
જૂનાગઢ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાત પર મેઘરાજા આજે સવારથી જ મહેરબાન થયા છે.
બપોરે 12 થી 2 વાગ્યા સુધીના બે કલાકના જ ગાળામાં જ રાજ્યના 99 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 5.47 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં 5.28 ઇંચ, કાલાવાડમાં 4.72 ઇંચ, પોરબંદરમાં 3.74 ઇંચ, માણાવદરમાં 3.03 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડામાં ૧૨.૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા 15 એસટી બસના રૂટો બંધ કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે રોડ પર પાણી આવતા આંબલીયા–મટીયાણા. બાંટવા–ગણા-ઉપલેટા, બાટવા-બાલાગામ, બાંટવા–પસવારી–કુતિયાણા, જૂનાગઢ-બગડુ-મેંદરડા, જૂનાગઢ-તાલાલા, જૂનાગઢ-વંથલી-મેંદરડા, માણાવદર-કોયલાણા, સમેધા–કુતિયાણા, ગરેજ-બાંટવા, માંગરોળ–કેશોદ, કેશોદ-પાણકવા, કેશોદ-અજાબ–મેંદરડા, કેશોદ-બગસરા અને લુશાળા-માંગરોળ રૂટને બંધ કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે વંથલી તાલુકામાં આવેલ ઓઝત વિયર વંથલી જળાશયમાં પાણીની આવકમાં સતત વધારો થતા 12 દરવાજા 2.70 મીટર ખોલવામાં આવ્યા હતા. આથી વંથલી તાલુકા વંથલી, ટીનમસ, કણજા, આખા, ટિકર-પાદરડી અને માણાવદર તાલુકાના પીપલાણા સહીતના ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી; કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?
તે ઉપરાંત શાપુર ગામ પાસે આવેલ ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમના 10 દરવાજા 2.60 મીટર ખોલવામાં આવ્યા હતા. આથી શાપુર, નાના કાજલીયાળા, કણજા, અને વંથલી સહીતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
માણાવદર તાલુકાના બાંટવાખારા જળાશયમાં સતત પાણીની આવક વધતા ડેમના 14 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા હતા અને ભલગામ, કોડવાવ, એકલેરા અને સમેગા સહીતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત હસ્તકના ૩૫થી પણ વધારે રોડ બંધ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ તાલુકાના પાતાપુર-સનાથા-ઇટાલા રોડ, વિજાપુર એપ્રોચ , તળિયાઘર એપ્રોચ રોડ, વઘાવી ખલીલપુર, કેશોદ તાલુકાના સેદરડા એપ્રોચ રોડ, નાગલપુર, ખીમપાદર નાગલપુર રોક, મેંદરડા તાલુકાના દાત્રાણા-નાગલપુર રોડ, ખીમપાદર-નાગલપુર રોક, કેનેડીપુર-અંબાળા રોડ, અરણિયાળા-ઢાંઢાવાડા રોડ, ગુંદાળા-બગડુ રોડ, સમઢિયાળા-રોજીરાયણ રોડ, મટિયાણા-આંબલિયા રોડ, મટિયાણા-સરોદ રોડ, આંબલિયા-બાલાગામ રોડ, દેસીંગા-ચીખલોદરા રોડ, ગણા-ઈન્દ્રા રોડ, ગણા-ભીંડોરા રોડ, કતકપરા-કોઠારીયા જોઈનીંગ ટુ નાંદરખી રોડ, માળિયા ખોરાસા-બલાપર રોડ, આરેણા-લાંગોદ્રા રોડ, વંથલી તાલુકાના થાણા પીપળી-નાગડીયા રોડ, ભાટિયા-થાણા પીપળી રોડ, ગાદોઈ-ટીનમસ આખા રોડ, નાના કાજલીયાળા-બોડકા રોડ, થાણા પીપળી-બંધડા રોડ, બોડકા-બંધડા રોડ, કેશોદ તાલુકામાં સેદરડા એપ્રોચ રોડ, બામણાસા-પાડોદર રોડ, બામણાસા-સરોડ રોડ, બામણાસા-ગાત્રાળ રોડ, સરોડ-બાલાગામ રોડ, મંગલપુર-આખા રોડ, સરોડ પાડોદર ચાંદીગઢ રોડ, પંચાળા-અખોદર પાડોદર રોડ, અખોદર-બાલાગામ રોડ અને ઈન્દ્રાણા-બાલાગામ રોડ બંધ કરવામાં આવ્યા હતા.