દિલ્હી CM પર હુમલા મામલે રાજકોટથી રાજેશના મિત્રને કસ્ટડીમાં લેવામાં આવ્યો

નવી દિલ્હી: ગત બુધવારે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર રાજકોટના રહેવાસી રાજેશ સાકરિયા નામના શખ્સે હુમલો કર્યો હતો, હાલ દિલ્હી પોલીસ તેની ધરપકડ કરીને તાપસ કરી રહી છે. આ મામલામાં વધુ એક શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાજેશના મિત્રને રાજકોટથી પકડી પડ્યો છે.
અહેવાલ મુજબ રાજેશના મિત્રને દિલ્હી લઇ જવામાં આવી રહ્યો રહ્યો છે. તેણે રાજેશનાને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, મુખ્ય પ્રધાન પર હુમલા સાથે તેનો શું સંબંધ હતો એ હજુ સુધી જાણી શકાયું નથી.
હુમલાના આરોપી રાજેશના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ તપાસના સંદર્ભમાં આરોપી રાજેશને રાજકોટ લઈ જઈ શકે છે.
રાજેશે હુમલો કેમ કર્યો?
પુછપરછ દરમિયાન રાજેશે જણાવ્યું કે તે પશુ પ્રમી છે અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાંથી રખડતા શ્વાનોને પકડવા માટે આપેલા આદેશથી નારાજ હતો. તે બુધવારે દિલ્હીના મુખ્ય પ્રધાનની જાહેર સુનાવણીમાં રખડતા શ્વાનનો મુદ્દો ઉઠાવવા માટે ગયો હતો. મુખ્ય પ્રધાન સમક્ષ આ મુદ્દો ન ઉઠાવી શકતા, તેણે હુમલો કર્યો હતો.
આરોપી રાજેશે પુછપરછમાં એમ પણ કહ્યું કે તેને એક સપનું આવ્યું જેમાં ભગવાન ભૈરવે તેને અબોલ પ્રાણીઓના હિતમાં પગલાં લેવા કહ્યું.
દિલ્હીની એક સ્થાનિક કોર્ટે રાજેશને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ દિલ્હી પોલીસને તપાસમાં મદદ કરી રહી છે.
આ પણ વાંચો…દિલ્હીમાં CM પર હુમલો કરનાર રાજકોટનો યુવક નીકળ્યો ‘પશુપ્રેમી’; શ્વાન માટે દિલ્હી ગયો!