
અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં સાઈનાઈડથી ખતરનાક ઝેર રાઇઝિન બનાવી નરસંહારની યોજના બનાવનાર આતંકી ડો. અહેમદ સહિતની ત્રુપિટી ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ હતી. જે બાદ હવે ઉત્તરપ્રદેશ , હૈદરાબાદ, રાજસ્થાન એટીએસના અધિકારઓ ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં અવાર નવાર આવી ચુક્લો ડો. અહેમદ તેની રેસ્ટોરન્ટના મેનેજર અને ડ્રાઈવરને ધંધાના કામથી જવાનું છે તેમ કહી સાથે લેતો હતો. અહેમદના બદઈરાદાથી તેનો મેનેજર અને ડ્રાઇવર અજાણ હોવાની વિગતો એટીએસને મળી છે. આરોપીએ કોની પાસેથી રોકડ રકમ શું કહીને લીધી તે મામલે તપાસ ચાલી રહી છે.
પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.
ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા
ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે.
ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.
હથિયારો કોની પાસેથી ખરીદ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અહેમદ રાઇઝિન બનાવવા માટેની યોજના સાથે ફંડ ઉઘરાવવા માટે ફરતો હતો. આ ફંડ આપનાર વ્યક્તિઓ કોણ અને તેઓ પાસેથી શું કહીને ફંડ લીધું તે અંગે તપાસ ચાલી રહી છે. તેલંગાણાના અહેમદની ધરપકડ બાદ ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન અને મો.સુલેહની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લાવ્યા હતા. આ હથિયારો કોની પાસેથી ખરીદ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશની લિંક મળતા ત્યાંની એટીએસ તમાજ સ્થાનિક પોલીસ ગુજરાત આવ્યા હતા અને એટીએસના અધિકારીઓને મળ્યા હતા.
આપણ વાંચો: ધર્મેન્દ્ર બાદ ગોવિંદાની પણ તબિયત લથડી, ઘરમાં જ બેભાન થતાં કરવામાં આવ્યો દાખલ



