સ્વાસ્થ્ય સુધા : જલેબી જેવો જ દેખાવ ધરાવતું શ્રેષ્ઠ ફળ જંગલ જલેબી

- શ્રીલેખા યાજ્ઞિક
શું આપને જલેબી ભાવે? 99 ટકા વાંચકોનો જવાબ સકારાત્મક હશે. કેમ સાચી વાતને? જલેબી ખાવાની મજા તો ઘણી જ આવે પરંતું તે રોજે રોજ તો ના જ ખવાયને… તો….ચાલો, આજે જલેબીના તંદુરસ્ત પર્યાય વિશે જાણકારી મેળવી લઈએ.
પ્રાચીન કાળથી જંગલ જલેબી કે ગંગા જલેબી ભારતમાં પાકે છે. આયુર્વેદમાં તેને `અમૃત સમાન’ ફળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઔષધી તરીકે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જંગલ જલેબીને અંગ્રેજીમાં મદ્રાસ થોર્ન, મંકીપૉડ ટ્રી કે મનીલા ઈમલીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય ભાષામાં વિલાયતી આમલી, ગંગા જલેબી, મીઠી આમલી કે ગંગા આમલી જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે.
ગામના પાદરે તથા જંગલમાં તેના કાંટાવાળા વૃક્ષો આપમેળે ઊગી નીકળતાં હોય છે. વૃક્ષમાં કાંટા વધુ હોવાથી ફળને તોડતી વખતે સર્તક્તા રાખવી પડે છે. દેખાવમાં આકર્ષક હોય છે. પરંતુ સ્વાદમાં થોડી મીઠાશની સાથે તુરાશ ધરાવતાં ગર કે માવો હોય છે. તેના ફળ જલેબી આકારના હોવાથી તેને જંગલ જલેબી તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ -મેં માસમાં તેના ફળ ઊગી નીકળતાં હોય છે. શહેરમાં આ ફળ ઘણાં ઓછા જોવા મળે છે. ગામથી લાવીને શહેરમાં વેચાતા મળે કે કોઈ હિલસ્ટેશનમાં આ ફળ વધુ જોવા મળે છે. વટાણાના વૃક્ષ જેવા જ ગોરસ-આમલીના ઝાડ જોવા મળે છે. ઝૂમખાંમાં વૃક્ષ ઉપર લટકતી હોય છે.
આ પણ વાંચો: આરોગ્ય પ્લસ : બાળરોગની કક્કો બારાખડી જાણી લો
ગોરસ આમલી તરીકે ગુજરાતીમાં તે ઓળખાય છે. કાચી હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે. પાકી જાય ત્યાર બાદ તેનો રંગ ગુલાબી કે લાલ દેખાય છે. એક આમલીમાં 4-5 નાના નાના ગર જોવા મળે છે. વચમાં સંકળાયેલું બી રંગમાં કાળું હોય છે. પાકી ગયા બાદ તેમાં એક આગવી મીઠાશ સમાયેલી જોવા મળે છે.
ગંગા જલેબીમાં સમાયેલાં પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, વિટામિન સી, પોટેશ્યિમ, મૈગ્નેશ્યિમ, કાર્બોહાઈડે્રટસ્ તથા પ્રોટીનની માત્રા ભરપૂર સમાયેલી જોવા મળે છે. રાઈબોફ્લેવીન તેમાં સમાયેલું છે. ઊનાળામાં તેનો પાક ભરપૂર થતો હોય છે. તેનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી શરીરને ગજબના લાભ મળે છે. સૌ પ્રથમ તેનો પાક મેક્સિકોમાં થયો હતો. ત્યારબાદ ધીમે ધીમે વિશ્વમાં તેના ગજબ સ્વાદને કારણે તેની જાણકારી વધવા લાગી.
જંગલ જલેબીના સ્વાસ્થ્યવર્ધક લાભ
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી : ડાયાબિટીસના દર્દીઓ માટે જંગલ જલેબીનું સેવન લાભકારક ગણાય છે. ગંગા જલેબીના ફળમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ઍન્ટિ-બાયોટિક પ્રોપર્ટીઝ હોય છે. તેના માવાનું સેવન કરવાથી ડાયાબિટીસની વ્યાધિમાં રાહત મળી રહે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
ઍનિમિયાની વ્યાધિમાં લાભકારક : ગોરસ આમલીમાં આયર્નની માત્રા વધુ હોય છે. જેથી શરીરમાં લોહીની ઊણપ હોય તેને દૂર કરવામાં ઉપયોગી બને છે. જેમને વારંવાર શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તેમને માટે ગોરસ-આમલીનો આહારમાં ઉપયોગ કરવા જેવો છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લાભકારક: જંગલ જલેબીનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કેમ કે તેમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે. જે શરીરમાં પહોંચીને ઍન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. જેને કારણે ચેપી રોગની સામે રક્ષણ પુરું પાડે છે.
પાચનશક્તિમાં સુધારો થાય છે: ગંગા જલેબીનું સેવન ભોજન બાદ કરવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. ભોજન બાદ વારંવાર ચૂક આવવી, અપચો કે આફરો ચઢી જવાની તકલીફથી છૂટકારો મળી શકે છે.
આ પણ વાંચો: મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!
ખરાબ કૉલેસ્ટ્રોલને વધતું રોકે છે : ગોરસ-આમલીમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે. જે ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. વળી પોટેશ્યિમનું પ્રમાણ સમાયેલું હોવાથી હૃદયરોગની વ્યાધિ ધરાવતાં લોકો માટે ફાયદાકારક ફળ ગણાય છે. જંગલ જલેબીનું સેવન કરવાથી લોહીમાં ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રા હોય તેને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. હૃદય સંબંધિત વ્યાધિ જેવી કે હાર્ટ એટેક, અચાનક છાતીમાં દુખાવો કે બળતરાની તકલીફથી બચી શકાય છે. કેમ કે ગંગા આમલીમાં પોટેશ્યિમની માત્રા વધુ હોય છે.
સોજાને ઘટાડવામાં લાભકારક : જંગલ જલેબીમાં ઍન્ટિ-ઈન્ફલેમેટરી ગુણ સમાયેલાં છે. લોહીમાં યુરિક એસીડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી સાંધાના દુખાવાથી બચી શકાય છે.
જંગલ જલેબીને આહારમાં સમાવવાથી ત્વચાની ચમક વધે છે. કેમ કે તે ત્વચાને પૂરતાં પ્રમાણમાં ઑક્સિજન તથા લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદ કરી શકે છે. માઈક્રો-બૅક્ટેરિયલ ગુણ સમાયેલાં હોવાથી આંખની તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે બ્લડ સેલને વધારવામાં મદદ કરે છે.
કઈ રીતે તેનું સેવન કરવું? ગોરસઆમલી એક ફળ છે. તેનું સેવન ભોજન બાદ એક ફળ તરીકે કરી શકાય છે. સાદી આમલીમાં જોવા મળતાં બીજ જેવા જ બીજ ગંગા આમલીમાં હોય છે. આ બીજનો રંગ કાળો હોય છે. તેને કાઢી લેવા. અનેક લોકો ગોરસ-આમલીનો મુરબ્બો બનાવીને લાંબા સમય સુધી તેનો આસ્વાદ માણવાનું પસંદ કરે છે. ગોરસ-આમલીનું ચટપટું શાક, ચટણી, પકોડા તથા રાઈતું સ્વાદિષ્ટ બને છે.
જંગલ જલેબીનું રાઈતું: સામગ્રી : 1 વાટકી લાલ પાકેલી જંગલ જલેબી છોલીને બીજ કાઢેલી, 1 વાટકી સફેદ પાકેલી જંગલ જલેબી, 250 ગ્રામ તાજું ઘટ્ટ દહીં, 5-6 નંગ ફૂદીનાના પાન, શેકેલું જીરૂ 1 નાની ચમચી, 1 મોટી ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નંગ કાપેલું લીલું મરચું, સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત : સૌ પ્રથમ જંગલ જલેબીને છોલીને બીજ કાઢી લેવાં. તેને ઝીણી સમારી લેવી. હવે એક મોટા બાઉલમાં ઘટ્ટ દહીં લેવું. તેને બરાબર ઝરણીથી ભેળવી દેવું. દહીંમાં સાકર, મીઠું, ફૂદીનાના પાન ઝીણા સમારેલાં, લીલું મરચું વગેરે ભેળવવું.
ત્યારબાદ તેમાં સફેદ તથા લાલ જંગલ જલેબીના ટુકડાં ભેળવવાં બરાબર ભેળવીને કોથમીરથી સજાવીને ગરમા-ગરમ પરાઠા કે રોટલી સાથે ઠંડા-ઠંડા રાઈતાનો સ્વાદ માણવો.સમયે પોલીસને ૬૭૦૦ રૂપિયા રોકડાં અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
પોલીસે ૪૧ લાખનું કોકેઈન, ૨૦૦ રૂપિયાનું બે ગ્રામ અફીણ, પાંચ લાખની કાર, ૯૯૦૦ રોકડાં રૂપિયા, દસ હજારના બે ફોન મળી કુલ ૪૬.૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે સરકાર તરફે માનકૂવા પોલીસ મથકે એનડીપીએસ એક્ટની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે.