તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ સફેદ ચરબી (ફેટ) પર નિયંત્રણ જરૂરી…

ડૉ. હર્ષા છાડવા

શરીરમાં મુખ્ય રૂપથી ચરબી (ફેટ) ત્રણ પ્રકારે હોય છે. સફેદ વસા (વાઈટ ફેટ), ભૂરી વસા (બ્રાઉન ફેટ) અને બેજ વસા (હલ્કી પીળી ફેટ) છે તેમ જ આંતરડાની ચરબી વિસરલ ફેટ જે ખતરનાક છે તે અગાઉના લેખમાં આપ્યું હતું. ચરબી (ફેટ) શરીર માટે મહત્ત્વપૂર્ણ છે. સુરક્ષા પણ કરે છે.

ચરબીની અધિકતા કે તેનું અતિ ખરાબ થવું એ સ્વાસ્થ્ય માટે ખરાબ છે કે રોગોનું નિમંત્રણ છે. ચરબી (ફેટ)ને નિયંત્રણમાં રાખવી જરૂરી છે તેમ જ તેમાં બગાડ થવો એ આજના વિકસિત અને વિકાસશીલ દેશો માટે એક મોટી સ્વાસ્થ્ય સમસ્યાના રૂપમાં દેખાય છે. આ પ્રત્યે લોકોમાં ખૂબ જ મોટી સુસ્તી છે. દુનિયાના દરેક ખૂણામાં લોકો દવા શોધે છે. સ્વાસ્થ્ય સારું રાખવાની પ્રાકૃતિકતાને ગેરવલ્લે કરે છે.

ત્રણેય ચરબી ફેટ કે વસા અલગ અલગ કામ કરે છે. મુખ્યરૂપથી સફેદ વસાનું વધવું એ સમસ્યા છે. સફેદ વસા એ ઊર્જાનો ભંડાર છે. એનર્જી સ્ટોરેજ છે. જે મોટી ગોળ કોશિકાઓમાં એક મોટું ચરબીનું ટીપું છે. આ વસા ચાલતી વખતે પગ પર હલતી રહે છે. કમરની આસપાસ ચપટીમાં પકડી શકાય છે. જે પેટ, નિતંબ (જાંઘ), ચહેરા પર, ચામડીની નીચે લટકતી રહે છે. જે અનાકર્ષક લાગે છે એટલે કે બેડોળ લાગે છે.

આ વસાનું નિયંત્રણ જરૂરી છે. જે એડિપોનેકિટનનું ઉત્પાદન ધીમું કરે છે. જેથી અધિક જાડાપણું, ડાયાબિટીસ ટાઈપ ટુ તેમજ બાળકોમાં T1DM (ટાઈપ વન ડાયાબિટીસ મેલટાઈસ), સારા કોલેસ્ટ્રોલનું બગડવું. (H.D.L.નું ખરાબ થવું), ટ્રાયગ્લીસરાઈડનું વધવું. હાઈ બી.પી. શરીરના અંદરના અવયવ પર સોજા, હાર્મોન અને પ્રોટીનના સ્ત્રાવને પ્રભાવિત કરે છે તેમ જ તેની ગુણવત્તા બદલી નાખે છે અથવા ખરાબ કરે છે. હૃદય રોગની સમસ્યા, ચયાપચનના વિકાર, તેમ જ ઈન્સ્યુલિન પ્રતિરોધ થવું, શરીર અક્કડ થવું, આંખોની સમસ્યા, કાન સાંભળવાનું ઓછું થવું જેવી સમસ્યાઓનો ઉદ્ભવ થવો.

ભૂરી વસા (બ્રાઉન ફેટ) જે માઈટોકોન્ડ્રિયા (ઊર્જા બનાવવાવાળા કોશિકામાં હોય છે જે શરીરની કેલરીને બાળીને શરીરને ગરમ રાખે છે જે મેટાબોલીઝમ (ચયાપચન)ને વધારે છે. રોગોને થવા નથી દેતી. જે ખાદ્ય પદાર્થમાં ભૂરી વસા છે તેનો ઉપયોગ કરવો જેથી સફેદ વસા નિયંત્રણમાં રહે. બેજ વસા (જે હલકીપીળી છે) આ સફેદ વસાની કોશિકાઓની અંદર જ બને છે. કેલેરી બર્ન કરે છે.

સફેદ વસાને નિયંત્રણ માટે શારીરિક કામકાજ કે શારીરિક વ્યાયામ (ઘરના દરેક કામકાજ)થી જ કાબૂમાં રહે છે. શારીરિક વ્યાયામ કરવાથી આઈરીસીન હાર્મોન સ્ત્રાવિત થાય છે. આ એક હાર્મોન રૂપમાં વર્ણિત છે જે ગ્લુકોઝ સંતુલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જે ઈન્સ્યુલિન પ્રતિરોધ, મોટાપો, જૂની બીમારીઓની વચ્ચે, તેમજ જૂની બીમારીઓ વચ્ચે કડી જેવું માનવામાં આવે છે. પાછલા દશકની અધિકાંશ શોધ વસાઉત્તક (એન્ઝાઈમ) અને સોજાની ભૂમિકા પર કેન્દ્રિત રહી છે. ચયાપચનનો સમસ્થિતિમાં માંસપેશીના કાર્યની શિથિલતાનું મહત્ત્વ વધી ગયું છે.

આઈરીસિન જે હાડકાંની માંસપેશીમાંથી સ્ત્રાવિત થાય તેમ જ માયોકાઈમ નામક હાર્મોન સ્ત્રાવિત થાય છે જે ભોજન પછી ગ્લુકોઝનું અવશોષણ અને લિપિડનું ચયાપચનમાં માંસપેશીની ભૂમિકાને ઉજાગર કરે છે. રોગીઓમાં એચ.બી.એ.વન.સી. HbA1c અને વિટામિન ડી વચ્ચે નકારાત્મક સહસંબંધ છે. આને માટે સારું આઈરિસિનનું સ્તર જરૂરી છે તેમ જ ચયાપચનના નિયંત્રણ એટલે કે સારા ગ્લાઈસેમિક ઈન્ડેક્સ નિયંત્રણ અને અસ્થિ સ્વાસ્થ્ય વિટામિન માટેનો સારો સંકેત છે.

જાણી લો કે ગ્લુકોઝ અને આઈરિસિન ચયાપચનની વચ્ચે નકારાત્મક સંબંધ થાય તો ચયાપચન ડાઉન સિંડ્રોમ અને હાઈપર-ગ્લાઈસેમીયાનું જોખમ વધી જાય છે. ચયાપચન મેટાબોલીક સિંડ્રોમની ઉપસ્થિતિ હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ બમણું કરી દે છે. બાળકોમાં સફેદ ફેટ વધવાને કારણે ટાઈપ વન ડાયાબિટીસ મેલાટાઈસ થાય જે શરીરની ઓટો ઈમ્યુનસિસ્ટમને ડીસ્ટ્રોય કરી નાખે છે જેમાં પેનક્રિયાઝમાં ખૂબ જ નાના પ્રમાણમાં અથવા બિલકુલ ઈન્સ્યુલિન પેદા થતું નથી.

આઈરિસિન એ સીધું કોઈપણ ખાદ્યપદાર્થમાં નથી. એટલે કે આઈરિસિન ખોરાક અસ્તિત્વમાં નથી ત્યારે ચોક્કસ ખોરાક અને સંયોજનો આઈરિસિન ઉત્પાદનને ટેકો આપે છે અથવા તેના માર્ગને સક્રિય કરે છે. ઘરના કામકાજ કે વ્યાયામ અથવા સક્રિયરૂપથી શારીરિક કામકાજ આનો સ્ત્રોત વધારે છે. ખોરાકમાં વિટામિન-સી, ફાઈબરયુક્ત ખાદ્યપદાર્થ, સફરજન, ડુંગળી, દ્રાક્ષ, બ્લુબેરી, એલચી, બ્રોકલી જેવા પદાર્થનો ઉપયોગ વધારવો કે સંતુલિન રીતે લેવો. જેથી ચરબી બ્રાઉનિંગ અને ઈન્સ્યુલિન સંવેદન-શીલતાને સુધારવામાં મદદ કરે છે.

શિયાળાની ઋતુમાં મળતા લીલા પાંદડાવાળી ભાજી, શાકભાજીનો વ્યવસ્થિત તેમજ પ્રાકૃતિક ઉપયોગ દરેક પ્રકારની બીમારીના જોખમથી દૂર રાખે છે. કટ બ્રેક ઓન રિફાઈન્ડ કાર્બ, સુગર ડ્રીંક, પ્રોસેસ ફૂડ પર પ્રતિબંધ જરૂરી છે. દિવસે દિવસે હાઈસ્ટે્રસ જે કોરટીસોલને વધારી દે છે જેના પરિણામ આજે દેખાય છે. કોઈપણ દવાથી બીમારી દૂર નહિ થાય, પૈસાનું પાણી થાય છે. હાલના એક ઋષભાયન પ્રોગ્રામમાં એક પ્રોડક્ટ ખૂબ મોટાપાયે વેચાણી જે પ્રીમિક્સ સુપના પેકેટ હતા. આ પ્રોસેસ કરેલા ફૂડથી કેટલીયે બીમારીને નિમંત્રણ છે. તેના વિશે વિચાર કરવો જરૂરી છે. રેડીમેડ ફૂડ હંમેશાં બીમારીને રેડી રાખે છે.

સફેદ ફેટ ઊર્જા સ્ત્રોત છે તે વધી જતાં કે બગડી જતાં પરિણામ ખરાબ જ આવે છે. હંમેશાં દવાની જાંજાળમાં ફસાયેલા રહેવું પડે છે. શારીરિક કામકાજનું મહત્ત્વ સમજવું. આજની સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે. જિમ જરૂર નથી. ઘરના કામકાજ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે તેમ જ આવડતમાં વધારો થાય છે. શરીર લયબદ્ધ રહે છે. પ્રાચીન વખતમાં (જૂના સમયમાં) સ્ત્રીઓ બીમારીથી દૂર હતી. આયુ લાંબી હતી, કારણ કામકાજમાં તેઓ સંકળાયેલી રહેતી. શરીરમાં કોઈપણ પ્રકારની ફેટ કે વ્યાધિઓ નહોતી.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ શિયાળામાં વાયરસના સંક્રમણથી બચાવશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button