આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા! | મુંબઈ સમાચાર
તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!

  • ડૉ. હર્ષા છાડવા

શરીરમાં વિટામિન્સની અગત્યતા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે બધા જ જાણે છે વિટામિન્સ શારીરિક વિકાસ અને તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વિટામિન્સ એ કાર્બનિક અણુઓ છે કે વિટામર તરીકે ઓળખાતા નજીકથી સંબંધિત પરમાણુઓનો સમૂહ છે. આવશ્યક પોષક તત્ત્વોના અસ્તિત્વ માટે પૂરતી માત્રામાં મેળવવા માટે તે ખોરાક દ્વારા મેળવવા પડે છે. શરીરની કાર્યપ્રણાલી અને તંદુરસ્તીમાં બાધા ન પડે તે માટે વિટામિન્સની જરૂર પડે છે. વિટામિન્સની જરૂરિયાત માટે પ્રાકૃતિક આહારનો ઉપયોગ યોગ્ય છે. સપ્લિમેન્ટ ફકત સપાટી (સરફેસ)પર જ કામ કરે છે. યોગ્ય રીતે લોહીમાં ભળતું નથી. પણ જો પ્રાકૃતિક જડીબૂટીઓ જે પ્રાકૃતિક રૂપમાં લેવાય તો આ વિટામિન્સની ઊણપ દૂર કરી શકાય છે.

વિટામિન બી-1 જેને થાયમીન પણ કહેવાય છે અને હજું એનું એક નામ ઇન્યુરિન હાયડ્રોક્લોરાઇડ છે. આની જરૂરિયાત લગભગ 1.5 મી. ગ્રામ અથવા 650 જેટલી હોય છે. આ વિટામિન પ્રત્યે લોકો થોડું દુર્લક્ષ રાખે છે. આની જરૂરિયાત સમજવી જરૂરી છે. આની ઊણપથી અનેક વિકારો થાય છે. આની ઊણપ થવાના કારણ.

આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…

સાકરનું સેવન : સાકરના સેવનથી શરીરમાં એસીડીટી થાય છે. કારણ ફોર્માડીહાઇડ જેવી ઘાતક જંતુ નાશક દવા આમાં નાખવામાં આવે છે. જેથી શરીરમાં કેલ્શિયમ ઘટી જતા વિટામિન બીનું અવશોષણ અટકી જાય છે. વધુ પડતા ગ્લુકોઝના કારણે શરીર અલ્ડીહાઇડ પેદા થાય છે. જે શરીરમાં દારૂ પીવા જેવી અસરથી થાય છે. જેથી શરીરનો તાલમેલ બગડી જાય છે. ફોર્માલ્ડીકાઇડ મૂત્રપિંડ પર માઠી અસર કરે છે. હાડકાં નબળા થાય છે.

પોલિશ કરેલો લોટ : હાલમાં લોકો ઘઉનો લોટ બજારમાંથી ખરીદે છે. ચક્કી પર પીસાવતા નથી. બજારૂ લોટમાં પ્રિઝર્વેટીવનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરમાં બળતરા પેદા કરે છે. બળતરા પેદા થતા વિટામિન થાયમીન નષ્ટ થઇ જાય છે. લોટમાંનું થાયમીન શરીરને મળતું નથી. આંતરડાને નુકસાન કરે છે.

આલ્કોહોલ કે દારૂ : હોજરીમાં જતાં જ તેનાથી પ્રોટોનેટેડ ઇથાઇલ આલ્કોહોલ બને છે. આલ્કોહોલ એલોપેથીક દવા તરીકે હોમિયોપેથીની દવામાં હોય છે. તે તરીકે અથવા આર્યુવેદિક આસવ અને આરિષ્ટ દવા તરીકે પેટમાં જાય તે નુકસાનકારક જ છે. તે બેરીબેરી રોગનાં લક્ષણો પેદા કરે છે. થાયમીનની ઊણપ વધી જાય છે અને વધી જતાં કોર્સાફોક્સ સિંડ્રોમ નામક રોગ થાય છે. અને આ વિકારમાં માણસ માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તેમ જ ઘણીવાર પાગલ બની જાય છે. તેથી કોઇપણ રૂપે આલ્કોહોલ પેટમાં ન જવું જોઇએ. ઘણા કોલ્ડ્રીંક પણ આલ્કોહોલવાળા હોય છે. જેના કારણે યુવા વર્ગમાં માનસિક દુર્બળતા જણાય છે.

સૌંદર્ય પ્રસાધનો : આ સૌંદર્ય પ્રસાધનોમાં કેમિકલ્સનો મોટો કાફલો હોય છે. એટલે કે અધિક માત્રામાં હોય છે. નેઇલ પોલિશ કેમિકલ્સથી જ બને છે. જેમાં ટીલ્યુઇન હોય છે જે ડામરથી બને છે બીજું એસિટોન હોય છે. આના કારણે ગળા નાક, ફેફસાને નુકસાન થાય છે. આંખોની સમસ્યા થાય છે. ત્રીજું તેમાં ફોર્માલ્ડીહાઇડ હોય છે. જે લીવરનું નુકસાન કરે છે. લિપસ્ટિકમાં લેનોસોમ, પ્રોપીલીન, ગ્લાયકોલ બ્રટિલ જેવા કેમિકલ્સ પેટમાં જાય છે. આની ઝેરી અસરના કારણે થાયમીનની ઊણપ થાય છે. નાની વયથી લિપસ્ટિક લગાડનાર પ્રોઢવય સુધી લગભગ નવસોગ્રામ લિપસ્ટિક ગળી જાય છે. એલોપથી દવાઓમાં -એન્ટિબાયોટીકથી બે-ત્રણ દિવસમાં થાયમીન ઊણપ સર્જાય છે. એન્ટાસીડથી થાયમીન ધીમે ધીમે નષ્ટ થતું જાય છે. કેલ્શિયમ ચેનલ બ્લોક થઇ જાય છે.

ખાવાનો સોડા કે ફ્રૂટ : સોલ્ટ કે અન્ય ખાવાના સોડાને કારણે વિટામિન બી-1 નષ્ટ થતાં ચામડીના વિકારો થાય છે. સોડાવાળું ફરસાણ ખાનારાઓમાં ગજકર્ણ અને એકઝીમાં જેવા ઘણા વિકારો થાય છે. દુનિયાનું કોઇપણ મલમ કે દવા કામ નથી આવતાં. સોડાવાળું ફરસાણ છોડી દેવાથી તે મટી જાય છે. વિટામિન બી-1નો સમૃદ્ધ ખોરાક લેવાથી તરત મટે છે. ઘરે બનાવેલો ફીલ્ટર તેલમાં અને વગર સોડાએ બનાવેલું ફરસાણ ખાવું. એફ્રોડીનિયા જેવા રોગમાં હાથપગની ત્વચાનો રંગ બદલાઇ જાય છે. ત્વચા રોગ સાથે પરસેવો થવા માંડે છે. તેમ જ દિમાગ પર ખરાબ અસર થાય છે. આનું કારણ છે દવામાં વપરાતો પારો કે દાંતમાં પારાનું ફિલિંગ કરાવવાથી થાય છે. વર્ટિગોના વિકાર થાય છે. તેથી પારાનું ફિલિંગ તેમ જ દવામાં વપરાય છે. અથવા ઘણા ખાદ્ય પદાર્થમાં તે પ્રોસેસ વખતે ભળી જાય છે. આ પારો થાયમીનનો ઘણો જથ્થો નષ્ટ કરી નાખે છે. વિવિધ અંગોમાં સોજા આવે. થાયમીન કે વિટામિન બી-1ની ઊણપને કારણે ભૂખ ન લાગવી, થાક જણાય, અપચો થાય છે. માથાનો દુખાવો, અનિંદ્રા, સ્નાયુ તંત્ર વચ્ચે સહકારનો અભાવ થાય. લકવો થાય, વિવિધ અવયવોમાં સોજા આવે. મજ્જાકોષનું આવરણ ખરી જાય તેથી વિવિધ અંગોમાં દુખાવો થાય. હૃદયના ધબકારાનો તાલમેલ ખરાબ થાય કે ફેરફાર થઈ જાય. તેને ટેકીકાર્ડિઆ કહેવાય.

આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધીઃ ઊંચાઇ-હાઇટ વધારવાની મથામણ…

આની ઊણપને કારણે ગ્લુકોઝ વાપરવાની ક્ષમતા પચ્ચાસથી સાઇઠ ટકા ઘટી જાય એટલે થાક લાગવા માંડે. નોનવેજ કે માછલી ખાનારમાં વિટામિન નષ્ટ થઇ જતાં ત્વચા ખરબચડી અને નિસ્તેજ બની જાય. વૉર્નક ેન્સેફેલોપથીના કારણે ભમ્ર ઉદાસીનતા, ચાલવામાં મુશ્કેલી, આંખના મસલ્સ કડક થઇ જવા. આ ઊણપમાં કોઇપણ પ્રકારનું ગેરવલ્લે ન કરવું ધ્યાન અતિ જરૂરી છે.

થાયમીન કે વિટામિન બી-1ની ઊણપ દૂર કરવા પિસ્તા સાત મિલિગ્રામથી સો મિલિગ્રામ છે. બદામમાં ત્રણ મિલિગ્રામથી સો મિલિગ્રામ છે. કાજુમાં છથી સો મિલિગ્રામ છે. વટાણામાં આઠથી સો મિલિગ્રામ છે. આ બધાની પ્રાકૃતિક વાનગીઓ બનાવી ઉપયોગમાં લેતા જ આ વિટામિનની ઊણપ થોડા જ દિવસોમાં પૂરતી થઇ જાય છે.

આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: હિડન હંગર: એક છુપાયેલી ભૂખ કે કુપોષણ?

ઘઉંના જુવારા કે જુવારાનું તેલ, તલ, તલનું તેલ, સૂરજમુખીના બીજ, ફીલબર નટ, વોલનટ, કેન્ટાલૂપ, બ્રાઝીલનટ, ચેસ્ટનટ, ફણગાવેલા મગ, મોસંબી, સ્ટ્રોબેરી, રાસબેરી, નાસપતી, કમળદાંડી(કમળના મૂળ), મશરૂમ, અરવીના પાન(પાતરા પાન), કરડ, પટણી જેવા બ્રાઉન રાઈસ, બધા જ રંગના કેપ્સિકમ, મોલાસીસ(કાકડી), નાળિયેરનું દૂધ, લીલા તુવેર, વટાણા, ગાજર, યીસ્ટ.

તમાકુ, પાનમસાલા, ગુટકા, વાઈન, બિયર જેવા કેફી પદાર્થોને કારણે થાયમીન વિટામિન નષ્ટ થઈ જાય છે. ચા, કોફી, ચોકલેટ પણ તેટલાં જ ઘાતક છે થાયમીન નષ્ટ કરવા.

થાયમીનની ઊણપ રોકવા માટે એકમાત્ર એજ ઉપાય છે કે થાયમીન યુક્ત પ્રાકૃતિક આહાર. ઘણીવાર આના માટે નોન-વેજ ખાવાની સલાહ પણ ઘણાં આપતા હોય છે. તે મૂર્ખતાભર્યું છે. એનાથી યુરિક એસિડ વધી જાય છે અને એનું પરિણામ ખરાબ આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button