
નવી દિલ્હી: ભારતમાં ઉબેર, ઓલા, રેપીડો જેવી ખાનગી એપ્લિકેશન-એપ બેઝ્ડ કેબ સર્વિસથી દરરોજ લાખો મુસાફરો પ્રવાસ છે. પરંતુ મુસાફરો અને ડ્રાઈવરો આ ખાનગી કેબ સર્વિસ સામે ફરિયાદો ઉઠાવતા રહે છે. એવામાં ભારતમાં એપ્લિકેશન-એપ બેઝ્ડ કેબ મર્કેટમાં ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશની પ્રથમ સહકારી ટેક્સી સર્વીસ ‘ભારત ટેક્સી’ (Bharat Taxi Service)શરૂ કરવા રહી છે, જેનો સીધો લાભ મુસાફરો અને ડ્રાઈવરોને થશે.
ગત માર્ચ મહિનામાં લોકસભામાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે સહકારી ધોરણે કેબ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જૂન 2025 માં 300 કરોડ રૂપિયાની મૂડી સાથે સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ કંપની શરુ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સહકાર મંત્રાલય અને નેશનલ ઈ-ગવર્નન્સ ડીપાર્ટમેન્ટ (NeGD)એ સાથે મળીને આ સર્વિસ શરુ કરવા જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા મુજબ NeGD અને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ વચ્ચે ‘ભારત ટેક્સી’ સર્વિસ માટે MoU કરવામાં આવ્યા છે.
ક્યારથી શરુ થશે સર્વિસ?
નવેમ્બર મહિનામાં દિલ્હીમાં ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. શરૂઆતના દિલ્હીની 650થી વધુ ગાડીઓ આ પ્રોજેક્ટ હેઠળ દોડશે. પાયલોટ પ્રોજેક્ટને મળેલા પ્રતિસાદને આધારે ડિસેમ્બર મહિનામાં દેશના અન્ય 20 શહેરોમાં આ સર્વિસ શરુ કારવામાં આવશે.
સરકારનો હેતુ:
સરકારના જણવ્યા મુજબ ભારત ટેક્સી શરુ કરવા પાછળનો હેતુ, દેશમાં વધતી જતી અર્બન કેબ સર્વિસની જરૂરિયાતોને પૂરી કરવાનો છે. ખાનગી કંપનીઓ સામે સરકાર મુસાફરોને વિશ્વસનીય, પારદર્શક અને વાજબી ભાવની સર્વિસનો વિકલ્પ પૂરો પાડવા ઈચ્છે છે.
ડ્રાઈવર્સને થશે ફાયદો:
સહકારી ધોરણે શરુ થનારી આ સર્વિસ સાથે જોડનારા ડ્રાઇવરો કંપનીના ‘કર્મચારીઓ’ નહીં હોય પણ પોતે સંસ્થાના સભ્ય અને શેર હોલ્ડર હશે. આ સર્વિસ હેઠળ ડ્રાઇવરોને ‘સારથી’ કેહવામાં આવશે.
અહેવાલ મુજબ ખાનગી કેબ સર્વિસ સાથે જોડાયેલા ડ્રાઇવરોએ ટ્રીપમાંથી થતી કમાણીનો 25% સુધીનો ભાગ કંપનીઓને કમિશન પેઠે ચૂકવવો પડે છે. ભારત ટેક્સી સર્વિસ ખાનગી કેબ સર્વિસની આ મનમાની પર રોક લગાવશે.
ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સ પાસેથી કોઈ કમિશન લેવામાં નહીં આવે. ડ્રાઇવરોને માત્ર સબ્સ્ક્રિપ્શન ફી ચુકવવાની રહેશે, આ સબ્સ્ક્રિપ્શન દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ધોરણે ભારાવનું રહેશે. મતલબ કે ટ્રીપના સંપૂર્ણ કમાણી ડ્રાઇવરને મળશે. જેનેથી ડ્રાઇવરો આર્થિક ફાયદો થશે.
આ સર્વિસને ડિજીલોકર અને ઉમંગ જેવી સરકારી ડિજિટલ સર્વિસ સાથે જોડવામાં આવી છે, જેને કારણે વેરિફિકેશન થઇ શકશે.
લાખો ડ્રાઈવર્સને ફાયદો થશે:
અહેવાલ મુજબ આ સર્વિસ હેઠળ પ્રથમ તબક્કામાં આશરે 5,000 ડ્રાઇવરોને જોડવામાં આવશે. સરકારની યોજના છે કે આગામી તબક્કાઓમાં આ સર્વિસ સાથે જિલ્લા મુખ્યાલયો અને ગ્રામીણ વિસ્તારોને પણ જોડવામાં આવશે, 2030 સુધીમાં એક લાખથી વધુ ડ્રાઇવરોને જોડવામાં આવશે, જેમાં મહિલા ડ્રાઈવર્સનો પણ સામેલ હશે.
આપણ વાંચો: ભારતના 53માં CJI જસ્ટિસ સૂર્યકાંત શર્મા કોણ છે? જાણો તેમના વકીલથી જજ બનવાની સફર



