Top Newsઇન્ટરનેશનલનેશનલ

ગેસના સસ્તા સિલિન્ડર માટે ભારતનું માસ્ટર પ્લાન! મોદી સરકારે અમેરિકા સાથે કરી મોટી LPG ડીલ

નવી દિલ્હી: ભારતે અમેરિકા સાથે એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે, જે અંતર્ગત ભારતની જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ (PSU Oil Companies) હવે અમેરિકાથી ઓછામાં ઓછું 10 ટકા LPG આયાત કરશે. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ આ ડીલની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે LPGના સ્રોતોમાં વૈવિધ્યીકરણ લાવવા માટે આ મોટો સમજૂતી કરાર કર્યો છે. આ કરારથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે દેશના લોકોને સસ્તા ગેસ સિલિન્ડર મળતા રહે.

ડીલ હેઠળ, PSU તેલ કંપનીઓએ કોન્ટ્રાક્ટ વર્ષ 2026માં અમેરિકી ગલ્ફ કોસ્ટમાંથી LPGની આયાત કરવાની રહેશે. ભારતીય બજાર માટે અમેરિકા સાથેનો આ LPGનો પ્રથમ સ્ટ્રક્ચર્ડ કોન્ટ્રાક્ટ છે, જે ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, આ LPGની આયાત Mount Belvieu બેન્ચમાર્ક હેઠળ કરવામાં આવશે. આ ડીલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા BPCL, IOC અને HPCLના ટોચના અધિકારીઓની એક ટીમ અમેરિકા ગઈ હતી અને ત્યાં તેલ ઉત્પાદન કરતી કંપનીઓ સાથે વાટાઘાટો કરી હતી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઉછાળો આવ્યા છતાં પણ ભારતની કંપનીઓ લોકોને ઓછી કિંમતોમાં LPG ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે સ્પષ્ટતા કરી કે, કેન્દ્ર સરકાર ભારતની તેલ કંપનીઓ ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર માત્ર ₹500 થી ₹550 માં ઉપલબ્ધ કરાવે છે, જે આંતરરાષ્ટ્રીય કિંમતો કરતાં ખૂબ ઓછા છે. સરકારે માતાઓ અને બહેનોને સસ્તા સિલિન્ડર આપવા માટે વાર્ષિક ઓછામાં ઓછા ₹40,000 કરોડનો ખર્ચ કરે છે.

ભારત અને અમેરિકા વચ્ચે થયેલો આ ઊર્જા કરાર અન્ય આર્થિક અને રાજદ્વારી દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા પછીથી બંને દેશો વચ્ચે આર્થિક તણાવમાં ઘણો વધારો થયો હતો. ટ્રમ્પે ભારત પર 50% જેટલી ઊંચી ટેરિફ લગાવી હતી. હવે બંને દેશો ટ્રેડ ડીલને લઈને સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. આ ટ્રેડ ડીલ પછી એવી અપેક્ષા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર 25% જેટલી વધારાની ટેરિફ હટાવી શકે છે.

આપણ વાંચો:  દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAએ પૂછપરછ બાદ 3 ડોક્ટર સહિત 4 ને છોડી મુક્યા, જાણો કારણ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button