
અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક પધરામણી કરી હતી, જેના કારણે જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 6 વાગ્યા સુધીમાં ૧૩.૦૩ ઇંચ, કેશોદમાં ૧૧.૦૨ ઇંચ, વંથલીમાં ૧૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
તે ઉપરાંત પોરબંદરમાં 10.08 ઇંચ, ગણદેવીમાં 9.17 ઇંચ, માણાવદરમાં 9.17 ઇંચ, ચીખલીમાં 7.52 ઇંચ, કુતિયાણામાં 6.93 ઇંચ, રાણાવાવમાં 6.69 ઇંચ, કપરાડામાં 6.65 ઇંચ, ડોલવણમાં 6.26 ઇંચ, મહુવામાં 5.31 ઇંચ, ખેરગામમાં 5.28 ઇંચ, માંગરોળમાં 5.24 ઇંચ, તાલાલામાં 5.04 ઇંચ અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: 168 તાલુકામાં મેઘમહેર, ધોરાજીમાં 3 ઇંચ વરસાદથી પાકને જીવતદાન
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલનો સંગ્રહ 261426 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 78.25 % જેટલો નોંધાયો હતો. તે ઉપરાંત રાજયના અન્ય ૨૦૬ જળાશયોમા 418024 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 74.93% જળસંગ્રહ નોંધાયો હતો.
રાજ્યના કુલ ૨૦૬ જળાશયો પૈકી 51 જળાશયો ૧૦૦% ભરાયેલ છે, 68 જળાશયો ૭૦% થી ૧૦૦% વચ્ચે, 34 જળાશયો ૫૦% થી ૭૦% વચ્ચે, 33 જળાશયો ૨૫% થી ૫૦% વચ્ચે તેમજ 20 જળાશયો ૨૫% થી નીચે ભરાયેલ નોંધાયા હતા. 70 ડેમને હાઈ એલર્ટ પર, 30 ડેમને એલર્ટ પર તેમજ 19 ડેમને વોર્નીગ પર મુકવામાં આવ્યા હતા.
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સ્થિતિમાં રાજ્યના ૧૫૪૩૬ ગામડાઓમાં અંધારપટ છવાયો હતો, જે પૈકી ૧૫૨૩૨ ગામોનો વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો હતો. જ્યારે હજુ ૨૦૪ ગામોમાં વીજ પુરવઠો પુર્વવત કરવાની કામગીરી પ્રગતીમાં હતી. તે ઉપરાંત ૨૨૯૫૧ ફીડરો અને ૨૦૬૯૦ વિજ પોલ ક્ષતિગ્રસ્ત થયા હતા.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાએ લીધો વિરામ! છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જૂનાગઢ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે 6 રાજ્ય ધોરીમાર્ગ, ૧૫ અન્ય માર્ગો, પંચાયત હસ્તકના ૫૦ માર્ગો, ગીર સોમનાથ જિલ્લામાં ૪ રાજ્ય ધોરીમાર્ગ, ૩ અન્ય માર્ગો, પંચાયત હસ્તકના ૩૫ માર્ગો મળી કુલ ૪૨ માર્ગો, વલસાડ જિલ્લામાં ૧ રાજ્ય ધોરીમાર્ગ, ૩ અન્ય માર્ગો, પંચાયત હસ્તકના ૬૧ માર્ગો મળી કુલ ૬૫ માર્ગો, તેમજ અમરેલી જિલ્લામાં કુલ ૧૨ માર્ગો, પોરબંદર જિલ્લામાં કુલ ૧૧ માર્ગો, ભાવનગર જિલ્લામાં કુલ ૧૧ માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ભારે વરસાદની સ્થિતિને પગલે જૂનાગઢ જિલ્લામાં 8 રૂટની 24 ટ્રીપ બંધ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી, ફૂડ પેકેટ વિતરણથી લઈને લોકોને સલામત સ્થળે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા મુશળધારઃ અમદાવાદના દસક્રોઈમાં 9.5 ઇંચ વરસાદ, મુખ્ય પ્રધાને પરિસ્થિતિની કરી સમીક્ષા
સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વિસ્તાર જેમાં મેંદરડા અને કેશોદ ખાતે ૨ બચાવ ટીમો સ્ટૅન્ડબાય પોઝીશનમાં રાખવામાં આવી હતી. જિલ્લાના કુલ ૬૩૦ અસરગ્રસ્તોને સાયક્લોન શેલ્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
માણાવદર શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી ૫૫૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના નવા કોટડા ગામે ૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ કેશોદ તાલુકામાંથી ૫૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.