મુક્તિનો આનંદ તમારા હાથમાં…!

વ્યસન અને વ્યસનની વિવિધ આડ-અસરો વિશે આપણે આ અગાઉ વિસ્તારથી ચર્ચા કરી ગયા. હવે આગળ એમાંથી મુક્તિ કેમ મેળવવી એ વિશે…
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ મહેતા
સ્નેહીજનોએ વ્યસન છોડાવવા કેવી રીતે મદદ કરવી?
- વ્યસનીને ઘૃણા કે દ્વેષથી ન જોવો.
- વ્યસન છોડવાનો પ્રયત્ન કરતી વ્યક્તિને સતત ઉત્સાહ, પ્રેરણા અને હૂંફ-પ્રેમ આપતા રહેવું.
- વ્યસનીને એવો અનુભવ થવો જોઈએ કે, તમે તેને દિલથી, નિ:સ્વાર્થપણે મદદ કરવા માગો છો.
- જો આપણી મદદમાં વ્યસનીને સ્વાર્થની દુર્ગંધ આવશે, તો આપણી મદદ તેને કાંઈ જ અસર નહીં કરે. કદાચ વ્યસનીને અવળી અસર પણ થઈ શકે.
વ્યસનોને છોડવા માટે આજે વૈકલ્પિક ઘણા વૈજ્ઞાનિક તરકીબો શોધાઈ છે. જેવી કે, ‘નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી’ વ્યસન કરવાથી જે સ્વાદ-આનંદ આવે તેવો જ આનંદ તે થેરાપીથી આવે છે અને તે શરીરને બંધાણ પણ કરતું નથી. વધુ માહિતી માટે ચિકિત્સકની સલાહ લેવી.
વ્યસન મુક્તિ માટે વિવિધ નિકોટિનના ઉપચાર
વ્યસન પહેલાનો અને વ્યસન છોડયા બાદનો લોકોનો આપણા પ્રત્યેનો વ્યવહાર તપાસતા રહેવું. જેથી વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન મળતું રહેશે. વ્યસન દરમ્યાન આપણે જે જે લોકોને શારીરિક કે માનસિક રીતે ઈજા પહોંચાડી હોય તેમની માફી માગી તેમની વધુ નજીક થવાના પ્રયત્નો કરવા.
ધ્રૂમપાન છોડયા બાદ સમય પ્રમાણે થતા ફાયદા
અત્યાર સુધી આપણે વ્યસનોથી થતાં ભયંકર, જીવલેણ રોગ વિશે જોયું-જાણ્યું તથા તે વ્યસનની બેડીમાંથી આઝાદ કેવી રીતે થયું, તે વિશે પણ જાણ્યું. આટલી માહિતી વ્યસનોથી મુક્ત થવા માટે પર્યાપ્ત છે. હવે શું કરવું, એ આપણે વિચારવાનું છે…!! જો હજુ પણ નહીં સમજીએ તો, અંતે પરિણામ એક જ આવશે…
વ્યસન નહીં છોડીએ તો…
વ્યસન આપણને જીંદગી છોડાવી દેશે…!
આપણ વાંચો: તન-મનને તાજગીથી ભરી દેતી મૂલ્યવાન ‘કેસર’



