ફોકસ: ભોજન ક્યારે ને કેવી રીતે કરવું ?

-રાજકુમાર ‘દિનકર’
ભોજનમાં આપણે શું અને કેટલું ખાઈએ છીએ તેના કરતાં ભોજન કઈ રીતે કરવું જોઈએ તે મહત્ત્વનું છે. ભોજનનું સ્થાન અને સમયગાળો, ભોજન કરવાની રીત, જે ખાઈએ છીએ તે વસ્તુની પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જ્યાં બેસીને આપણે ભોજન કરીએ છીએ તે માહોલ કેવો છે તે વાત પણ મહત્ત્વ ધરાવે છે. આપણા પ્રાચીન ગ્રંથોને અનુસાર ભોજન કરતી વખતે આપણી આજુબાજુના લોકો પણ શુભ અથવા અશુભ હોય છે. ભુખ્યા, કૂતરા, કાગડા, રોગીને અશુભ માનવામાં આવે છે જ્યારે, હંસ, મોર, માતા-પિતા, મિત્રને શુભ માનવામાં આવે છે.
આવશ્યકતાથી વધારે ભોજન આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. ભોજન એક ચોક્કસ સમયે કરવું જોઈએ. કારણકે, ખોટા સમયે કરેલું ભોજન તમારી પાચનક્રિયા પર ખરાબ અસર પાડે છે. આપણે ત્યાં પહેલા સવારે અને સાંજે એમ બે વાર ચોક્કસ સમયે ભોજન કરવામાં આવતુું. ઘીરે ઘીરે જીવનશૈલીમાં બદલાવ આવતાં લોકો દિવસમાં ધણી વાર ભોજન કરે છે. આહારનો અર્થ હંમેશાં પેટને ભરેલુંં રાખવું નહી પરંતુ તેનાથી મન પણ તૃપ્ત થવું જોઈએ. ભોજનની પાચનક્રિયામાં ઓછામાં ઓછા ચાર કલાકનો ટાઈમ લાગે છે પરંતુ ફાસ્ટફૂડના કલ્ચરએ ભોજન કરવાની તમામ રીતને અસ્તવ્યસ્ત કરી નાખી છે.
માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામો અને નગરોમાં પણ ભાગદોડ વાળા જીવનમાં લોકો સમજ્યા વગર દિવસમાં કોઈ પણ સમયે કાંઈ પણ ખાય છે, તેમની પાસે સમય નથી હોતો કે તેઓ શું ખાય છે અને શું કામ ખાય છે? કામના દબાણમાં ચાલતા, દોડતા જયારે ટાઈમ મળે ત્યારે કાઈક ખાઈનેે પેટ ભરી લેવું તે જ ઉદેશ્ય મોટે ભાગે હોય છે. આપણે શું ખાઈ રહ્યા છીએ, તે ખાવાનું કેવી રીતે અને કયા સ્થાન પર બનાવવામાં આવે છે તે આપણે વણદેખુ કરીયે છીએ. ખાવાની રીત પણ ઝડપી બની ગઈ છે. લગ્ન સમારંભોમાં હવે લોકો જલદી જલદીમાં સમજ્યા વગર કાંઈ પણ ખાઈ લે છે. પશ્ચિમમાં પણ લોકો એવું માનવા લાગ્યા છે કે, ભોજન કરવા ઉપરાંત મનનું તૃપ્ત થવું બહુ જરૂરી છે. ભોજન કરતી વખતે પૂરેપૂૂરુ ધ્યાન ભોજનમાં હોવું જોઈએ ત્યારે જ શરીરને પૂરતું ન્યુટ્રીએશન મળે છે. ભોજનને બરાબર રીતે ચાવીને ખાવું જોઈએ જેથી તેના સ્વાદનો આનંદ માણી શકાય. ભોજન કરતી વખતે એકાંત આવશ્યક છે.
આ પણ વાંચો….ફોકસ : ભગવાન શિવની પ્રિય વસ્તુઓ…
એકાંત એટલે ભીડભાડથી દૂર પોતાના પરિવાર સાથે સ્વચ્છ વાતાવરણમાં ભોજન કરવું. ભોજન કરતી વખતે જો તમારા પ્રિયજન તમારી સાથે હોય તો ભોજનની મજા જ કંઈક અલગ હોય છે. આયુર્વેદમાં ભોજન પહેલા લીંબુના રસમાં આદુનો ટુકડો નાખી , ખાઈ લેવું જેથી ભૂખ વધી જાય છે. આયુર્વેદમાં એમ કહેવામાં આવ્યું છે કે, ભોજનની શરૂઆત મીઠાઈથી થવી જોઈએ , ત્યારબાદ ખાટું અને નમકીન ખાવું અને સમાપ્તિ પણ મીઠાઈથી થવી જોઈએ.
મોટે ભાગે લોકો ખાવાના સમય માટે કોઈ નિયમનું પાલન નથી કરતાં. એમની માન્યતા એવી હોય છે કે, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેવું. શું તમે જાણો છો કો, વારે ઘડીયે ખાવું, ખાવાનો કોઈ ટાઈમ નથી હોતો. તેમ જ લંચ અને ડિનરમાં કાંઈ પણ ખાવું આવી આદતો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તંદુરસ્ત રહેવા માટે સવારે ઉઠીને બે કલાકની અંદર જ સવારનો નાસ્તો કરી લેવો જોઈએ અને રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેવું
જોઈએ.
ભોજનના સાચા ટાઈમ સાથે ખાવામાં શું ખાવું તે પણ ખૂબ જ જરૂરી છે. વ્યસ્ત દિનચર્યાને કારણે નાસ્તો મીસ કરવો, આખો દિવસ ભુખ્યા રહીને માત્ર લંચ અથવા ડિનર કરવું.
સવારે જલદી ઉઠીને નાસ્તો કરવો અને દિવસની શરૂઆત ચા કે કોફીથી કરવાની બદલે દૂધ, ઓટ્સ, બ્રેડ અથવા સીઝનલ ફળથી કરવી. સવારના નાસ્તામાં અને બપોરના જમવામાં પાંચ કલાકનો ફરક હોવો જોઈએ.
જોકે વ્યસ્ત દિનચર્યાને કારણે લોકો તેના પર અમલ લથી કરતાં, પરંતુ લેટ રાતના ખાવું તે પણ શરીર માટે યોગ્ય નથી. ભોજન કર્યા બાદ તરત સૂવુ ન જોઈએ.
રાતના ભોજન અને સુવામાં ઓછામાં ઓછા ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ. રાત્રે જાગી જતાં જો ભૂખ લાગે તો ખાવું ન જોઈએ કારણકે, આનાથી ડાયાબિટીસ, હાઈપરટેન્શન, મોટાપો, ઈંસુમેનિયા,ઓસ્ટ્રોક જેવી સમસ્યાઓ થાય છે. તેમજ લેટ ખાવાથી ખાવાનું પચતું જેનાથી ગેસ અને એસિડિટી થાય છે.
આ પણ વાંચો….ફોકસ: જો અર્થવ્યવસ્થા વધી રહી છે તો રોજગાર કેમ નથી વધી રહ્યા?