કાંદિવલી-બોરીવલી વચ્ચે ‘મેજર’ બ્લોકઃ રવિ-સોમ નાઈટ બ્લોકને કારણે 240 ટ્રેન રદ રહેશે

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલી સેક્શનમાં ચાલી રહેલા છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે નિર્ધારિત 30 દિવસનો બ્લોક જાહેર કર્યો હતો. આ બ્લોક અંતર્ગત રવિવાર અને સોમવારે રાતના બ્લોક હાથ ધરવામાં આવશે, જેમાં 240 જેટલી લોકલ રદ રહેશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેમાં રોજેરોજ બ્લોક જાહેર કરતા હોવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડશે.
રેલવેની અખબારી યાદી અનુસાર કાંદિવલી સ્થિત કારશેડ લાઈન પોઈન્ટ નંબર 104ને હટાવવા માટે અગિયારમી જાન્યુઆરીના રવિવારે રાતના મેજર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ ફાસ્ટ લાઈનમાં રાતના 11.15 વાગ્યાથી વહેલી સવારના 3.15 વાગ્યા સુધી તથા ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના એક વાગ્યાથી સવારના 4.30 વાગ્યા સુધી બ્લોક રહેશે.
રવિવાર સિવાય સોમવારે રાતના કાંદિવલીના ક્રોસઓવર 101/102/103 અને 104ને જોડવા માટે મેજર નાઈટ બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ ફાસ્ટ લાઈનમાં રાતના 11.15 વાગ્યાથી સવારના 3.15 વાગ્યા સુધી તથા ડાઉન લાઈનમાં રાતના એક વાગ્યાથી સવારના સાડાચાર વાગ્યા સુધી કાંદિવલી અને મલાડ વચ્ચે બ્લોક લેવામાં આવશે. આ બંને દિવસના બ્લોકને કારણે 11/બારમી જાન્યુઆરીના 60 અપ એન્ડ 60 ડાઉન ટ્રેન મળીને 120 લોકલ રદ રહેશે. 13મી 12/13જાન્યુઆરીના પણ 120 લોકલ રદ રહેશે.
આ પણ વાંચો : કાંદિવલી–બોરીવલીના બ્લોકથી ગુજરાતની આ ટ્રેનોને થશે અસર, જૂઓ યાદી



