વીમા સુરક્ષાકવચઃ આરોગ્ય વીમામાં મળતા વેલનેસ બેનિફિટ કઈ રીતે ઉપયોગી?

નિશા સંઘવી
આરોગ્ય વીમા કંપનીઓ હવે ગ્રાહકોને વેલનેસ બેનિફિટ આપવામાં પોતાનો પણ બેનિફિટ હોવાનું સમજી ગઈ છે. જો એમના ગ્રાહકો એટલે કે વીમાધારકો ઓછા બીમાર પડશે તો એમનો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ પણ ઓછો આવશે અને કંપનીએ મેડિક્લેમ ચૂકવવો નહીં પડે. આથી તંદુરસ્ત જીવનશૈલી અપનાવનારા વીમાધારકોને પ્રીમિયમમાં રાહત અથવા તો વધારે કવરેજ કે પછી રોકડ જેવાં ઈનામ આપવામાં આવે છે.
આજકાલ સૌ જાણે છે કે ભારતમાં જીવનશૈલીને લગતી બીમારીઓ ઘણા મોટા પ્રમાણમાં વધી રહી છે. આથી વીમા કંપનીઓ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવનારા વીમાધારકો માટે પહેલેથી જ વેલનેસ બેનિફિટ આપવા લાગી છે.
વેલનેસ બેનિફિટની વિશેષતા
આરોગ્ય વીમા પોલિસીમાં મૂલ્યવર્ધિત એટલે કે વેલ્યૂ-ઍડેડ ખાસિયતો તરીકે વેલનેલ બેનિફિટ આપવામાં આવે છે. એના હેઠળ વીમાધારકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે તથા બીમારીઓથી બચવા માટેના ઉપાયો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. એમને આરોગ્યને લગતાં ડિસ્કાઉન્ટ અને સર્વિસીસ ઑફર કરવામાં આવે છે.
વેલનેસ પોઇન્ટ્સ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે?
મોટાભાગની આરોગ્ય વીમા કંપનીઓ પોતાની વેલનેસ ઍપ્લિકેશન ધરાવે છે અથવા તો કોઈ ઓનલાઇન માધ્યમ સાથે સહયોગ સાધે છે. એના દ્વારા વીમાધારક શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ માટે જે પ્રવૃત્તિ કરે એની નોંધ રાખવામાં આવે છે. એમાં જિમ્નેશિયમમાં કરેલી પ્રવૃત્તિ, ચાલવાની ક્રિયા, યોગાસન, વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આરોગ્યની તપાસ કરાવીને પણ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકાય છે. વીમાધારક રોગનિવારણ માટેનાં પરીક્ષણો કરાવીને પોઇન્ટ્સ મેળવી શકે છે અથવા તો ફિટનેસ ચેલેન્જમાં કે એવા કોઈ કાર્યક્રમમાં ભાગ લઈને પણ પોઇન્ટ્સ જમા કરાવી શકે છે.
ભારતમાં ઑફર કરવામાં આવતા મુખ્ય વેલનેસ બેનિફિટ:
બેનિફિટનો પ્રકાર ફિટનેસ રિવોર્ડ, રોગનિવારણ આરોગ્ય પરીક્ષણ, પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ અથવા રાહત, દવામાં કે આરોગ્ય પરીક્ષણ માટે લેબોરેટરીના દરમાં ડિસ્કાઉન્ટ, લાઇફસ્ટાઇલ અને હેલ્થ સ્ટોર્સનાં વાઉચર્સ, ટેલીક્નસલ્ટેશન અને ઈ-ડોક્ટરની સુવિધા
એ કેવી રીતે નક્કી થાય છે?
મોબાઇલ ઍપ અથવા વેરેબલ વસ્તુ મારફતે રોજનાં પગલાં કે પ્રવૃત્તિના આધારે ગણતરી થાય છે વર્ષમાં એક વાર નિ:શુલ્ક અથવા રાહતના દરે આરોગ્ય પરીક્ષણ કરાવી અપાય છે પછીના વર્ષ માટેના પ્રીમિયમમાં ઘટાડો થાય એ રીતે પોઇન્ટ આપવામાં આવે છે
દવાઓ અને રોગનિદાન માટેનાં પરીક્ષણોમાં 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આરોગ્ય જાળવવા માટેની વસ્તુ કે ખાદ્યપદાર્થ ખરીદતી વખતે પોઇન્ટ રીડીમ કરી શકાય છે અમર્યાદિત ધોરણે નિ:શુલ્ક અથવા રાહતના દરે સુવિધા આપવામાં આવે છે
ઉદાહરણ
કુલ 20 દિવસ માટે દરરોજ 10,000 કરતાં વધારે પગલાં ચાલવામાં આવે તો ડિસ્કાઉન્ટ કે પોઇન્ટ આપવામાં આવે છે.
લિપિડ પ્રોફાઇલ, ડાયાબિટીસ પરીક્ષણ, ઈસીજી, વગેરે પોલિસીના દરેક નવીનીકરણ વખતે 1,000થી લઈને 7,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે
ડિસ્કાઉન્ટ આપવા માટે હોસ્પિટલો કે ઓનલાઇન ફાર્મસી જોડે વીમા કંપનીઓ સહયોગ સાધે છે ઍમેઝોન વાઉચર્સ, જિમ્નેશિયમની મેમ્બરશિપ કે પછી ફિટબિટ જેવી વસ્તુ જનરલ પ્રેક્ટિશનર, સાયકોલોજિસ્ટ કે ન્યુટ્રિશનિસ્ટ જોડે કન્સલ્ટેશનની સુવિધા
વેલનેસ પોઇન્ટ્સનો ઉપયોગ
વેલનેસ પોઇન્ટ્સની મદદથી પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળે છે, વધારાનું કવરેજ (દા.ત. ટોપ અપ કે રાઇડર) મળે છે. ઉપરાંત ડાયેટ પ્લાન, આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ પણ પ્રાપ્ત કરી શકાય છે.
આવા પ્લાન પસંદ કરવાના ફાયદા
1) ભાવિ પ્રીમિયમમાં 20થી 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વિનામૂલ્યે રોગનિવારણ પરીક્ષણ કે ડોક્ટરનું કન્સલ્ટેશન પ્રાપ્ત કરી શકાય છે.
2) રોગનિવારણ પરીક્ષણો કરાવવાથી બીમારીઓને વેળાસર પકડી શકાય છે અને વકરતી અટકાવી શકાય છે.
3) વેલનેસ પોઇન્ટ્સ મળતા હોવાથી લોકોને તંદુરસ્ત રહેવા માટે એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે. 4) મોટાભાગની વેલનેસ સેવાઓ ઍપ આધારિત હોવાથી એનો ઉપયોગ કરવાનું સરળ બને છે. 5) સામાન્ય સંજોગોમાં જે નો-ક્લેમ બોનસ મળે છે એની તુલનાએ વેલનેસ પોઇન્ટ્સની મદદથી વધુ સારા લાભ મેળવી શકાય છે
અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા પણ જાણી લો …
ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
પોઇન્ટ્સની એક્સપાયરી
શરતી લાભ
રિડેમ્પશનના મર્યાદિત વિકલ્પો
ડેટા શેરિગનો પ્રશ્ન
પ્રીમિયમમાં મહત્તમ
ડિસ્કાઉન્ટની મર્યાદા
મહત્ત્વ
કેટલાક પ્લાન્સમાં વર્ષ પૂરું થયે પોઇન્ટ્સ એક્સપાયર થઈ જાય છે. આરોગ્ય સાચવવા માટેની દરેક પ્રવૃત્તિ માટે એકસમાન પોઇન્ટ્સ હોતા નથી. આથી, કઈ પ્રવૃત્તિ માટે કેટલા લાભ મળે છે એની નોંધ રાખવી જોઈએ.
કેટલીક વીમા કંપનીઓ ફક્ત પાર્ટનર સર્વિસીસ માટે પોઇન્ટ્સ રિડેમ્પશન કરાવવાની સુવિધા આપે છે
તમે ફિટનેસ ઍપ કે અન્ય માધ્યમ પર ભેગા કરેલા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે એની જાણકારી મેળવી લેવી જોઈએ. સામાન્ય રીતે વાર્ષિક પ્રીમિયમમાં મહત્તમ 10થી 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
વેલનેસ પ્લાન પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો?
- વીમા કંપની ફક્ત એથ્લિટને માફક આવે એવી નહીં, પરંતુ સામાન્ય માણસ કરી શકે એવી પ્રવૃત્તિઓ માટે પોઇન્ટ્સ આપતી હોવી જોઈએ.
- જે પ્લાન સર્વિસીસ, ડિસ્કાઉન્ટ કે કવરેજ એમાંથી જે જોઈએ એ લઈ શકાય એવી છૂટ આપતો હોય એવો જ પ્લાન લેવો.
- રિડેમ્પશન, એક્સપાયરી કે શરતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો.
- પોતાની પ્રવૃત્તિઓની ગૂગલ ફિટ, ઍપલ હેલ્થ, ફિટબિટ કે વીમા કંપનીની ઍપ મારફતે નોંધ રાખવી.
- દર વર્ષે રોગનિવારણ આરોગ્ય પરીક્ષણ કરાવવાં, કારણ કે એના માટે તમે વીમા કંપનીને પહેલેથી પ્રીમિયમ સ્વરૂપે નાણાં ચૂકવી દીધાં છે.
ટૂંકમાં ….
આરોગ્ય વીમામાં મળતા વેલનેસ બેનિફિટ બન્ને પક્ષે, એટલે કે વીમાધારક અને વીમા કંપની બન્નેને, લાભદાયક હોય છે. વીમાધારક તંદુરસ્ત રહેવા લાગે છે અને વીમા કંપની ક્લેમના પૈસા ચૂકવવામાંથી બચી જાય છે. આથી કહેવાનું કે આરોગ્ય વીમા પોલિસી લેતી વખતે ફક્ત સમ ઇન્સ્યોર્ડ અને પ્રીમિયમનો વિચાર કરવાને બદલે તમને આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદરૂપ થાય એવી બાબત પર ભાર મૂકવો.
આ પણ વાંચો…વીમા સુરક્ષાકવચ: હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય ?



