
આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મંગળવારે સવારે આંધ્રપ્રદેશના ઘનઘોર જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ મોટું ઑપરેશન ચલાવીને દક્ષિણ બસ્તરનો સૌથી ખતરનાક માઓવાદી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની સહિત કુલ પાંચ માઓવાદીઓને ઠાર કર્યો છે. હિડમા પર કુલ એક કરોડથી વધુનું ઇનામ હતું અને તેના માર્યા જવાથી ત્રિ-રાજ્ય સરહદી વિસ્તારમાં માઓવાદીઓની કમર તૂટી ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આંધ્રપ્રદેશના અલ્લુરી જિલ્લાના મારેડુમિલી જંગલમાં સવારે સાડ છ વાગ્યાથી સાત વાગ્ય વચ્ચે ગ્રેહાઉન્ડ્સ, ડીઆરજી અને સીઆરપીએફ કોબ્રા યુનિટના સંયુક્ત દળોએ માઓવાદીઓની ટુકડીને ઘેરી લીધી હતી. આ દરમિયાન જવાનો અને માઓવાદીઓ વચ્ચે ગોલીબાર પણ થયો, જેમાં માઓવાદીઓની ઈંટનો જવાબ જવાઓએ પથ્થરથી આપ્યો. આ અથડામણમાં તેની પત્ની માડવી હેમા અને ચાર અન્ય સશસ્ત્ર સાથીઓ માર્યા ગયા. હાલ શસ્ત્રો અને શબોની ઓળખાણ ચાલુ છે.
કોણ હતો માડવી હિડમા?
લગભગ 45 વર્ષીય હિડમા ભાકપા (માઓવાદી)નો સેન્ટ્રલ કમિટી સભ્ય અને દક્ષિણ બસ્તર ડિવિઝનનો સર્વોચ્ચ કમાન્ડર હતો. હિડમા પર કુલ 1 કરોડનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્ર સરકારે 45 લાખ, છત્તીસગઢ સરકારે 25 લાખ આ ઉપરાંત અન્ય રાજ્યો દ્વારા પણ ઈનામ રાખ્યું હતું. 2010ના તાડમેટલા હુમલા અને 2021ના સુકમા ઘાતમાં 22 જવાનોના શહીદ થવા જેવા મોટા હુમલા સહિત હિડમા પર ઓછામાં ઓછા 26 મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ હતો.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના સુકમાના પૂર્વવર્તી વિસ્તારમાં 1981માં જન્મેલા હિડમાએ CPI (નક્સલવાદ)ની સેન્ટ્રલ કમિટીના સૌથી નાના સભ્ય તરીકે અને PLGA બટાલિયન નંબર 1ના કમાન્ડર તરીકે નક્સલી ગતિવિધિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ એન્કાઉન્ટરથી માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીનો એક મહત્વનો સભ્ય અને તેની સાથે બે પત્નીઓ પણ માર્યા ગયા છે, જેનાથી આંધ્ર-છત્તીસગઢ-ઓડિશાના સરહદી વિસ્તારમાં તેમની પકડ નબળી પડી જશે. સુરક્ષા દળોએ આને ઐતિહાસિક સફળતા ગણાવી છે અને આ વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે. જો કે હિડમા સાથે કામ કરતા લોકોને પડકી પાડવા માટે સર્શ ઓપરેશન યથાવત્ રાખવામાં આવ્યું છે.
આપણ વાંચો: મજબૂત થઈ ભાજપ: દેશભરમાં ધારાસભ્યોની સંખ્યા સર્વોચ્ચ સ્તરે, 1800નો આંકડો વટાવવાની તૈયારી!



