તરોતાઝા

બાળકની જેમ વાપરો-યુવાનની જેમ આપો ને વડીલની જેમ બચાવો

ગૌરવ મશરૂવાળા

cજીવનના ત્રણ તબક્કા-બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા-સાથે સાંકળવામાં આવી હતી.

બાળક હંમેશાં પોતાનામાં રચ્યુંપચ્યું હોય છે. એના માટે બધા અનુભવ નવા છે, માણવાલાયક છે. આપણે એને કેળું આપીશું તો કોણ પોતાને જોઈ રહ્યું છે કે કોણ શું ખાઈ રહ્યું છે તેની પરવા કર્યા વિના એ કેળું ખાવામાં પડી જશે. કેળું ખાવાની ક્રિયામાંથી એ સંપૂર્ણ આનંદ મેળવશે. એ નહીં દુનિયાની ફિકર કરે, નહીં સરખામણીમાં પડે કે નહીં કોઈને પ્રભાવિત કરવાની કોશિશ કરે.

એ તો બસ, પોતાની પાસે જે કંઈ છે એનાથી ખુશ રહેશે. આપણે આપણી કમાણીને આ રીતે વાપરવી જોઈએ. આપણી પાસે જે કંઈ છે એને પોતાના માટે તેમ જ સ્વજનો ને પ્રિયજનો માટે વાપરવું જોઈએ. સાથેસાથે એ વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે વાપરતી વખતે આપણને ભરપૂર આનંદ મળતો રહે.

યુવાની બેફિકરાઈનું પ્રતીક છે. યુવાની એટલે જોખમ ઉઠાવવું, કશું પણ કરવા માટે હરહંમેશ તૈયાર રહેવું. જરૂરિયાતમંદને કે સમાજને જરૂર પડે તો બિન્દાસ બનીને તેમની મદદ કરો. બધી કમાણી બીજાઓ પાછળ ખર્ચાઈ જશે તો મારું ને મારા ઘરનાઓનું શું થશે એવું ન વિચારો. બીજાઓની મદદ કરવામાં સૌથી આગળ રહો અને આ કામ ઉત્સાહપૂર્વક કરો. ભગવાન ઉપર ભરોસો રાખો. જો તમે બીજાઓને સહાય કરશો તો જરૂર પડ્યે તમને પણ સહાય મળી રહે એનું ભગવાન ચોક્કસ ધ્યાન રાખશે અને જો ભગવાન સહાય નહીં કરે તો બીજા કોઈની મદદ કામમાં નહીં આવે.

છેલ્લે, પૈસા બચાવવાની વાત આવે ત્યારે વડીલની જેમ વર્તો. સાવધાની, પરિપક્વતા, ધીરજ અને ડહાપણ એ વૃદ્ધાવસ્થાનાં લક્ષણો છે. પૈસા બચાવવાના મામલામાં આ તમામ ગુણની જરૂર પડે છે. નાણાંનું રોકાણ કરતી વખતે સાવચેત રહેવું પડે છે અને પરિપક્વતાથી વ્યવહાર કરવો પડે છે. આપણે પોન્ઝી સ્કિમોથી ભરમાઈ જઈએ તે ન ચાલે. રોકાણ કર્યા પછી તમામ કાગળિયાંને કાળજીપૂર્વક સાચવી રાખવા જોઈએ. ત્યારબાદ ધીરજ રાખીને રોકાણને વધવા દેવું જોઈએ.

આમ, ખર્ચવું, આપી દેવું અને રોકાણ કરવું- આ ત્રણેય પ્રવૃત્તિઓ કમાણી વડે કરી શકીએ છીએ. કમાણીનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે આ ત્રણેય પ્રવૃત્તિ કરવી જોઈએ. ત્રણ પાયાવાળા ટ્રિપોડ જેવી આ વાત છે. ટ્રિપોડના ત્રણેય પાયા સંતુલનમાં રહેવા જોઈએ. ત્રણમાંથી એકેય પાયાનું વત્તું-ઓછું મહત્ત્વ નથી. આપણે ખુદની અને સ્વજનો-પ્રિયજનોની જરૂરિયાતો તેમ જ આનંદપ્રમોદ માટે કમાણી વાપરવી જ જોઈએ.

સમાજને મદદરૂપ બનવાની આપણી ફરજ છે. એ જ લોકોની સંપત્તિ ટકે છે જે ગરીબો, કલાકારો, શિક્ષકો, વડીલો, અનાથ બાળકો, વગેરેને સહાયરૂપ બન્યા હોય. યાદ કરો એ પરિવારો અને ઉદ્યોગગૃહોને જે લાગલગાટ કેટલાય દાયકાઓથી ધનાઢ્ય રહી શક્યા છે. આ એ પરિવારો અને ઉદ્યોગગૃહો છે જેમણે હંમેશાં સમાજના કલ્યાણ માટે કામ કર્યું છે. અને છેલ્લે, પૈસા બચાવો. ભવિષ્યની જવાબદારીઓ અને અનિશ્ર્ચિતતાઓ માટે બચત કરો. બચત કરવી એટલે પોતાની જાતને ભવિષ્ય માટે સજ્જ કરવી.

યોગિક વેલ્થ: મોટે ભાગે અવિચારીપણે કરેલા ખર્ચ બદલ પાછળથી પસ્તાવો થતો હોય છે. આ પ્રકારના ખર્ચ સંપત્તિનાશક છે. આપણે આપણા મનમાં જાગતી ઈચ્છાઓ પર અંકુશ મૂકવો જ જોઈએ.

આ પણ વાંચો…સવાલ અનેક છે- જવાબ અનેક છે, છતાં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button