પીએમ મોદીએ મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી, બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું

બહુચરાજી : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે હાંસલપુર પ્લાન્ટથી મારુતિ સુઝુકી કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. તેમજ કંપનીના બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ કારનું નામ મારુતિ ઈ -વિટારા રાખવામાં આવ્યું છે. મારુતિ સુઝુકીની આ પ્રથમ ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે તેવો કંપનીએ દાવો કર્યો છે.

આત્મ નિર્ભરતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્ર માટે મહત્વનો દિવસ
આ પૂર્વે પીએમ મોદી એકસ પર લખ્યું હતું કે, ભારતને આત્મ નિર્ભરતા બનાવવા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્ર માટે આજનો દિવસ મહત્વનો છે. હાંસલપુરમાં e-VITARA ને લીલી ઝંડી આપવામાં આવશે. આ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ભારતમાં બનેલ છે અને સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા દેશની બેટરી ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા ગુજરાતના એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ શરૂ થશે.

eVITARAનું કોમર્શિયલ ઉત્પાદન હાંસલપુર પ્લાન્ટથી શરુ
ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2025માં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો દરમિયાન eVITARAનું અનાવરણ કર્યું હતું. ચાર ભારતીય પ્લાન્ટમાં વાર્ષિક 2.6 મિલિયન યુનિટની ક્ષમતા સાથે કંપનીએ નાણાકીય વર્ષ 25 માં 3.32 લાખથી વધુ વાહનોની નિકાસ કરી હતી અને સ્થાનિક બજારમાં 19.01 લાખ યુનિટ વેચ્યા હતા. ત્યારે હવે eVITARAનું કોમર્શિયલ ઉત્પાદન મંગળવારથી હાંસલપુર પ્લાન્ટમાં સત્તાવાર રીતે શરૂ થયું છે.
ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર
ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી, અદ્યતન ઉત્પાદન અને માળખાગત વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાના સરકારના વ્યાપક વિઝન સાથે સુસંગત છે. આ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો…અમદાવાદના નિકોલથી પીએમ મોદીએ લોકોને શું કરી હાકલ? સ્વચ્છતા અભિયાનને લઈ કહી આ વાત