આરોગ્ય પ્લસઃ પેશાબની પળોજણ…બહુમૂત્ર

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આ અગાઉ આપણે કિડની-મૂત્રાશય-પ્રોસ્ટેટને લઈને છૂટથી પેશાબ ન થવા અને અનિયમિત પેશાબની તકલીફો વિશે જાણ્યું. હવે જાણીએ બહુમૂત્રથી થતી મુશ્કેલી વિશે…
- સામાન્ય વ્યક્તિને રોજ 2 લિટર જેટલો પેશાબ થતો હોય છે, પરંતુ જો આથી વધારે પેશાબ થતો હોય તો તે બહુમૂત્ર કહેવાય.
બહુમૂત્રનાં કારણ
- વધુ પડતું પ્રવાહી પીવું.
- ડાયાબિટીસ થવાથી આ રોગની સંભાવના વધી જાય છે.
- ખોરાકનું વ્યવસ્થિત પાચન ન થવાથી.
- મૂત્રના વેગને રોકી રાખવાની કુટેવના કારણે.
- દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી.
ઉપચાર:
*સવાર-બપોર અને સાંજ 1 ચમચી ગોખરુનું ચૂર્ણ ફાકીને પાણી પીવું. આ ઉપચારથી સરેરાશ 15 દિવસમાં રાહત થઈ શકે છે
*દિવસમાં બે વાર 2થી 3 ખારેક ઉપર દૂધ પીવું.
*3 ભાગ મેથી, 1 ભાગ સૂંઠ તથા 1 ભાગ અજમાનું ચૂર્ણ બનાવી 1 ચમચી મધ કે પાણીમાં સવાર-સાંજ લેવું
*અડધી ચમચી અજમો અને 3 ચમચી કાળા તલ ભેગા કરીને ખૂબ જ ચાવીને સવાર-સાંજ લેવા.
*અડધી ચમચી અજમો અને અડધી ચમચી ગોળ મસળી ભેગા કરી સવાર-સાંજ લેવા.
*રાત્રે 10 ગ્રામ આંબલી 1 કપ પાણીમાં પલાળી, સવારે તેને મસળી કપડાથી ગાળીને તેમાં 1-1 ચમચી આદુનો રસ અને ખાંડ મેળવી સવાર-સાંજ પીવું.
*250 ગ્રામ કાળા તલ, 100 ગ્રામ ખસખસ તથા 60 ગ્રામ અજમાને અધકચરા શેકી, ખાંડીને ચૂર્ણ બનાવી શીશીમાં ભરી રાખવું. તેમાંથી દરરોજ 2થી 5 ગ્રામ ચૂર્ણ થોડી સાકર અને ચપટી હળદર મેળવી સવાર-સાંજ લેવું.
*રાત્રે પેડુ ઉપર ગરમ સરસિયાના તેલનું માલિશ કરવું. પેશાબમાં વીર્ય આવવું…
કારણ:
- પ્રોસ્ટેટનો સોજો
- વીર્ય શિશ્ન ઈન્દ્રિય દ્વારા બહાર નીકળે છે. ત્યારે કોઈકવાર મૂત્રાશયમાં વીર્ય પાછું જતું હોય છે, તે પછી પેશાબ દ્વારા બહાર નીકળે છે.
- વીર્ય શિશ્ન દ્વારા બહાર નીકળતું હોય ત્યારે મૂત્રનળીમાં થોડું રહી જતું હોય. તેથી તે થોડું થોડું પેશાબ દ્વારા બહાર નીકળ્યા કરે.
- વધુ પડતું હસ્તમૈથુન અથવા દારૂ પીવાની આદતથી.
- વધુ પડતા તીખા, મસાલેદાર કે અતિ ગરમ ખોરાક ખાવાથી.
ઉપચાર
1) આમળાંના રસમાં મધ, હળદર અને ગોળ નાખીને પીવું.
2) થોડીક એલચી અને બે ચમચી ઘી દૂધની સાથે લેવું.
3.) સૂંઠના ઉકાળમાં હળદર અને ગોળ નાખીને પીવું.
4.) ગળો, ગોખરુ અને આમળાંથી બનતું રસાયણ ચૂર્ણ રોજ 1-1 ચમચી દૂધ, ઘી અને સાકર સાથે સવાર-સાંજ લેવું.
5) એક્થી 2 ચમચી ગળ્યાં દૂધ સાથે ઈસબગુલ સવાર-સાંજ લેવું.
6) પા ગ્રામ ચંદન અને ગોખરુનું ચૂર્ણ રોજ સવાર-સાંજ ઘી અને સાકર સાથે લેવું.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ…