ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર | મુંબઈ સમાચાર
Top News

ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર

અમદાવાદ : ગુજરાતમાં ગુરુવાર સાંજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગે  આજે રાજયમાં  સાર્વત્રિક વરસાદ ઉપરાંત ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે અને વાતાવરણમાં ઠંડક અનુભવાઇ રહી છે. જ્યારે હવામાન વિભાગે આજે  સુરત, છોટા ઉદેપુર અને દાહોદમાં  અતિ ભારે  વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાજય સરકારે આ જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સહિત તંત્રને એલર્ટ મોડ પર રાખ્યું છે.

ખેડા આણંદ ને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને 31 ઓગસ્ટ સુધી દરિયો નહિ ખેડવા સૂચના

આ ઉપરાંત હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારના ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તેમજ માછીમારોને સલામતીના ભાગરૂપે 31 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સરદાર સરોવર ડેમ 79. 03 ટકા ભરાયો

ગુજરાતમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો..ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ: ભાવનગર, સુરત વધુ પ્રભાવિત, 101 ડેમ હાઈએલર્ટ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button