તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી: માનસિક સ્વાસ્થ્યની જાળવણી

-ડૉ. હર્ષા છાડવા

શરૂઆતમાં માનવીને જીવિત રહેવા માટે પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ કરવો પડયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અદ્ભુત વિકાસ સાથે તે કુદરત પર નિયમન કરવામાં અને પ્રભુત્વ સ્થાપવામાં મોટે ભાગે સફળ થયો છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ માનવ કુદરત સંશોધનથી દૂર થતો ગયો. કુદરતે બનાવેલી સાધનસંપત્તિની વૃદ્ધિ અને જાળવણી કરવામાં એ અસમર્થ રહ્યો. જયારે ટેક્નોલોજીના વિકાસથી માનવ જોખમમાં આવ્યો ત્યારે તેને પુન: પ્રાપ્ય કરવાનો માનવ સમાજનો પ્રયાસ ફરીથી શરૂ થયો.

ટેકનોલોજીનાં પ્રદૂષણોની માનવ સમાજ પર વિપરીત અસર પડે છે. તેમ ચોક્કસ રીતે તે ભાન થયું છે. મોટાપાયે વિકાસને કારણે વ્યક્તિઓની દોડધામ વધી, ખાદ્ય પદાર્થોમાં ફેરફાર થયા, આર્થિક ઉપાર્જન વધુ કરવા માટે દોડ વધુ થઇ, જેથી શારીરિક ક્ષમતા ઘટવા લાગી બીમારી વધુ દેખાવા લાગી. આ બધાને કારણે માનસિક બીમારીઓથી વ્યક્તિ વધુ પીડાવા લાગ્યા. માનવ પ્રકૃતિથી જરાય અલગ નથી જયારે પણ માણસે કુદરતથી ઉપરવટ જવાની કોશિશ કરી છે. ત્યારે ત્યારે તેણે તેની મોટી કિંમત ચૂકવવી પડી છે. ઘણીવાર માનવ કુદરત પાસે લાચાર છે. વિજ્ઞાન પણ આગળ વધ્યું પણ કુદરત પાસે વામણું છે.

માનસિક રોગને લાંબા સમયથી ચાલતી માનસિક બીમારી તરીકે પૃથક્કરણ કરવામાં આવે છે. જેમાં વ્યક્તિને વાસ્તવિકતા સ્વીકારવામાં તકલીફ પડે છે. વ્યક્તિ એ જે કલપ્યું હોય તેમાંથી તે સાચું શું છે તે કરી શકતો નથી. આ ભ્રમણા એવી માન્યતા હોય છે. જેમાં વાસ્તવિકતાનો ખોટો મતલબ કરવામાં આવે છે. માનસિક બીમારી કોઇને પણ થઇ શકે છે.
આ સમસ્યા આધુનિક સમયમાં ખૂબ જ સામાન્ય બની ગઇ છે. આમાંની સૌથી સામાન્ય સમસ્યા ચિંતા છે, જેમાં વ્યક્તિને બેચેની, ઉદાસી, નિરાશા કે ડિપ્રેશન આવે છે. નિરાશાને કારણે આત્મહત્યા તરફ પ્રેરાય છે. અનિદ્રા પણ એક માનસિક વિકાર છે. જેમાં વ્યક્તિને ઊંઘમાં ખલેલ પડે છે. વધુ પડતા મોબાઇલના વપરાશને કારણે ઊંઘ પૂરતી મળતી નથી. આર્થિક ઉપાર્જનની ચિંતા, નોકરીની ચિંતા, ભણતરની ચિંતા તેમ જ સામાજિક ચિંતાઓ.

આ પણ વાંચો….આહારથી આરોગ્ય સુધી : સ્વસ્થ રહેવા તહેવારોની ઉજવણી જરૂરી…

માનસિક રીતે માણસ પર ખાદ્ય-પદાર્થોની ખરાબ ગુણવત્તાને લીધે સૌથી વધુ અસર થાય છે. અપ્રાકૃતિક ખાદ્ય પદાર્થનો વપરાશ સૌથી વધુ છે. રિફાઇન્ડ કરેલી વસ્તુઓ કેમિકલયુક્ત ખાદ્ય પદાર્થ, પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ, આલ્કોહોલ જે પચવામાં મુશ્કેલ છે. જેના કારણે શરીરની અંદરની વ્યવસ્થામાં અને મિનરલ્સમાં ખામી કે બગડી જવું છે. સમય અનુસાર સારી ગુણવત્તાવાળા ખોરાક આજે મળવા મુશ્કેલ બની ગયા છે.

હોટેલો કે લારીવાળા પાસે લગભગ વાસી અને કેમિકલયુક્ત ખાદ્ય વસ્તુઓ હોય છે. ફકત સ્વાદ જ મળે છે ગુણવત્તા નહીં. લોકો વધુ કામકાજ પર જાય છે. તેથી ઘરનું ખાવાની ઓછપ છે. જેથી શારીરિક અને માનસિક રીતે લોકો પીડાય છે. શારીરિક વ્યાધિની દવાઓની સાઇડ ઇફેક્ટને કારણે માનસિક સંતુલન બગડે છે.

માનસિક વ્યાધિ એ આધુનિક ખાન-પાનને કારણે વધુ વકરે છે. ખાનપાનમાં અચૂક બદલાવ જરૂરી છે. નકામી વસ્તઓનો ઉપયોગ બંધ કરવો જરૂરી છે. જેમ કે સાકર, ચહા, કોફી, કોલ્ડડ્રીંક, રિફાઇન્ડ તેલ, વનસ્પતિ ઘીમાંથી બનતી દરેક વસ્તુઓ, ચહાની જગ્યાએ હર્બલ ચહા કે કાઢા પીવો જેમ કે બ્રાહ્મી, અશ્ર્વગંધા, ગડચી કે ગિલોય, શંખપુષ્પી, જટામાસી, માલકેગોની, સર્પગંધા, હળદર, અકલકરો વગેરે. આ હર્બલ કાઢા તંત્રિકા તંત્રને મજબૂત બનાવે છે.

આ ઈમ્યુનિટી વધારે છે અને લોહીને શુદ્ધ રાખે છે. એમાંથી વિટામિન અને મીનરલ્સ સહજથી મળી રહે છે. બીમારીને કાબૂમાં રાખે છે. બીમારીને દૂર કરવામાં સહજતાથી કામ કરે છે. શરીરની ધાતુઓને બગડવા દેતા નથી. શક્તિવર્ધક તરીકે કામ કરે છે. આ કાઢામાં એલચી, મધ, ગોળ નાખીને લઇ શકાય છે.

આ પણ વાંચો….આહારથી આરોગ્ય સુધી : ચોમાસામાં સ્વસ્થ રહેવા હર્બલ કાઢા અપનાવો…

ખાનપાનમાં લીલી વનસ્પતિનો ઉપયોગ જેમ કે પાલક, તાંદળજો ભાજી, ફુદીનો, બથુવા, આમળા, કોકમ, કોળું, તૂરિયા, કાકડીના રસ સવારના લઇ શકાય છે. જે શરીરને બળવાન બનાવે છે. દિવસભર તાજગી આપે છે. ફળ અથવા ફળના રસ જેવા કે દાડમ, લીચી, સંતરા, નાળિયેરનું દૂધ, તાડી, તાડગોલા, મોસંબી, શેરડીનો રસ જે ન્યુરોનને તાજગી આપે છે. વિટામિન બીથી ભરપૂર છે. મનને તાજગી બક્ષે છે. દિવસભર ઊર્જાવાન રાખે છે. ડ્રાયફ્રૂટ બધા જ પ્રકારના લઇ શકાય છે. તે પ્રાકૃતિક હોવા જરૂરી છે. (ફલેવરવાળા નહીં).

બધા જ પ્રકારના શાક ચટણીઓ જે પ્રાકૃતિક રીતથી બનેલા હોય તે લઇ શકાય છે. જમવાનું સાત્ત્વિક હોવું જરૂરી છે. અતિ મસાલા શરીરમાં એસિડ ઉત્પન્ન કરે છે. જેથી લોહીમાં પણ એસિડ ભળે છે. જેના કારણે શરીરનું સંતુલન બગડી જતા શારીરિક અને પછી માનસિક વ્યાધિઓના લક્ષણ શરૂ થાય છે. આ લક્ષણને ડામવા માટે દવાઓ લેવાથી શરીર વધુ એસિડીક બની જાય છે. જેથી બીમારીઓનો અંત નથી આવતો. વધુને વધુ ખરાબ થાય છે. પછી તેનું નિદાન કે સારવાર અશક્ય બની જાય છે.

સતર્કતા જ આનો ઇલાજ છે. કામકાજને બદલી ન શકાય પણ ખોરાકમાં બદલી કરી શકાય છે. નકામી વસ્તુઓનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button