
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતમાં સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર ગુજરાતની મુલાકાતે આવે છે, જેમાં રાહુલ ગાંધી એક વાર ગુજરાત આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો હતો, પરંતુ અઢારમીની મુલાકાતમાં ટેસ્ટ લેશે એટલું નક્કી છે.
જૂનાગઢમાં સંગઠન સર્જન હેઠળ જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર ચાલી રહી છે. જે અંતર્ગત 12 સપ્ટેમ્બરે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાથી બહાર રહેલા કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણી જીતવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીએ તાજેતરની મુલાકાતમાં જિલ્લા પ્રમુખોના ક્લાસ લીધા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવેલી વાત પર અમલ કરવામાં આવે તો 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને કાંટાની ટક્કર આપી શકે છે. રાહુલ ગાંધીએ નેતાઓને મતભેદ ભૂલીને મજબૂતીથી કામ કરવાની અપલી કરી હતી. રાહુલ ગાંધીનું પૂરું જોર લોકોને કોંગ્રેસની વિચારધારાથી માહિતગાર કરાવવા પર હતું.
આપણ વાંચો: રાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે, જૂનાગઢ ખાતે ચાલી રહેલા તાલીમ કેમ્પમાં હાજરી આપશે
રાહુલ ગાંધીએ શું આપ્યું છે હોમ વર્ક
આ ઉપરાંત રાહુલ ગાંધીએ શહેર અને જિલ્લા પ્રમુખોને હોમવર્ક પણ આપ્યું છે. જેમાં કહ્યું કે, 18 સપ્ટેમ્બરે ફરી આવીશ ત્યારે આ પર ચર્ચા કરીશું. રાહુલ ગાંધીએ સલાહ આપી કે સંગઠનના સંબંધમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પાંચ સવાલના જવાબ શોધીને રાખે.
કોંગ્રેસની વિચારધારા અને સંગઠન સાથે જોડાયેલી તમામ વાતો જાણવી જરૂરી છે. આવા સવાલો પૂછવામાં આવશે અને તેનો જવાબ આપવો પડશે. આમ પણ ટ્રેનિંગ તો ટ્રેનિંગ જ હોય છે.
આપણ વાંચો: રાહુલ ગાંધી અચાનક કેમ આવી રહ્યા છે જૂગાઢના ભવનાથમાંઃ જાણો કારણ
ગુજરાતમાં ભાજપ આ રીતે થયું મજબૂત
રાહુલ ગાંધીએ શહરે અને જિલ્લા પ્રમુખોને વ્યૂહરચના તૈયાર કરવા અને બૂથ સ્તર પર વોટ ચોરીની કોશિશ નિષ્ફળ બનાવવા જણાવ્યું છે. ગુજરાતમાં ભાજપ આ રીતે જ મજબૂત બન્યું છે.
ગુજરાતમાં જે રીતે વડા પ્રધાન મોદી અને અમિત શાહે બૂથ મેનેજમેન્ટ દ્વારા ભાજપને મજબૂત કર્યું, તેવી જ પદ્ધતિ દેશમાં પણ અપનાવી. હજુ પણ ચૂંટણી દરમિયાન મોદી-શાહ ભાજપ કાર્યકર્તાઓને બૂથ જીતવાની જ સલાહ આપે છે. તેઓ કહે છે કે બુથ જીત્યા તો ચૂંટણી જીતી ગયા.
આપણ વાંચો: ગાંધી-સરદારના ભવ્ય વારસાનો નાશ કરનારા આ ધરતીના જ છે: ખડગેના ગુજરાતમાં ભાજપ પર પ્રહાર
શિબિરના છેલ્લા દિવસે રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે
આ ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જિલ્લા પ્રમુખો માટે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમના નબળા અને મજબૂત પાસાનો ઉલ્લેખ હશે. તમામ જિલ્લા પ્રમુખોને શિબિરના છેલ્લા દિવસે રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે. આ રિપોર્ટ કાર્ડ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બંધ કવરમાં પ્રમુખોને સોંપવામાં આવશે.
જે પ્રમુખોએ ધારણા મુજબ કામગીરી કરી નથી તેમને તાકીદ પણ કરવામાં આવશે. આ રિપોર્ટ કાર્ડ દ્વારા પ્રમુખોને પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક મળશે અને તેઓ ભવિષ્યમાં વધુ સારો દેખાવ કરી શકશે.
રાહુલ ગાંધી જિલ્લા, તાલુકા પ્રમુખોના ઘરે કરશે રોકાણ
આ ઉપરાંત ટૂંક સમયમાં રાહુલ ગાંધીનો વિધાનસભા બેઠક દીઠ પ્રોગ્રામ તૈયાર થઈ જશે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારમાં એક થી બે દિવસ સુધી રાહુલ ગાંધી રોકાણ કરશે. તેઓ હોટલોના બદલે જિલ્લા, તાલુકા પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે.
કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના લોકોને મળી જે- તે બેઠકનો તાગ મેળવશે. રાહુલ ગાંધીએ શહેર અને જિલ્લાપ્રમુખોને પોતાના તરફથી હોમ વર્ક તો આપ્યું છે, પરંતુ કહ્યું છે અઢારમી સપ્ટેમ્બરના ફરી આવશે અને એ વખતે ચર્ચા કરવામાં આવશે.
જીત મેળવવા માટે આપ્યો આ મંત્ર
2022ની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાની બેઠકમાં મોટિવિશનલ સ્પીચ આપી હતી અને એનું જ પુનરાવર્તન જોવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓને મનોબળ ઊંચું રાખવાનું જણાવ્યું હતું. તેમણે ફિટનેસ પર પણ જોર આપ્યું છે.
ચૂંટણીના કેમ્પેન દરમિયાન પોતાનું રુટિન સ્કિપ કરે નહીં અને એને ધ્યાનમાં રાખીને શારીરિક રીતે મજબૂત રહેવાનો પ્રયાસ કરવામાં આવે. સેલ્ફ ડિફેન્સ માટે પણ તૈયાર રહેવાની અપીલ કરી હતી.