ટેરિફ ટેન્શન વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ કરી બંધ, કારણ પણ જાણી લો

નવી દિલ્હીઃ ભારતે અમેરિકા માટે તમામ કેટેગરીમાં પોસ્ટલ સર્વિસ બુકિંગ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સંચાર મંત્રાલયના ટપાલ વિભાગે શુક્રવારે આ સંદર્ભમાં એક નોટિસ જાહેર કરી છે.
આ નોટિસ અનુસાર, અમેરિકા જતી તમામ શ્રેણીની ટપાલોનું બુકિંગ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 100 ડોલર સુધીની ભેટ, દસ્તાવેજો, પાર્સલ અને પત્રોનો સમાવેશ થાય છે. મંત્રાલયે આ નિર્ણયનું કારણ અમેરિકા લઈને જતા કેરિયરોને પડતી મુશ્કેલીઓ અને ત્યાંના નિયમો અંગેની અસ્પષ્ટતાને ગણાવી છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમેરિકા સાથે ચર્ચા ચાલુ હોય તો ડેલિગેશન કેમ ના આવ્યું?
અગાઉ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા જતી હવાઈ કંપનીઓ આવા શિપમેન્ટ વહન કરવાનો ઇનકાર કરી રહી છે કારણ કે યુએસ કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોમાં સ્પષ્ટતાનો અભાવ છે.
અમેરિકન વહીવટીતંત્રે 30 જૂલાઈ 2025ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો, જેના હેઠળ અમેરિકા 29 ઓગસ્ટથી 100 ડોલરથી વધુ મૂલ્યની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી લાદશે. અગાઉના આદેશમાં અમેરિકા મોકલવામાં આવતા પત્રો, દસ્તાવેજો અને 100 ડોલર સુધીની ભેટને વસ્તુઓ યુએસ મોકલવાની મંજૂરી હતી, પરંતુ 29 ઓગસ્ટથી આ બધા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અગાઉ, અમેરિકન સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કસ્ટમ નિયમોને કારણે દેશના ટપાલ વિભાગે 100 ડોલરથી વધુ મૂલ્યની ભેટો માટે ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 22 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર નોટિસના અનુસંધાનમાં, ટપાલ વિભાગે અમેરિકા માટે પોસ્ટલ બુકિંગ સસ્પેન્ડ કરવાની સમીક્ષા કરી છે.
અમેરિકા જતી ટપાલ પરિવહન કરવામાં કેરિયર્સની સતત અસમર્થતાને ધ્યાનમાં રાખીને અને વ્યાખ્યાયિત નિયમનકારી પદ્ધતિઓના અભાવે અમેરિકા માટે નિર્ધારિત પત્રો, દસ્તાવેજો અને 100 ડોલર સુધીની ભેટ વસ્તુઓ સહિત તમામ કેટેગરીમાં પોસ્ટલ બુકિંગને સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટપાલ વિભાગે જણાવ્યું હતું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વહેલી તકે સેવાઓ ફરીથી શરૂ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. જે ગ્રાહકોએ પહેલાથી જ એવી વસ્તુઓ બુક કરાવી છે જે મોકલી શકાતી નથી તેઓ ટપાલ ખર્ચ પરત મેળવવાનો દાવો કરી શકે છે.
આપણ વાંચો: પૉસ્ટ ઓફિસ બિલની કઈ જોગવાઈથી વિરોધપક્ષ છે નારાજ?
અમેરિકન વહીવટીતંત્ર દ્ધારા 30 જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ 100 ડોલરથી વધુ મૂલ્યના માલ પર યુએસમાં કસ્ટમ ડ્યુટી લાગુ પડશે જે 29 ઓગસ્ટથી અમલમાં આવશે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, આંતરરાષ્ટ્રીય પોસ્ટલ નેટવર્કના માધ્યમથી શિપમેન્ટ પહોંચાડતા ટ્રાન્સપોર્ટ કેરિયર્સ, અથવા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા મંજૂર કરાયેલા અન્ય “લાયક પક્ષો”, પોસ્ટલ શિપમેન્ટ પર ડ્યુટી એકત્રિત કરવા અને મોકલવા જરૂરી છે.
પરિણામે અમેરિકા જતી એર કેરિયર્સે 25 ઓગસ્ટ પછી ઓપરેશનલ અને ટેકનિકલ તૈયારીના અભાવને કારણે પોસ્ટલ કન્સાઇન્મેન્ટ સ્વીકારવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.