આરોગ્ય પ્લસઃ ચામડીના વિવિધ રોગ…

- સંકલન: સ્મૃતિ શાહ મહેતા
દાદર :
1.) લીમડાનો રસ દાદર પર ઘસવો.
2.) લીમડાનો રસ, તલનું તેલ અને હળદરનો પાઉડર સરખા પ્રમાણમાં લઈ દાદર પર ઘસવો.
3.) મીઠું અને સરકો (Vinegar) ભેગું કરી દાદર પર લગાડવું.
4.) લીલી હળદરનો રસ દાદર પર લગાડવો.
5 ) નાળિયેરનું તેલ દાદર પર થોડું ચોળવું.
6.) કુંવારપાઠાનું લાબરું દાદર પર લગાવવું.
પગના તળિયાની બળતરા:
1) તકમરિયાને પલાળીને પગના તળિયામાં બાંધવા.
2) હાથ-પગના તળિયામાં બળતરા થતી હોય તો દૂધીના છીણનો પાટો બાંધવાથી અથવા દૂધીનો રસ વારંવાર લગાવવાથી ખૂબ ઠંડક થાય છે.
3) કોકમનું તેલ પગના તળિયે લગાવવું.
4) ગાયનું ઘી પગને તળિયે કાંસાની વાટકીથી ઘસવું.
5) પગના તળિયે લીલી મેંદીનો લેપ કરવો.
સોરાયસિસ:
નોંધ: સોરાયસિસ એ ચેપી રોગ નથી. તે ખાસ કરીને કોણી, ઢીંચણ, હથેળી અને માથામાં થતો હોય છે. તેમાં ચામડી પર લાલ અને સફેદ પડ વળી જાય છે. અને તેની ફોતરીઓ રોજ નીકળ્યા કરે છે.
*રોજ 1 ચમચી કાળીજીરીનો પાઉડર અને 1 ચમચી કાળા મરીનો પાઉડર ભેગો કરીને લેવો. – આ પ્રયોગ સરેરાશ 15 દિવસ કરવાથી ખૂબ ફાયદો થાય છે.
*સોરાયસિસના દર્દીઓએ હૂંફાળા પાણીથી નહાવું.
- દિવસમાં બેથી ત્રણ વાર બરફના ટુકડાને કપડામાં બાંધીને 10 મિનિટ સોરાયસિસવાળી ચામડી પર લગાડી રાખવા.
*હૂંફાળું ઓલિવ ઓઈલ સોરાયસિસની ચામડી પર રોજ લગાવવું.
*અડધી ચમચી હળદર અને થોડું મધ ગરમ દૂધમાં મેળવીને રોજ પીવું.
*ડાઘ ઉપર લીંબોળી અને કરંજનું તેલ લગાવવું.
- દિવસમાં બેથી ત્રણ વાર ગ્લિસરિનને સોરાયસિસની ચામડી પર લગાવવું.
- કુંવારપાઠાના લાબરાને સોરાયસિસની ચામડી પર સંપૂર્ણ ચુસાઈ ન જાય ત્યાં સુધી રાખવું.
સાવધાની:
આ રોગની સારવાર અનુભવી ચિકિત્સક પાસે કરાવવી.
ખંજવાળ:
રોજ સવારે 20 ગ્રામ મધ 1 કપ ઠંડા પાણીમાં મેળવીને પીવાથી દાહ, ખંજવાળ, ફોલ્લી વગેરે ચામડીના રોગ મટે છે.
- તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવું જેથી ગરમીની ખંજવાળ મટશે.
*તુલસીના પાનનો રસ ઘસવો. જેથી કફદોષથી થતી ખંજવાળ મટશે.
- સરસિયાના તેલનું માલિશ કરવું. જેથી વાયુ-કફ દોષથી થતી ખંજવાળ મટશે. *કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર માલિશ કરવાથી ખંજવાળ અને દાદર મટશે.
*અડધો કપ લીમડાનો રસ અને અડધો ગ્રામ ખાવાનો સોડા મેળવી સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
- કોપરું ખાવાથી ખંજવાળ મટે છે.
*ટામેટાના રસમાં તેનાથી બે ગણું કોપરેલ મેળવીને શરીર પર માલિશ કરી અડધા કલાક પછી સ્નાન કરવું.
*ચણાનો લોટ, આંબળાનું ચૂર્ણ તથા હળદરની ભૂકી મિશ્ર કરી પાણીમાં મેળવી શરીર પર માલિશ કરવું.
*લીમડાના પાન રાત્રે પાણીમાં પલાળી સવારે તે પાણીને ગરમ કરી સ્નાન કરવું કે લીમડાના સાબુથી સ્નાન કરવું.
*આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલનું માલિશ કરવાથી ખંજવાળ મટે છે.
વાઢિયા-ચીરા :
મૂળાના પાનને વાટીને કપડામાં દાબીને તેનો રસ ચોપડવાથી વાઢિયા મટે છે.
- મચી દિવેલ અને 1 ચમચી નીંબતેલ ભેળું કરી હાથ-પગના ચીરામાં રાત્રે ચોપડવું. *પગને હૂંફાળા પાણીમાં ધોઈને તેને કોરા કરવા. ત્યાર પછી તલનું તેલ, નાળિયેરનું તેલ કે કોઈપણ તેલને વાઢિયા પડ્યા હોય ત્યાં લગાવીને ઉપર પગનાં મોજાં પહેરવાં. પછી સવારે બંને પગ ધોઈ નાખવા.
- લીમડાનો 1 ચમચી પાઉડર અને ત્રણ ચમચી હળદરના પાઉડરને ભેગો કરીને તેમાં થોડું દિવેલ ઉમેરીને મલમ બનાવીને વાઢિયા પર અડધો કલાક લગાડી રાખવો.
*હૂંફાળા પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરીને તેમાં 15 મિનિટ સુધી પગ ડુબાડી રાખવા. ત્યાર પછી બંને પગ ધોઈને કોરા કરવા.
*હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ, તેનાથી ત્રણગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
*બે પાકાં કેળાંને મસળી તેનો લેપ વાઢિયા ઉપર 20 મિનિટ સુધી લગાડી રાખવો. ત્યાર પછી બંને પગને હૂંફાળા પાણીથી ધોઈ નાખવા.
*કોકમનું ઘી અથવા દિવેલ ગરમ કરી વાઢિયા ઉપર ઘસવું.
કપાસી :
*કપાસીવાળા પગને ગરમ પાણીમાં રોજ 15-30 મિનિટ રાખવાથી તે નરમ પડીને તેના બેક્ટેરિયા નાશ પામશે અને તે મટી જશે.
*ખાવાના સોડા અને દિવેલને ભેગું કરી કપાસી પર લગાવવું, પછી પાટો બાંધી દેવો. બીજા દિવસે સવારે પાટો કાઢીને હૂંફાળા પાણીથી કપાસીને કરકરા પથ્થરથી ઘસીને સાફ કરવી. થોડા દિવસ આ પ્રમાણે કરવાથી કપાસી મટે છે.
*કુંવારપાઠાના લાબરાને કપાસી પર ઘસીને પાટો બાંધવો, દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો.
*કપાસીને હૂંફાળા પાણી દ્વારા ધોઈને તેના પર દિવેલ લગાવવું.
*રોજ દિવસમાં બેથી ત્રણવાર તુલસીના પાંદડાંઓને વાટીને કપાસી પર ઘસવું.
*પપૈયાના ગર્ભને કપાસી પર મૂકી પાટો બાંધી રાખવો.
*1 ચમચી હળદર અને થોડા મધને ભેગું કરી કપાસી પર ઘસીને લગાડી પાટો બાંધવો.



