તરોતાઝા

ફાઈનાન્સના ફંડા: સુકન્યા સમૃદ્ધિ યોજના આ પણ જાણી લો, અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા…

-મિતાલી મહેતા

ગયા અઠવાડિયે, આપણે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (SSY) વિશે વાત શરૂ કરી. ખાતું ખોલાવવા માટેની પાત્રતાથી લઈને બીજા અનેક મુદ્દા આપણે જોયા. આજે બાકીની કેટલીક અગત્યની વાત જાણી લેવી જરૂરી છે.

આ SSY હેઠળ ઓફર કરવામાં આવતો વ્યાજદર સરકારી સિક્યોરિટીઝની ઊપજના આધારે સરકાર નક્કી કરે છે. વર્તમાન વ્યાજ દર 8.2% રાખવામાં આવ્યો છે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ આધારે કરવામાં આવે છે. આ રીતે ગણવામાં આવેલું વ્યાજ નાણાકીય વર્ષના અંતે એકવાર ખાતામાં જમા કરવામાં આવે છે.

ન્યૂનતમ ડિપોઝિટ રકમમાં ડિફોલ્ટ:
વ્યક્તિએ પંદર વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછી રૂ. 250 ની રકમ જમા કરવી જરૂરી છે. હવે, જો લઘુતમ ડિપોઝિટ કરવામાં આવે નહીં તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. એકાઉન્ટ સક્રિય કરવા માટે જમા કરવાની રકમની સાથે રૂ. 50નો દંડ ભરવો પડે છે. જો આ દંડ પણ ચૂકવવામાં આવે નહીં તો જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી.
આવી સ્થિતિમાં, ડિપોઝિટની સંપૂર્ણ રકમ પર ઓછા દરે વ્યાજ ચૂકવવામાં આવશે, અર્થાત્ નિશ્ર્ચિત વ્યાજદર લાગુ નહીં પડે, સેવિંગ્સ ખાતામાં મળતો વ્યાજદર લાગુ પડશે

આ પણ વાંચો: ફાઈનાન્સના ફંડા: સુક્નયા સમૃદ્ધિ યોજના

SSY એકાઉન્ટમાંથી મુદત પૂર્વે ઉપાડ:

આ યોજના હેઠળ મુદત પૂર્વે ઉપાડ માત્ર અમુક પરિસ્થિતિઓમાં અને અમુક શરતોના આધારે જ માન્ય છે, જે આ મુજબ છે:

1) કન્યા 18 વર્ષની થઈ જાય પછી જ એકાઉન્ટમાંથી આંશિક ઉપાડની મંજૂરી છે.

2) ધારક કુલ બચતના, એટલે કે દીકરીનાં લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણના હેતુને પૂર્ણ કરવા માટે પાછલા નાણાકીય વર્ષના અંતે ખાતામાં ઉપલબ્ધ બેલેન્સના 50% સુધી ઉપાડી શકે છે. 3) આંશિક ઉપાડની સુવિધા મેળવવા માટે, વ્યક્તિએ SSY ખાતાની પાસબુક સાથે યોગ્ય રીતે ભરેલું ઉપાડ ફોર્મ જ્યાં એકાઉન્ટ હોય એ બેન્ક અથવા પોસ્ટ ઑફિસની શાખામાં સુપરત કરવું આવશ્યક છે.

4) જો ઉચ્ચ શિક્ષણના હેતુ માટે ઉપાડ કરવામાં આવ્યો હોય તો ઉપાડ માટેની અરજી સાથે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નિશ્ર્ચિત થયાનો દસ્તાવેજી પુરાવો અથવા ફીની સ્લિપ બીડાણમાં હોવી જોઈએ. ક્ધયાએ એનું શિક્ષણ દસમા ધોરણ સુધી પૂર્ણ કર્યું હોવું પણ જરૂરી છે.

5) નિર્ધારિત નિયમો અનુસાર, નિર્દિષ્ટ મર્યાદા અને ફી અથવા અન્ય શુલ્કની શરતોને આધીન રહીને મહત્તમ 5 વર્ષ માટે દર વર્ષે મહત્તમ એક ઉપાડ કરી શકાય છે.

આ પણ વાંચો: ફાઈનાન્સના ફંડા : વરિષ્ઠ નાગરિક બચત યોજના જાણી લો, બીજા કેટલાક મહત્ત્વના મુદ્દા

SSY એકાઉન્ટ મુદત પૂર્વ બંધ કરાવવું:

આ એકાઉન્ટ માત્ર અહીં દર્શાવેલા સંજોગોમાં મુદત પૂર્વ બંધ કરાવી શકાય છે:

1) જ્યારે બાળક બિન-નિવાસી અથવા બિન-નાગરિક બને છે, ત્યારે ખાતું આપમેળે બંધ થઈ જાય છે. જો કે, સ્ટેટસમાં ફેરફાર થયાના એક મહિનાની અંદર ફેરફારની જાણ સંબંધિત બેન્ક અથવા પોસ્ટ ઓફિસને કરવાની જરૂર હોય છે.

2) આ ખાતું અકાળે બંધ કરવાની મંજૂરી ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પછી આપી શકાય છે. જો કે, કોઈ તબીબી કટોકટી અથવા જીવન માટે જોખમી સ્થિતિ હોય તો જ આ ઉપાડની મંજૂરી માત્ર કરુણાના ધોરણે આપવામાં આવે છે.

3) જો ખાતું અન્ય કોઈ કારણોસર સમય પહેલાં બંધ કરાવી દેવાય, તો જજઢનો વ્યાજ દર લાગુ થશે નહીં. તે કિસ્સામાં, બચત ખાતાનો વ્યાજ દર થાપણો પર લાગુ થશે.

4) કન્યાના મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરીને ખાતામાં રહેલી રકમ ઉપાડી શકાય છે.

5) કન્યા 18 વર્ષની થઈ જાય પછી એનાં લગ્ન માટે એકાઉન્ટ મુદત પહેલાં બંધ કરી શકાય છે. આ સંબંધેની અરજી લગ્નના એક મહિના પહેલાં અને લગ્ન પછીના 3 મહિનાની વચ્ચે, એની ઉંમરના પુરાવા અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે શાખામાં સુપરત કરવી જરૂરી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button