
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી કોન્સ્ટેબલના મેરિટની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોના સર્વાંગી હિતને ધ્યાનમાં રાખીને લોકરક્ષક કેડરનું હંગામી મેરિટ (Provisional marrit) જાહેર કરવામાં આવ્યું છે.
જાણો મેરિટ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના મેરિટની વાત કરીએ તો જનરલ પુરુષ ઉમેદવારનું 132.75 અને જનરલ મહિલાઓનું 114.00 ‘કટ-ઓફ’ રહ્યું છે. ઇડબલ્યુએસ કક્ષામાં પુરુષ ઉમેદવારનું 125.75 અને મહિલાઓનું 98.25 ‘કટ-ઓફ’ રહ્યું છે. SEBC કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું 127.75 અને મહિલાઓનું 105.75, ST કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું 101.50 અને મહિલાઓનું 80.00 ‘કટ-ઓફ’ રહ્યું હતું.
હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મેરિટની વાત કરીએ તો જનરલ પુરુષ ઉમેદવારનું 125.00 અને જનરલ મહિલાઓનું 101.25 ‘કટ-ઓફ’ રહ્યું છે. EWS કક્ષામાં પુરુષ ઉમેદવારનું 122.00 અને મહિલાઓનું 83.25 ‘કટ-ઓફ’ રહ્યું છે. SEBC કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું 123.25 અને મહિલાઓનું 98025, ST કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું 91.00, SC કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું 118.00 અને મહિલા ઉમેદવારનું 96.75 ‘કટ-ઓફ’ રહ્યું હતું.
જેલ સિપોઈનું મેરિટ
જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનું 122.00 અને મહિલા ઉમેદવારોનું 98.25, EWS પુરુષ ઉમેદવારોનું 119.00 અને મહિલા ઉમેદવારોનું 80.50, SC પુરુષ ઉમેદવારોનું 116.00 અને મહિલા ઉમેદવારોનું 96.25, SEBC પુરુષ ઉમેદવારોનું 121.50 અને મહિલા ઉમેદવારોનું 98.00 તેમજ ST પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 81.00 રહ્યું છે.
આપણ વાચો: ગુજરાત ભાજપના કયા સાંસદે સરકારી ભરતીમાં SC/ST માટે કરી ખાસ માંગ?
SPRFનું મેરિટ જાણો
જનરલ પુરુષ ઉમેદવારોનું મેરિટ 121.00, EWS 118.50, SC 115.50, SEBC 120.25 અને ST 80.50 કટ ઓફ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી માટે દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા. ૧૫/૦૯/૨૦૨૫થી તા. ૩૦/૦૯/૨૦૨૫ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. જોકે, ઉમેદવારોને સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યાદી માત્ર કામચલાઉ છે અને તેના આધારે પસંદગી માટેનો કોઈ હક દાવો કરી શકાશે નહીં.
ભરતી બોર્ડ દ્વારા વધુમાં જણાવાયું છે કે, ૨૮ જાતિ અંગેના પ્રમાણપત્રોમાં SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રમાણપત્ર ચકાસણી (વેરિફિકેશન)ની પ્રક્રિયા હાલ ચાલુ છે.
અમુક ઉમેદવારોની ચકાસણી પૂરી થઈ ગઈ છે, પરંતુ બાકીના ઉમેદવારોના પ્રમાણપત્રો માન્ય ગણવા કે નહીં તે અંગે સંબંધિત વિભાગ નિર્ણય લેશે. આ નિર્ણયના આધારે જ ઉમેદવારોને તેમની કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ, તે નક્કી થશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આખરી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે, જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.



