પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો ડ્રોન શો, અદ્ભુત દ્રશ્ય જોઈ યાત્રિકો મંત્રમુગ્ધ

પીએમ મોદી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટથી બેઠક પૂર્ણ કરીને હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે આવ્યાં હતાં. દિગ્વિજય દ્વાર પાસે સાધુ સંતોએ પીએમ મોદીનું અભિવાદન પણ કર્યું હતું. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર પરિસર ‘મોદી મોદી’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. પીએમ મોદીએ અહીં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
સોમનાથ મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું
સોમનાથ ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ડ્રોન શૉ યોજાયો, આ ડ્રોન શોની અદ્ભૂત તસવીર સોશિયલ મીડિયામાં શેર પણ થઈ છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ જોડાયા હતાં. અત્રે નોંધનીય છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદરી પરિસરમાં ડભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો.
આ પણ વાંચો : PM મોદીનું આજે ગુજરાતમાં આગમન,સોમનાથમાં ક્યા ધાર્મિક કાર્યક્રમથી કરશે શરૂઆત ?
ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોન દેખાયા
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોવા મળ્યાં હતાં.
પીએમ મોદીએ મંદિરનો એક વીડિયો શેર કર્યો
અત્રે નોંધનીય છે કે, PM મોદીએ સોમનાથ મુલાકાત પહેલાં મંદિરનો એક વીડિયો શેર કર્યો હતાં. જેમાં વીડિયામાં સોમનાથ મંદિરને ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં પ્રખ્યાત ગાયક હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જતું ગીત પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. .

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત, 3000 ડ્રોન દ્વારા સોમનાથની ગાથા નિહાળશે
પીએમ મોદીના ગુજરાત પ્રવાસની વિગતો
પીએમ મોદી 11 જાન્યુઆરીએ 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે. તેની બાદ સવારે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જયારે 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સભા બાદ તેવો સોમનાથથી રાજકોટ જશે અને ત્યાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટમાં બપોરે 2 વાગ્યે રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદી રાજકોટથી અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં સાંજે 5:15 કલાકે મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે. જ્યારે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
અમદાવાદમાં 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે. તેમજ સવારે 9:30 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. જયારે તેની બાદ 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે સવારે 11:15 કલાકે મહાત્મા મંદિર આવશે. તેમજ પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે દ્વિ-પક્ષીય મુલાકાતો કરશે. ત્યારબાદ ફરી પાછા દિલ્હી રવાના થશે.



