વિશેષ : શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ તમારા વ્યક્તિત્વને નિખારે છે…

-મધુ સિંહ
શબ્દોનું શુદ્ધ અને સાફ ઉચ્ચારણ આપણા વ્યક્તિત્વને નિખારે છે. આને પ્રોનાંઉનશેસન ઈફેક્ટ કહેવાય છે. તમારો અવાજ, ઉચ્ચારણ અને તમારો ટોન કોઈ પણ બોલાયેલા શબ્દની સ્પષ્ટતા પર ભરપૂર અસર પાડે છે. આનાથી વિશ્ર્વાસ અને પ્રભાવ વધે છે કારણકે, જ્યારે તમે શબ્દોના સાચા અને સ્પષ્ટ ઉચ્ચારણ કરો છો ત્યારે સામેવાળાએ તમને એક સમજદાર અને પ્રભાવી વ્યક્તિ માનવી જ પડે છે. આનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે અને સામેવાળા પર તમારો પ્રભાવ પણ પડે છે.
સાફ અને શુધ્ધ ઉચ્ચારણ કરવાવાળાને જે લોકો સાંભળે છે તે ક્યારેય થાકતા નથી, પરંતુ તેમની વાતો સાંભળવી ગમે છે, કારણકે ખરેખર તેમને સાંભળવાનો અંદાજ કાંઈ નિરાળો જ હોય છે, પરંતુ જ્યારે કોઈ શબ્દનો કોઈ ખોટું ઉચ્ચારણ કરે તો જે સાંભળે છે તે હેરાન પરેશાન થઈ જાય છે. તે તમારા ખોટા ઉચ્ચારણને જ્યારે સાંભળે છે તો એવો પ્રયત્ન કરે છે કે તમારાથી કઈ રીતે જલદી છુટકારો મળે, કારણકે જે લોકો શુદ્ધ અને ચોખ્ખું નથી બોલી શકતા તેઓને સમજવા માટે બહુ વિચારવું પડે છે અને તેને લીધે ધ્યાન પણ ભટકે છે.
જો તમે શિક્ષક છો, વક્તા છો, એંકર છો, નેતા છો કે એવા કોઈ ક્ષેત્રમાં જોડાયેલા છો કે જે પબ્લિક કમ્યુનિકેશનમાં આવે છે તો સમજી જજો કે સ્પષ્ટ ઉચ્ચારણ તમારી સૌથી મોટી પૂંજી છે. આ તમારી સંપત્તિ છે જેને કારણે તમે લાખો લોકો સુધી પહોંચી શકો છો અને શુદ્ધ અને સાફ ઉચ્ચારણને કારણે તમે જીવનમાં ખૂબ આગળ વધી શકો છો.
આનાથી ભાષાનું સૌંદર્યબોધ પણ નિખરે છે, કારણકે શુદ્ધ બોલવાથી ભાષા સુંદર બને છે. હિંદી ભાષાની તો આખી ખૂબસૂરતી શુદ્ધ બોલવા પર જ ટકી છે. જે પણ લોકો અશુદ્ધ અને અસ્પષ્ટ હિંદી બોલે છે તેમની ભાષા સાંભળવામાં ખૂબ જ ખરાબ લાગે છે જેથી ભાષાઓમાં ઉચ્ચારણની શુદ્ધતાને ‘ત્રુટી અને સ્વર સંધિ’ના સ્તર પર મહત્ત્વ આપવામાં આવે છે.
માત્ર સંવાદ અને ઈંટેલેક્ચ્યુઅલ દુનિયામાં જ શુદ્ધ અને સાફ ઉચ્ચારણની કિંમત જ નથી પરંતુ કોર્પોરેટ જગતમાં, મીડિયામાં, કસ્ટમર સર્વિસ જેવા ક્ષેત્રોમાં શુધ્ધ ઉચ્ચારણ બહુ મોટો પ્રભાવ પાડે છે. આનાથી તમારી છબી પ્રોફેશનલ લાગે છે. જો તમારું ઉચ્ચારણ સરળ અને નિયંત્રિત હોય તો લોકો તમને ઈમાનદાર, સમજદાર અને ગંભીર વ્યક્તિ માને છે.
વાસ્તવમાં કોઈ ભાષાને શુધ્ધ બોલવાનો અર્થ એ થાય કે તમે તેની સંસ્કૃતિેને ઓળખો છો. આનાથી તમારું સન્માન વધી જાય છે. લોકો તમારી સાથે જોડાવા માગે છે અને એમાં તેઓ તેમનું સૌભાગ્ય સમજે છે. માત્ર ઔપચારિક વાતચીતમાં જ નહીં પરંતુ સામાન્ય વાતચીતમાં પણ શુદ્ધ અને સાફ ઉચ્ચારણથી ઘણો ફરક પડે છે.
જરૂરી નથી કે જ્યારે તમે મંચ પરથી બોલો ત્યારે જ શુદ્ધ ઉચ્ચારણનો પ્રભાવ લોકો પર પડે છે જ્યારે તમે એમનેમ પણ લોકોને મળો છો ત્યારે તમારો પ્રભાવ લોકો પર પડે છે અને કોઈ ઈનટરવ્યૂ, મીટિંગ અને ફોન કોલ પર તો આનો પ્રભાવ પડે જ છે. જો તમારો અવાજ મીઠો હોય, ઉચ્ચારણ ચોખ્ખા હોય તો લોકો ચોક્કસ તમારી સાથે વાત કરવા સામેથી આવશે.
જો તમને તમારી પર્સનલ બ્રાંડિંગ સારી કરવી હોય, તમારા સંવાદ કૌશલ્યોને સુધારવા છે, પ્રોફેશનમાં સફળતા મેળવવી છે તો તમારે ચોકકસ શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જ પડશે જે તમારા માટે એક અમૂલ્ય સંપત્તિ બની શકે. તમને જરૂર હોય તો તમે શુદ્ધ બોલવાની ટ્રેનિંગ લઈ શકો છો, ઉચ્ચારણને અસરકારક બનાવવા માટે ઘણી ઈન્સ્ટિટયૂટ તમારી મદદ કરી શકે છે. અને જો તમારે આવું કશું જ ન કરવું હોય તો રોજ એક કલાક નિયમિત રીતે અરીસાની સામે ઊભા રહીને બોલવાની પ્રેક્ટિસ કરવી, જીભની થોડી ઘણી જરૂરી કસરતો કરીને અને ઓડિયો મિમિક્રી દ્વારા તમારી ભાષા અને ઉચ્ચારણને જાદુઈ બનાવી શકાય છે.