આહારથી આરોગ્ય સુધીઃ અનોખી મલાબાર આમલી

ડૉ. હર્ષા છાડવા
ભારત વિવિધતાથી સમૃદ્ધ દેશ છે. વિભિન્ન ઋતુઓ પોતાના અનોખા રંગ અને સ્વરૂપ સાથે દર વર્ષે આવે છે. દરેક ઋતુમાં નવી નવી ખાદ્ય વસ્તુઓમાં આવે છે. દરેક રાજયમાં વિવિધ પ્રકારના શાકભાજી ફળો અને અન્ય ખાદ્ય-પદાર્થ હોય છે. જે જીવનને રંગભરી અને તાજગીભરી બનાવે છે. જીવન જીવવાનો અનોખો આનંદ અને ઉત્તેજના રહે છે.
ભારતીય ભોજનમાં ખાટી ખાદ્ય વસ્તુઓની વિવિધતા ઘણીય જોવા મળે છે. ખાટી ખાદ્ય વસ્તુઓ ભારતીય વ્યંજનોનો અભિન્ન અંગ છે. જે વ્યજંનોને એક અનોખો સ્વાદ આપે છે. સ્વાસ્થ્ય જાળવવા માટે પાચકરસોને ઉત્તેજીત કરે છે. ખાટા ખાદ્ય પદાર્થ આવશ્યક પોષક તત્ત્વો પ્રદાન કરે છે. સ્વાદ અને સ્વાસ્થ્યના લાભોનું અનોખું મિશ્રણ છે. ઋતુઓ પ્રમાણે દરેક રાજયમાં દરેક પ્રકારની ખાટી ખાદ્ય વસ્તુઓ મળી રહે છે. શિયાળામાં ખાટી પાંદડાવાળી ભાજી પણ ખૂબ મળે છે.
ખાટા ખાદ્ય પદાર્થમાં સ્વાદ સારો હોય છે તેની સાથે તેમાં વિટામિન-સી-ઇ-કે આયરન કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા તત્ત્વો હોય છે. ભારતમાં લીંબુ, કોકમ, વિવિધ પ્રકારની આમલીઓ, ફ્ળો, તેમ જ અન્ય ખાદ્ય પદાર્થ ખૂબ જ મળે છે. આ ખાટા પદાર્થ શરીરમાં પાચન ક્રિયાને મજબૂતી આપે છે.
યાદ રાખો કે આયરનનું અવશોષણ (પાચન થવું) ત્યારે જ થાય છે. જયારે ખટાશ લેવામાં આવે. જેમ કે પાલકને પચાવવા કે તેનું આયરનનું શોષણ શરીર ત્યારે જ કરે જયારે તેને લીંબુ કે આમલી નાખી ખાવામાં આવે છે. પાલકને જયારે રાંધવામાં આવે ત્યારે નોન હીમ-આયરન વધી જાય સાથે ઓકસાલિક એસિડ ઉતપન્ન થાય છે જે આયરનનું શોષણ થવા દેતો નથી. જયારે તેમાં લીંબુ કે આમલી કે અન્ય ખાદ્ય પદાર્થ નાખવામાં ત્યારે જ આયરન શરીરને મળે છે.
લીલી હળદરને પચાવવા માટે પણ મરી અને લીંબુની જરૂર પડે છે. એટલે ફકત સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય જાળવવા માટે આવા સંયોજનની જાણકારી હોવી જરૂરી છે. ઘણાય દર્દી પૂછતા હોય છે અમે ઘણીય સારી ખાદ્ય વસ્તુઓ ખાઇએ છીએ. પણ પરિણામ આવતું નથી. માટે સંયોજન જાણવા જરૂરી છે.
ચહા-કોફીમાં પોલિફિનોલ્સ હોય છે જેના કારણે આયરન અને કેલ્શિયમનું અવશોષણ થતું નથી તે બગડી જાય છે. ચહા-કોફી ન પીવી. ઘણીયે ખાટી વસ્તુઓના સંયોજનથી ચયાપચન વધી જાય અને લોહી બહુ ઝડપથી બને છે. ખરાબ ખાદ્ય પદાર્થ કેમિકલ કે રિફાઇન્ડ કે પ્રીઝર્વવેટિવ વાળા પદાર્થ ખાવાને લીધે શરીરમાં સોજા આવે છે. ખટાશ ખાવાથી નહીં, સોજા આવ્યા પછી ખટાશનું પાચન થતું નથી તેથી ન ખવાય. એ ભ્રમણા કાઢી નાખો કે ખાટું ખાવાથી સોજા આવે છે.
ખાટા ફળો કે અન્ય ખાટી વસ્તુઓ વિશે અગાઉના લેખમાં માહિતી આપી છે. આજે મલાબાર આમલી જે કેરળ અને કર્ણાટક રાજ્યના કોસ્ટલ (દરિયાઇ) ભાગમાં જોવા મળે છે. જેને પૉટ આમલી, મલાબાર કાલી ઇમલી કે કુડમ્પુલી આમલી કહેવાય છે જે વજન ઘટાડવા માટે પ્રખ્યાત છે. વજન ઘટાડવાના સપ્લિમેન્ટ તરીકે એક ઘટકના રૂપમાં ઉપયોગ થાય છે. બ્લ્ડ સુગરને ઝડપથી સુધાર કરે છે. આ પહેલા ગ્રીન રંગનું પછી બેંગની રંગનું ફળ છે. સુકાવ્યા પછી કાળા રંગનું હોય છે.
મલાબાર કાળી આમલીમાં હાઇડ્રોકસીસિટ્રિક એસિડ હોય છે જે કાર્બોહાઇડ્રેડનું પાચન કરી બ્લડ સુગર વસા (ચરબી) કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લીસરાઇડનું નિયંત્રણ કરે છે. હૃદયની બીમારીનું જોખમ થતું નથી. આ આમલી સેરોટ્રેનિન હાર્મોનનું સ્તર વધારી દે છે જે ખુશીનો હાર્મોન છે. જેના કારણે ડિપ્રેશન કે અવસાદથી બચાવે છે. ડર-ગભરાટ થતો નથી. ઊર્જા જળવાઇ રહે છે. સાઇટ્રેટ લાઇસેઝ્ડ નામક એન્ઝાઇમ જે ભૂખને કાબૂમાં રાખે છે અને જેના કારણે શરીર પર ભાર લાગતો નથી અને લચીલું બને છે. સોજાને સારું કરે છે. શરીરમાં પાણી ભરવાની સમસ્યા નથી થતી. ફાઇટોકેમિક્લ્સફેટ જે અલ્સરથી બચાવે છે. બોડીને ડિટોકસીફાઇડ કરીને હાડકાંને મજબૂત બનાવે છે. નિંદરની ક્ષમતા સારી કરે છે. માથાનો દુ:ખાવો કે બેચેનીની સમસ્યા રોકે છે. એસિડિટી માટે ઉત્તમ ઇલાજ છે.
એચ પાયલોરી સંક્રમણ માટે ઉપયોગી છે. એન્ટિ બાયોટિક લેવાની જરૂર પડતી નથી. આ વર્તમાન શોધ છે. ત્વચાના સંક્રમણ પણ દૂર કરે છે.
આ આમલીનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સાંભાર, કરી, સૂપ, ચટણી, ઉકાળો બનાવી કરી શકાય છે. નાળિયેરના દૂધમાં નાખી સોલકરી બનાવી શકાય છે. જેમ અન્ય આમલીનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે કરી શકાય. ભારતમાં લગભગ પંદર જેટલી અલગ અલગ આમલીઓ મળે છે.
ભારતીય પારંપરિક વ્યંજનોમાં આમલીનો ઉપયોગ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પારંપરિક ભોજનના સંયોજન એ આપણા વડીલોની સૂઝબૂજને કારણે આપણા માટે વરદાનરૂપ છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ શું છે આ પોપકોર્ન બ્રેન સિંડ્રોમ?



