ભીની ઋતુમાં હળદર છે રામબાણ ઈલાજ

- વિશેષ – રેખા દેશરાજ
કાચી હળદર કે ફ્રેશ ટર્મરિક રૂટ એક અત્યંત પ્રભાવી અને પારંપારિક હર્બલ ઓષધી છે. ખાસ કરીને ચોમાસાની મોસમમાં સંક્રમણ, અપચો અને ચામડી સંબંધી સમસ્યા વધી ગઈ છે. કાચી હળદરનો દવા તરીકે ભારતમાં સદીઓથી ઉપયોગ કરવામાં આવે છે અને આને ઘણો લાભદાયી માલુમ પડે છે. ચોમાસામાં હળદરથી તંંદુરસ્તીના શું લાભ થાય છે?
ચોમાસામાં સંક્રમણથી બચાવ કરે છે?
કાચા હળદરમાં રહેલું કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટિબેકટરયિલ, એન્ટિવાઈરલ અને એન્ટિફંગલ તત્વ છે. આ તત્વ મોસમ બદલતાં શરદી, ઉધરસ, ખરાબ ગળું અને તાવ વગેરથી રક્ષા કરે છે. વરસાદની મોસમમાં લોકોનું પાચનતંત્ર નબળું થાય છે. ચોમાસામાં હળદરનો ઉપયોગ પાંચન સંબંધી સક્રિયતા વધારે છે. તે બધા પાચન રસને સક્રિય કરે છે. કાચી હળદરનો ઉપયોગથી ગૅસ, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યા નથી થઈ.
પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત કરે છે?
કાચા હળદર એક નૈસર્ગિક ઈમ્યુનીટી બુસ્ટર છે. ચોમાસામાં રોગપ્રતિબંધક ક્ષમતા ઘટતી જાય છે. હળદર તેને ફરી સર્કિય કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ચોમાસામાં હળદરનો ઉપયોગ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આ ચામડીના સંક્રમણ અને ફૂગના રોગથી પણ બચાવે છે. વરસાદમાં ચમાડી પર ગુમડા, સુકી ખંજવાળ અને એથ્લેટ ફૂટ જેવી સમસ્યા છે. કાચી હળદર આ સમસ્યાનું આસાનીથી નિવારણ કરે છે. કાચી હળદરના ઉપયોગથી વરસાદમાં એક વધુ ફાયદો થાય છે. આ ગાંઠ અને સાંધાના દર્દમાં રાહત દે છે. ચોમાસાના દિવસમાં સાંધાના દર્દ વધી જાય છે. હળદરમાં સોજાવિરોધી ગુણ હોય છે. આથી તેના ઉપયોગથી સાંધાના દર્દમાં રાહત આપે છે.
કાચી હળદરનો ઉપયોગ કઈ રીતે?
ચોમાસામાં કાચા હળદરનો ઉપયોગ દૂધ વડે થાય છે. એક કે બે ઈંચના આદુના ટુકડાને છીણીને એક કપ ગરમ દૂધમાં નાખવો જોઈએ.આને મધ સાથે પણ લઈ શકાય. એક ચમચી છીણેલા હળદરમાં એક ચમચી મધ નાખો. વધુ એક ઉપાય એ છે કે કાચી હળદરવાળી ચા અને કાઢા બનાવો. આ માટે આદુ, કાળી મરી, તુલસી અને હળદર નાખી ગરમ કાઢો પીવો લાભદાયક હોય છે. તમે હળદરનો લેપ પણ કરી શકો. જો ફંગલ ઈન્ફેકશન થાય તો હળદરનો લેપ લગાડવાથી તરત જ લાભ થાય છે.
ચોમાસામાં હળદરને શાકભાજી કે ચટણીમાં વાપરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. જો હળદરને આદુ અને કોથમીર સાથે પીસીને ખાવામાં આવે તો વરસાદના તમામ સંક્રમણોથી ફાયદો
થાય છે.
સાવધાની રાખો
એક સાથે ત્રણ-ચાર ઈંચ હળદરનું સેવન ન કરો. આનાથી ગૅસ કે બળતરા થઈ શકે. જે લોકોને પીત્તની સમસ્યા છે એ લોકો હળદરના સેવનમાં સંયમ રાખે. જે લોકો બ્લડ સુગર કે બ્લડ થીનરની દવા લે છે એ લોકો પણ ડૉક્ટરની સલાહ પછી જ હળદરનું સેવન કરે.
આ રીતે હળદર એક પ્રાકૃતિક ઓષધ છે જે ચોમાસમાં પણને અનેક રોગથી બચાવે છે. તે પ્રતિકાર શક્તિ વધારે છે. આથી જ ચોમાસામાં ઊર્જાવાન અને તંદુરસ્ત રહેવા હળદરનું સેવન કરો.
આપણ વાંચો: વૃદ્ધત્વ રોકવા માટે જરૂરી છે કોલેજન પ્રોટીન