Top Newsનેશનલ

પીએમ મોદીનો શાયરાના અંદાજ: આઈના દેખ લિયા તો સચ્ચાઈ કહા છુપાઓંગે, રાજ્યસભામાં વિપક્ષની ઝાટકણી કાઢી

ન વિઝન, ન વિચાર: વડા પ્રધાને કોંગ્રેસ પાર્ટીને પણ આડે હાથ લીધી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપતા આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર શાયરના અંદાજમાં આક્રમક રીતે ટીકા કરી હતી. પીએમ મોદીએ વિપક્ષી પાર્ટી પર શાયરાના અંદાજમાં આકરી ટીકા કરી હતી.

પીએમ મોદીએ શાયરી બોલતા કહ્યું હતું કે તુમ કિતના દુનિયા કો ધોખા દોગે, આઈના દેખ લિયા તો અપની સચ્ચાઈ કહા છુપાઓંગે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ટીએમસી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત તમામ પાર્ટીને આડે હાથ લીધી હતી.

કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે એમની પાસે ન તો વિચાર હતા ના કોઈ વિઝન અને નહીં દેશને આગળ લઈ જવાની નિષ્ઠા. તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના સાંસદોને પણ નિશાના પર લીધા હતા.

ટીએમસી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે નિર્મમ સરકાર (પશ્ચિમ બંગાળ) પતનના જેટલા પેરામિટર્સ છે, જેમાં નવા નવા રેકોર્ડ્સ બનાવે છે. દેશમાં ઘૂસણખોરોને બચાવવા માટે કોર્ટ પર પ્રેશર બનાવે છે, પરંતુ કોઈ દરકાર લેતા નથી. તેઓ અહીં ઉપદેશ આપી રહ્યા છે.

આપણ વાચો: આઝાદીના મંત્ર ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી, લોકસભામાં ચર્ચાનો દોર શરૂ, જાણો શું કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ

રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તમને મારી કોઈ વાત પર વિશ્વાસ થતો ના હોય તો લાલ કિલ્લાની પ્રાચીર પરથી જેટલા વડા પ્રધાને ભાષણ આપ્યા હતા એનું વિશ્લેષક કરી લેજો, જ્યારે તેમની સરકારે પોતાના કાર્યકાળમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ કર્યું છે.

ચોથા ક્રમેથી ત્રીજા ક્રમનું બનશે અર્થતંત્ર

મોદીએ કહ્યું કે આપણે ક્યાંય રોકાવાનું નથી અને પાછું વળીને જોવાનું પણ નથી પમ લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. દેશ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે, ત્યારે દુનિયામાં ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે.

દુનિયાના લોકો ભારત પ્રત્યે વિશ્વાસથી જુઓ છે. જ્યારે અમે શાસન સંભાળ્યું ત્યારે દેશ ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમી હતી, પરંતુ અત્યારે અમે ચોથા ક્રમે લાવ્યા છે, જ્યારે ઝડપથી ત્રીજા નંબરનું અર્થતંત્ર પણ બનશે.

આપણ વાચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંજય રાઉતને કહ્યું ‘ગેટ વેલ સૂન’…

આજે દેશમાં સામર્થ્ય જોવા મળે છે

પીએમ મોદીએ કહ્યું હતું કે કોવિડ પછી વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે. દુનિયાની ભારત પ્રત્યેની અપેક્ષા અને વિશ્વાસ પણ જોવા મળે છે. દુનિયાનો જુકાવ પણ ભારતતરફી છે. ભારત ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બન્યો છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે પહેલા વોટબેંકનું રાજકારણ થતું. વિપક્ષી પાર્ટી પર ટીકા કરતા કહ્યું કે જે લોકો થાલેકા હતા એ બિચારા જતા રહ્યા, પરંતુ ગમે ત્યારે તેમને જવાબ આપવો પડશે કે શા માટે આવી સ્થિતિ ઊભી કરી કે દુનિયાનો કોઈ પણ દેશ ભારત સાથે ડીલ માટે આગળ આવતો નહોતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button