છ દિવસ મુશળધાર વરસાદ બાદ આજે મુંબઈમાં હવામાન કેવું રહેશે? આ ટ્રેનો રદ રહેશે

મુંબઈ: શહેરમાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. આજે ગુરુવારે પણ મુંબઈમાં વરસાદ વરસશે પણ થોડી રાહત રહેશે. ભારતીય હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ગુરુવાર માટે મુંબઈ શહેર અને ઉપનગરોમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે. શહેર અને ઉપનગરોના છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો કે છેલ્લા છ દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદમાંથી નાગરીકોને રાહત મળશે.
હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત પુણે, થાણે, અહમદનગર, સોલાપુર, સતારા, જાલના અને નાગપુર સહિત કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બુલઢાણા, અકોલા અને ગોંદિયા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
આજે આ ટ્રેન રદ રહેશે:
છેલ્લા દિવસોમાં વરસેલા ભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતાં, કેટલીક જગ્યાએ હજુ પાણી ઓસર્યા નથી, આજે પણ કેટલીક ટ્રેન રદ રહશે.
મુંબઈ પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલ્વે મેનેજરે X પર પોસ્ટ કરી જાણકારી આપી કે ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે 21 ઓગસ્ટના રોજ 61002 દિવા-બોઈસર મેમુ, 61001 બોઈસર-વસઈ રોડ મેમુ અને 61003 વસઈ રોડ-દિવા મેમુનો સમાવેશ થાય છે.
મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના ઘણાં જીલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. વહીવટીતંત્રએ મહારાષ્ટ્રના નવ જિલ્લાઓમાંથી 4,600 લોકોને સ્થળાંતર કર્યા હતાં.
ઉપરવાસમાં વરસાદને કારણે કૃષ્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે, મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સરકારને કોયના ડેમમાંથી 2 લાખ ક્યુસેકથી વધારીને 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાની વિનંતી કરી છે, જેથી નજીકના ગામોમાં પૂરનું જોખમ ન રહે.