આરોગ્ય પ્લસઃ આત્માની બારી આંખ: આંખને પજવતી અમુક બીમારી…

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
સર્જનહારે આપણી કાયાને અનેક અંગ-અવયવ આપ્યાં છે. એ દરેક એક યા બીજી રીતે આપણા શરીર માટે ઉપયોગી છે. એમાંથી આંખ આપણા માટે કેટલી ઉપયોગી છે એ વિશે આપણે અહીં ગયા અઠવાડિયે જોઈ ગયા. આંખની કેમ સંભાળ રાખવી એ વિશે પણ આપણે જાણ્યું. આજે જાણીએ આંખની પજવતી કેટલીક બીમારી કે તકલીફો વિશે, જેમકે…
આંખ આવવી
આંખો આવવાનાં મુખ્ય કારણો અને તેનાં લક્ષણ :
બેકટેરિયાના રોગવાઇરસનો ચેપ
*ખૂબ જ ચેપી
*આંખોમાંથી પાણી પડવું.
*એક આંખમાંથી બીજી આંખમાં ચેપ ફેલાઇ શકે છે
*ચેપી
*આંખોમાંથી ચીપડા, પરું નીકળવું
*એક આંખમાંથી બીજી આંખમાં ચેપ ફેલાઇ શકે છે
એલર્જી
*ચેપી નથી
*નાક બંધ થઇ જવું, છીંકો આવવી.
*આંખોનો નીચેનો ભાગ વધુ લાલ થવો.
*ધૂળ, માટી, શેમ્પુ, કેમિકલ વગેરેની એલર્જીના કારણો
આંખો આવવાના ત્રણે પ્રકારના સામાન્ય લક્ષણ
*આંખો લાલ થઇ જવી અને ખંજવાળ આવવી.
*આંખોથી ધૂંધળું-આછું દેખાવું.
*આંખોમાંથી પાણી આવવું અને આંખો દુ:ખવી
*તડકામાં કે અતિ પ્રકાશમાં આંખો અંજાઇ આવી
આવે વખતે શું સાવધાની રાખવી?
*ઉપરોકત કોઇ પણ કારણોસર આંખો આવી હોય ત્યારે પથી છ દિવસમાં આપોઆપ રાહત થઇ જાય છે. માટે તેને વધુ ગંભીર ન લેતા, ધીરજ રાખવી, તેમ છતાં વધુ દુ:ખાવો થાય કે પસ નીકળે તો ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી.
*આંખો આવી હોય ત્યારે કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા.
*હાથ ધોયા વિના આંખના કોઇ પણ ભાગને સ્પર્શ ન કરવો.
- દર્દીની સામે સીધી નજરે ન જોવું. તેનાથી ચેપ લાગી શકે છે.
*દર્દીએ આંખોમાંથી નીકળતા પાણી કે પરુને સાફ કરવા વાપરેલ કપડાને ગરમ પાણીમાં ધોઇ, શકય હોય તો ઇી કરીને વાપરવા. જેથી કપડાં દ્વારા અન્યને ચેપ ન ફેલાય. તે કપડાં શકય હોય ત્યાં સુધી અન્ય વ્યક્તિઓએ વાપરવા નહીં.
*શકય હોય તો આંખોને આરામ મળે તથા બીજાને ચેપ ન લાગે તે માટે ગોગલ્સ, સાદા ચશ્માં પહેરી રાખવા.
*ભારે પ્રકાશવાળા પદાર્થો તરફ કે સૂર્યગ્રહણ આંખો વડે જોવું નહીં.
*8-10 કલાક સતત પુસ્તક વાચન કરવું કે ટી.વી. અથવા કોમ્પ્યુટર પર કામ કરવું નુકસાનરકારક છે.
આંખો આવી હોય તેના ઉપચાર
1) ત્રિફળાનો ઉકાળો કરી ગાળી તેનાં ટીપાં આંખમાં નાખવાં તથા ત્રિફળા ચૂર્ણ 1 ચમચી મધ અને ઘીમાં લેવું.
2) મોટી હરડે તથા ફટકડીનો ઝીણો પાઉડર કરી શુદ્ધ પાણીમાં ટીપાં બનાવી નાખવાં.
3) ગુલાબ જળના અથવા કોથમીરના રસના ટીપાં આંખમાં નાખવાં.
4) સરગવાના પાનનો રસ મધમાં મેળવીને આંજવો.
5) એક ચમચીનો ચોથો ભાગ મધ અને ચોથો ભાગ પાણી બંને ભેગું કરીને 2-2 ટીપાં સવાર-સાંજ આંખોમાં આંજવા.
6) આંખો ઉપર હૂંફાળા અથવા ઠંડા પાણીનો શેક કરવો.
7) આંખમાં દિવેલ આંજવું.
આંજણી
- આંજણી : પાંપણની ઉપર બહાર કે અંદર લાલ ઉપસેલો નાના દાણા જેવો ભાગ, કે જે જોવામાં ખીલ કે ગૂમડાં જેવો લાગે. તે પરુથી ભરેલ હોય છે અને તે ઘણીવાર પોતાની રીતે અઠવાડિયામાં મટી જાય છે.
આંજણીના ઉપચાર
1) દિવસમાં 2થી 3 વાર કપડાને હુંફાળા પાણીમાં બોળી-નીચોવીને તેનો બંધ આંખ ઉપર પાંચ મિનિટ શેક કરવો. શેક કર્યા બાદ આંજણી ઉપર દિવેલ લગાવવાથી ખૂબ જ રાહત મળે છે.
2) જયાં આંજણી થઇ હોય ત્યાં કુંવારપાઠાનું લાબરું દિવસમાં 4થી 5 વાર, 20-20 મિનિટ સુધી લગાવી રાખવું.
3) બેથી 3 ચમચી હળદરને પાણીમાં 10 મિનિટ ઉકાળી, તેને ગાળીને તે પાણી દ્વારા આંજણી થયેલ આંખને ધોવી.
4) એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખી સૂતાં પહેલાં પીવું.
5) એક ચમચી આખા ધાણાને પાણીમાં 10 મિનિટ ઉકાળી, તેને ગાળીને તે પાણી દ્વારા આંજણી થયેલ આંખને ધોવી.
6) મરી અથવા એલચીના દાણાને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલ્દી પાકીને ફૂટી જાય છે.
7) આંખમાં આંજણી થાય ત્યારે આંબાના લીલા પાનના રસનું ટીપું આંજણી પર લગાડવું.
8) ચણોઠીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લગાડવા.
આંખમાં બળતરા કે લાલશ
એનાં કારણ :
*કમ્પ્યુટર સ્ક્રીન કે ટી. વી. સામે લાંબો સમય સુધી એકધારુ જોઇ રહેવાથી.
*વધુ પડતા ઉજાગરા કરવાથી.
*લાંબા સમય સુધી સતત વાંચવાની આદત હોવાથી.
*વધુ પડતી ગરમીનું સેવન કરવાથી.
*શરીરમાં થાકનો અનુભવ થવાથી.
*ધૂળ, માટી, પરાગરજ, અત્તર, શેમ્પુ, કેમિકલ વગેરેની એલર્જી હોવાથી.
*વધુ મસાલેદાર કે ગરમ ખોરાક ખાવાની ટેવથી.
બળતરા કે લાલાશનો ઉપચાર
1) ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણી આંખોમાં છાંટવાથી આંખોની બળતરા અને લાલાશ દૂર થાય છે.
2) ગુલાબજળનાં ટીપાં આંખોમાં સવાર-સાંજ નાખવાં.
3) આંબળાના પાણીથી આંખો ધોવી.
4) આંખમાં ઘી આંજવાથી આંખની લાલાશ દૂર થાય છે.
5) રોજ તાજું માખણ ખાવાથી અથવા આંખની અંદર અને બહાર લગાડવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
6) ઘાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, આંખ લાલ રહેવી, આંખે અંધારા આવવા જેવાં દર્દો મટે છે.
7) કાકડી કે બટાટાને ફ્રીજમાં અડધો કલાક મૂકીને તેની ચીર કરી આંખો ઉપર મૂકવાથી આંખોને ખૂબ જ ઠંડક થાય છે, અને આંખો ખેંચાતી બંધ થાય છે.
8) ધાણાને પાણીમાં પલાળી રાખી સવારે મસળી તે પાણીને ગાળી તેનાથી આંખો ધોવી.
9) દૂધીનું છીણ કરી, તેની નાની પોટલી કરી આંખો બંધ કરી તેના ઉપર વારંવાર મૂકવી.
10) ચમચી ધાણાનું ચૂર્ણ અને 1 ચમચી સાકર, ઘી સાથે સવાર-સાંજ લેવું.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસઃ આત્માની બારી એટલે આંખ…