં પ્લાન મુલતવી રાખ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. મૃતક અને આરોપી બંને બિહારના ગોપાલગંજના રહેવાસી છે અને એક જ ખાતામાં કામ કરતા હતા અને સાથે રહેતા હતા.

આપણ વાંચો: યુએસમાં ભારતીય મોટેલ મેનેજરની ક્રૂરતાપૂર્વક હત્યા; માથું કાપીને કચરાપેટીમાં ફેંકી દીધું

હત્યાના દિવસે પગાર લઇને નોકરી છોડી દીધી

સૌથી ચોંકાવનારી વાત એ છે કે હત્યાને અંજામ આપ્યા બાદ તે સુરતમાં જ રહ્યો હતો અને એક દિવસ પહેલાં બીજા ખાતામાં કામે ચડી ગયો હતો. હત્યાના દિવસે આઠ હજારનો પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે દેખાયા હતા, જેથી પોલીસે આરોપીની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી એ કોઈને ભાડે અપાઇ ન હતી.

માત્ર હત્યા માટે જ એનો ઉપયોગ થયો હતો. રૂમમાંથી સળિયો પણ મળ્યો હતો, જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું. પોલીસે તપાસના અંતે આરોપી ઈશાદ ઉર્ફે મુન્ના મન્સૂરીની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે પૂછપરછમાં આરોપી ઈશાદે જણાવ્યું કે દિનેશ સાથે ઝઘડો થયો હતો. ઝઘડામાં દિનેશે ઈશાદની બહેન અને માતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આનાથી ગુસ્સે થઈને ઈશાદે દિનેશ પર પહેલા પથ્થર માર્યો હતો તેમ છતાં દિનેશ ગાળો બોલતો જ રહ્યો. આનાથી ઈશાદ વધુ ગુસ્સે થઈ ગયો અને રૂમમાં પડેલા ચપ્પુથી દિનેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.

પોલીસથી બચવા માટે ઈશાદે દિનેશનું માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. ધડ રૂમમાં છોડી દીધું અને લસકાણાથી નાસી છૂટ્યો હતો. તે સુરતના ગ્રામ્ય વિસ્તાર પિપોદરામાં ગયો અને પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધો તેણે નામ પણ બદલી નાંખ્યું હતું. નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button