તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ શું છે આ પોપકોર્ન બ્રેન સિંડ્રોમ?

ડૉ. હર્ષા છાડવા

આજનું ડિજિટલ જગત પ્રોદ્યોગિકી દ્વારા સંચાલિત એક તીવ્ર ગતિથી બદલાતું હોય છે. જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજિન્સ, સોશ્યલ મીડિયા અને ઓનલાઇન સેવાનો ઊંડો પ્રભાવ આપણા પર પડયો છે. દુનિયામાં લગભગ બધે જ શિક્ષણ, કામકાજ અને સામાજિક જીવન શક્તિ બધું જ કામ ઉપકરણોથી જોડાયેલું છે. ડિજિટલ ઉપકરણોના માધ્યમ એ એક વ્યાપક અનુભવ બની ગયા છે. ડિજિટલ દુનિયામાં સફળ થવા રોજનું કોઇ નવીનતમ અને વિવિધ ડિજિટલ કૌશલથી જોડાવું આવશ્યક બની ગયું છે.

ડિજિટલ વ્યાપાર કરનાર સતત આપણી સમક્ષ નવીનતમ સુવિધા રાખે છે જેના કારણે શારીરિક કામ ખૂબ જ ઓછું કરી નાખ્યું. માનસિક કામકાજ ખૂબ મોટા પાયે વધી ગયું. જેના કારણે મગજમાં સ્થિરતા રહી શકતી નથી. ધાણી (પોપકોર્ન) ની જેમ મગજમાં વિચારો આવે છે કે ફૂટતાં રહે છે. આનું કારણ છે કે સતત ઉપકરણોનો વપરાશ (મોબાઇલનો વપરાશ) આ ઉપકરણોના વપરાશ નાનાં બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધી વધી ગયા છે.

કોઇ મનપસંદ, શો ટીવી પર જોઇએ તેની સાથે તરત હાથમાં મોબાઇલ રાખી તેમાં રીલ જોવાનું ચાલુ કરે. થોડીવારમાં ટ્વિટર ચેક કરે તરત વૉટસ્ઍપ જોવે. થોડીવાર કોઇ બુક વાંચે, એક પાનું વાંચ્યુ નહીં કે તરત જ કોઇ ગીત સાંભળવાનું ચાલુ કરે. ગીત પૂરું ન સાંભળે ત્યાં કોઇની સાથે મોબાઇલ પર વાત કરે. કહેવાનું એ છે કે સતત મગજના વિચારો બદલાયા કરે. કોઇ એક કામમાં એકાગ્રતા રહેતી નથી. તેથી મનોવૈજ્ઞાનિકોએ આ એક મોટી સમસ્યાનો મુદ્દો કહ્યો છે. જેને નામ આપ્યું ‘પોપકોર્ન બ્રેન સિંડ્રોમ’ જેમ પોપકોર્ન ફૂટે તેમ મગજમાંથી વિચારો ફૂટતા રહે છે.

આ સિંડ્રોમનો શિકાર લગભગ બધી જ ઉંમરના લોકો થાય છે. અસ્થિરતા વધવા લાગે છે. જેમ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ઓપ્શન વધી ગયા અને શું લેવું તે નક્કી કરી શકાતું નથી. તેમ આ ઉપકરણોમાં સોશ્યલ મીડિયાના વધારો થતાં લોકો મૂંઝવણમાં રહે છે. ઉપકરણોના ઉપયોગ બિનજરૂરી રીતે વધુ વધી રહ્યો છે. જેના કારણે મગજની બીમારી વધતી જાય છે. એટલે કે માનસિક રીતે બીમાર પડી રહ્યાં છે.

ઉપકરણોના માધ્યમથી લગભગ બધી જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે છે. તેના કારણે લોકો અતિ આળસુ બની ગયા છે. જે વસ્તુની જરૂરિયાત હોય તેને ઘરમાં મંગાવીને વપરાશ કરે છે. શારીરિક કામ ઘટી ગયા છે જેની અસર પાચનક્રિયા પર પડી રહી છે. બહારના ભોજન જલદી મળી રહે છે. તેનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. બહારના ખાદ્ય પદાર્થના કારણે શરીર પણ બીમાર પડી રહ્યું છે. જેનો પ્રભાવ પણ માનસિક રીતે માનસ પર પડે છે. આ કોઇ શારીરિક બીમારી ગણીયે કે માનસિક કહેવું એ મુશ્કેલ છે.

ઉપકરણોનો વધુ ઉપયોગનું તાજું ઉદાહરણ છે. બેંગ્લોરના એક સત્તર વર્ષના યુવાન જે એક સંતાન છે. જેને શોર્ટ વીડિયો જોતાની લત લાગી ગઇ. સાતથી આઠ કલાક સતત યુટયૂબ અને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવામાં વિતાવ્યા. જેના કારણે તેને ભૂખ લાગી છે કે નહીં તે ખબર નહીં. આસપાસ કોણ છે તેની ખબર નહીં થોડા સમયમાં તે બધું જ ભૂલવા લાગ્યો. જે યુવાન કલાસમાં ટોપર કરતો તે પચાસ ટકાથી નીચે પણ નીચેનું રિઝલ્ટ આવ્યું. બધી વાતો પણ ભૂલવા લાગ્યો સુધારવા માટે ઘણું કાઉન્સેલિંગ કરાવ્યું પણ પરિણામ ખૂબ ઓછું મળ્યું.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી: ચંદ્ર નમસ્કાર આસન સ્ત્રી માટે વરદાન છે…

મોટી યુનિવર્સિટીના એક સંશોધન દ્વારા એવું જણાવ્યું કે જે વસ્તુ આપણને અધિક ગમતી હોય તેનું કારણ છે ડીપામાઇનનું વધુ સક્રિય થવું. આની શોધ માટે સાઇકોલોજિસ્ટ જેમ્સ ઓલ્ડ અને ડોકટર પીટલ મિલનરએ ઉંદર પર એક્સપરીમેન્ટ કર્યો. તેમણે ઉંદર પર ડીવાઇસ લગાવ્યા અને તેમના બિહેવીયર કેવા છે. તેમણે લગભગ હજારો ઉંદર પર એક સાથે ડીવાઇસ લગાવ્યા અને જોયું કે તેઓની વર્તણૂક કેવી છે.

આ ડીવાઇસ એ ઇલેકટ્રિક સીટીથી જોડાયા. અલગ અલગ બટન દબાવી તેમને ઇલેકટ્રિક શોર્ટ આપ્યા. અને તેમને ઉત્તેજિત કરતા ગયા. ઘણા ઉંદરોને મગજ પર લગાડેલા ડીવાઇસથી ખૂબ જ મજા આવી અને સુધ ભૂલી ગયા. ખાવાનું ભૂલી ગયા, પાણી પણ ન પીધું, વારંવાર મગજનો એક ભાગ પર શોર્ટ આપતા ગયા લગભગ બે હજાર વખત ત્યાં તેમણે ટચ (શોર્ટ) આપ્યા. જે ભાગ પર શોર્ટ અપાતો તેમને મજા આવતી. ત્યારે જણાયું કે ડોપામાઇન એ ખુશીનો અહેસાસ કરાવે છે.

આ શોધનો ઉપયોગ ઘણાં વર્ષો સુધી દબાયેલો રહ્યો. થોડા સમય પછી ચાઇના દેશના ડોકટરે આનો અભ્યાસ કર્યો. આ શોધનો ઉપયોગ કર્યો કે જે લોકોને ગમવા લાગી. વારંવાર જોતા ડોપામાઇન તત્ત્વ મગજમાં સક્રિય થવા લાગ્યું. અને લોકો રીલ જોવાનું વધુ પસંદ કરવા લાગ્યા. સોશ્યલ મીડિયા બનાવનાર તો સમૃદ્ધ થયો. લોકોનું શારીરિક અને માનસિક મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે.

આ પ્રકારના દર્દી પણ હવે મારી પાસે આવવા લાગ્યા છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ સર્વ પ્રકારના ડાયાબિટીસને મટાડતી શિયાળાની પાવરફુલ વનસ્પતિ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button