ગુજરાત માટે હજી 5 દિવસ ભારે! આજે 8 જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ | મુંબઈ સમાચાર
Top News

ગુજરાત માટે હજી 5 દિવસ ભારે! આજે 8 જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં માટે આગામી પાંચ દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સહિત 8 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધીની આગાહી કરી છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધીની આગાહી

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું હોવાના કારણે ભારે વરસાદ થયાનો છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે ગીર સોમનાથ, દીવ, નવસારી, સાબરકાંઠા, જુનાગઢ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, ગાંધીનગર, અરવલ્લી, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ પ્રભાવિત પણ થયાં છે. જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે પણ હવામાન વિભાગ દ્વારા આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગીર સોમનાથ, દીવ, નવસારી, સાબરકાંઠા, જુનાગઢ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં લોકોને ખાસ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે આગાહી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…રાજ્યમાં 228 રોડ રસ્તા બંધ, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button