
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર થોડા સમય પહેલા એક મોટી ઘટના બની હતી, જેના કારણે અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. આ મામલે સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે દિલ્હી એરપોર્ટ પર સાયબર હુમલાનો સ્વીકાર કર્યો છે.
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ દિલ્હી એરપોર્ટ પર થયેલા સાયબર હુમલા અંગે રાજ્યસભામાં જાણકારી આપી હતી. આ પહેલા આ ઘટનામાં સાયબર હુમલાને નકારી દેવામાં આવ્યો હતો. સરકારે તેને માત્ર ટેકનિકલ ખામી જ ગણાવી હતી, પરંતુ સ્વીકાર કર્યો છે કે દિલ્હી એરપોર્ટ પર સાયબર હુમલો થયો હતો.
આપણ વાચો: દેશની સુરક્ષા માટે સાયબર હુમલા ખતરોઃ રાષ્ટ્રપતિની ચેતવણી
નાગરિક ઉડ્ડયન પ્રધાને રાજ્યસભામાં જણાવી હકીકત
રામ મોહન નાયડુએ વધુમાં જણાવ્યું છે કે વિમાનના GPS સિગ્નલ સાથે છેડછાડ કરવામાં આવી હતી. 10 નવેમ્બરે IGI એરપોર્ટ પર GPS સ્પૂફિંગ થયું હતું. દિલ્હી અને કોલકાતા સહિત સાત એરપોર્ટ પર સાયબર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દિલ્હી એરપોર્ટની ટ્રાફિક સિસ્ટમમાં અચાનક ખોરવાયા બાદ થોડા દિવસો પહેલા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી હતી. 12 કલાકથી વધુ સમય માટે ફ્લાઇટ કામગીરી ખોરવાઈ હતી. 700થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
આપણ વાચો: અમેરિકાની દક્ષિણ કોરિયામાં સુરક્ષા બેઠક, ઉત્તર કોરિયાએ આપી હુમલાની ધમકી…
GPS સિગ્નલ સાથે છેડછાડ કરવામાં આવી હતી
વધારે વિગતે વાત કરવામાં આવે તો લગભગ 48 કલાક પછી એરપોર્ટ કામગીરી સામાન્ય થઈ હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે 10 નવેમ્બર, 2025ના દિલ્હીના IGI એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ્સ પર સ્પૂફિંગની ફરિયાદો મળી હતી. જો કે, આ ઘટનામાં પણ કોઈ વિમાનને અસર થઈ નહોતી. DGCAએ 24 નવેમ્બર, 2023ના GNSS હસ્તક્ષેપ અંગે એડવાઇઝરી જાહેર કરી અને GPS જામિંગ/સ્પૂફિંગનું રિપોર્ટિંગ ફરજિયાત કર્યું હતું.
GPS સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે
નોંધનીય છે કે 10 નવેમ્બર 2025થી રિયલ-ટાઇમ રિપોર્ટિંગ માટે એક નવી SOP જારી કરવામાં આવી હતી. DGCA અને AAI દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
GPS સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે, જેમાં હુમલાખોરો નકલી સેટેલાઇટ સિગ્નલ મોકલે છે, જેના કારણે એરક્રાફ્ટ ખોટા સ્થાનો અથવા ખોટો ડેટા પ્રદર્શિત કરે છે. આ એરક્રાફ્ટ નેવિગેશનને અસર કરી શકે છે, જેનાથી જોખમનું જોખમ વધી શકે છે. એરક્રાફ્ટ તેમના સાચા માર્ગથી ભટકાઈ શકે છે. આ મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.



