દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી | મુંબઈ સમાચાર
Top News

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાન પર દરોડા (ED rain on AAP leader Saurabh Bhardwaj) પાડ્યા છે. દિલ્હીની AAP સરકારમાં તેમના આરોગ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન હોસ્પિટલોના બાંધકામ માટે થયેલા કથિત કૌભાંડની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યા છે. અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ દિલ્હીમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.

અહેવાલ મુજબ વર્ષ 2018-19માં AAPની દિલ્હી સરકારે 24 હોસ્પિટલના બાંધકામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જેના માટે લગભગ રૂ.5,590 કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં. પરંતુ આરોપ છે કે હોસ્પિટલનું બાંધકામ સમયસર પૂર્ણ થયું નહી, અને બાંધકામનો ખર્ચ ખુબ જ વધી ગયો. આ પ્રોજેક્ટમાં મોટા પાયે ગોટાળા થયા હોવાની શંકા છે.

વર્ષ 2024 ના રોજ તત્કાલીન વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB) ને લેખિત ફરિયાદ કરી હતી કે હોસ્પિટલના બાંધકામમાં સરકારી ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પર આરોપ લાગવવામાં આવ્યા હતાં.

આરોપ મુજબ ICU હોસ્પિટલનું બાંધકામ છ મહિનામાં પૂરું કરવાનું હતું, પરંતુ ત્રણ વર્ષ પછી પણ બાંધકામ પૂરું થઇ શક્યું નહીં. 800 કરોડ રૂપિયા ખર્ચવા છતાં, માત્ર અડધું જ કામ પૂર્ણ થયું. LNJP હોસ્પિટલનો ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો હતો, છતાં બાંધકામ અધૂરું રહ્યું.

આ પણ વાંચો…અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈ દિલ્હીમાં કાર્યવાહી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button