તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર રહેવા સમન્સ! રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર રહેવા સમન્સ! રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

નવી દિલ્હી: ગત ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાંથી તમામ રખડતા શ્વાનોને પકડીને આશ્રયસ્થાનમાં મોકલવાનો નિર્દેશ આપતા હોબાળો મચી ગયો હતો, પ્રાણીપ્રેમીઓના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટના રોજ આગાઉનો ચુકાદો બદલીને દિલ્હી-NCR ઉપરાંત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો(UT)ને એનિમલ બર્થ કંટ્રોલ (ABC) અમલ કરવા આદેશ આપ્યો હતો. હજુ સુધી લેવામાં આવેલા પગલાં અંગે સોગંદનામું દાખલ ન કરતા સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને UTsના મુખ્ય સચિવોને સમન મોકલ્યું છે.

રખડતા શ્વાનોની સમસ્યાપર કાબુ મેળવવા નિષ્ક્રિયતા બદલ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે રાજ્યો અને UTs કડક ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાયના તમામ રાજ્યો અને UTsના મુખ્ય સચિવોને આગામી સુનાવણી દરમિયાન હાજર રહેવા કહ્યું છે.

દેશની છબી ખરડાઈ રહી છે:
‘In Re: City Hounded By Strays, Kids Pay The Price’ સુઓમોટો અરજી પર સુનાવણી કરતા બેન્ચે રાજ્યો અને UTsના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે રખડતા શ્વાનોના હુમલાને કારણે વિશ્વ સમક્ષ દેશની ખરાબ છબી ઉભી થઇ રહી છે.

ન્યાયાધીશ વિક્રમ નાથે કહ્યું, “હજુ સુધી રાજ્ય સરકારો તરફથી કોઈ જવાબ મળ્યો નથી, જ્યારે સતત ઘટનાઓ બની રહી છે અને અન્ય દેશોની નજરમાં દેશની છબી ખરાબ થઇ રહી છે. અમે સમાચારમાં સતત આવો ઘટનાઓ અંગે વાંચી રહ્યા છીએ.”

મુખ્ય સચિવોનેને હાજર રહેવા નિર્દેશ:
અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટેના નિર્દેશો મુજબ પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામા દાખલ કર્યા છે. કોર્ટે નોંધ્યું કે MCDએ જવાબ દાખલ કર્યો છે, પણ દિલ્હી સરકારે હજુ જવાબ આપ્યો નથી.

જે રાજ્યો રાજ્યો અને UTsએ સોગંદનામું દાખલ કર્યું નથી તેના મુખ્ય સચિવોને આગામી સોમવારે સવારે 10:30 વાગ્યે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું આ નિર્દેશનું પાલન ન કરવાના કિસ્સામાં આકરા પગલાં લેવામાં આવશે.

રાજ્યો સામે નારજગી:
બેન્ચે રાજ્યોને કહ્યું, “શું તમે સમચારપત્રો નથી વાંચતા? 22 ઓગસ્ટના રોજ આદેશ આપવામાં આવ્યો હતો, જેની વ્યાપક નોંધ લેવામાં આવી હતી, બે મહિના આપવામાં આવ્યા હતાં, છતાં કોઈ જવાબ નથી મળ્યો… તમામ રાજ્યોના મુખ્ય સચિવોને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા અને આ વિલંબ વિશે સમજાવવા આદેશ આપવામાં આવે છે.”

કોર્ટે કહ્યું કે રાજ્યોએ નિર્દેશોનું પાલન તો નથી જ કર્યું પણ કોર્ટમાં તેમના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા નથી.

આપણ વાંચો:  કોણ બનશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI ગવઈએ આ ન્યાયધીશની ભલામણ કરી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button