આરોગ્ય પ્લસઃ આ શારીરિક તકલીફોને પણ જાણી લો…

સંકલન: સ્મૃતિ શાહ મહેતા
આ કોલમમાં અત્યાર સુધી પ્રગટ થયેલાં અનેકવિધ લેખો દ્વારા આપણે આજના યુગના પ્રચલિત રોગ પર વધુ જાણકારી મેળવવાનો યથાર્થ પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ અમુક બાબત વિશે પણ જાણકારી આપવી આવશ્યક લાગી. આમ તો તેને રોગ ન ગણાય, પરંતુ તે શારીરિક તકલીફ તો જરૂર કહેવાય.
જેમ કે, શરીરનું વજન ઘટાડવા-વધારવા માટે લોકો અનેક લોભામણી જાહેરાતોના માધ્યમે કાંઇ પણ વિચાર્યા વિના અનેક બિનજરૂરી દવાઓ અને ઉટપટાંગ પદ્ધતિઓનો આશરો લઇ સમય, પૈસા અને શરીરનો વ્યર્થ બગાડ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અહીં આવી તકલીફો દૂર કરવા ઘરગથ્થુ ઉપચારો દર્શાવ્યા છે.
વજન ઘટાડવા-વધારવા શું કરવું… :
આજકાલ લોકો વજન ઘટાડવા કે વધારવાના અનેક ઉપાયો કરતા હોય છે, પરંતુ તે ઉપાયો કરતાં પહેલાં પોતાનું વજન કેટલું હોવું જોઇએ, તે જાણવું આવશ્યક છે. આધુનિક વિજ્ઞાને પોતાની ઊંચાઇના આધારે શરીરનું માપસરનું વજન કેટલું હોવું જોઇએ, તેની ફોર્મ્યૂલા નક્કી કરેલ છે. જેને BMI ( Body Mass Index )કહેવાય છે.
BMI=
વજન (કિલો) /
ઊંચાઇ (સે.મી.)
50 કિલો હોવું જોઇએ. આ રીતે જ 2 નંબરની વ્યક્તિના વજનની ગણતરી ઉપરોકત ટેબલમાં કરેલ છે. આમ દરેક વ્યક્તિ ઉપર જણાવેલ ફોર્મ્યૂલા મુજબ પોતાનું માપસર વજન કેટલું હોવું જોઇએ, તેની ગણતરી કરી શકે છે. આ રીતે પોતાનું વજન વધુ છે કે ઓછું, તે જાણ્યા બાદ તેના ઉપચારો જાણવા પણ આવશ્યક છે. જે નીચે દર્શાવેલ છે.
વજન ઘટાડવા માટે…
- સાદા કે માટલાના પાણીમાં મધ મેળવી સવારે નિયમિત પીવાથી સરેરાશ 3 માસમાં વજનમાં ઘણો ઘટાડો થાય છે.
- પાકા લીંબુનો રસ 20 ગ્રામ તથા 25 ગ્રામ મધ લઇ સહેજ ગરમ પાણીમાં મેળવી, જમ્યા બાદ તરત પીવાથી 1-2 મહિનામાં જાડાપણું મટે છે.
- તુલસીનાં પાન એકલા કે છાશમાં ખાવાથી વજન ઘટે છે અને શરીરમાંથી ચરબી ઓછી થાય છે.
- ચાર ગ્રામ તજનો પાઉડર 2 ચમચી મધમાં સવાર-સાંજ ચાટવો.
- મેથી, કાળીજીરી, સૂંઠ અને વાવડિંગ સમભાગે લઇ તેનું ચૂર્ણ 1-1 ચમચી ગરમ પાણીમાં સવાર-સાંજ લેવું.
વજન વધારવા માટે …
1.) રોજ સવાર-સાંજ 1 કપ દૂધમાં 1 ચમચી અશ્ર્વગંધા, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઘી ભેગું કરીને લેવું.
2.) રોજ સવારે મહિના સુધી 1 મુઠ્ઠી કાળા તલ ખૂબ જ ચાવીને જમવા.
3.) ખજૂર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે.
4.) આમળાના તાજા રસમાં સાકર ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે ને વજન વધે છે.
5.) રાત્રે ભેંસના દૂધમાં આખા ચણા પલાળી રાખી સવારે ચાવીને ખાવાથી શક્તિ અને વજન વધે છે.
6.) 100 ગ્રામ ખજૂર અને 50 ગ્રામ સુકી દ્રાક્ષ દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે અને ખૂબ ફાયદો થાય છે.
7.) બે પાકાં કેળામાં ઘી, સાકર અને એલચી નાંખીને રોટલી સાથે રોજ ખાવા.
8.) વધુ તેલમાં અજમાનો વઘાર કરી બનાવેલ ચોળાનું શાક રોટલી કે ભાખરી સાથે રોજ ખાવું.
9.) અડદની દાળને ભાખરી કે રોટલી સાથે ખાવાથી વજન વધે છે.
10.) રોજ સવાર-સાંજ ગરમ દૂધમાં ખારેક, અશ્વગંધા, બદામ અને શતાવરીનું ચૂર્ણ, આ દરેક 5-5 ગ્રામ નાખીને લેવું.
સ્વપ્નદોષ ઘટાડવાના ઉપચાર…
- ) 1-1 ચમચી સૂકા ધાણાનું ચૂર્ણ તથા દળેલી ખાંડ ભેગા કરીને પાણી સાથે સવારે અને રાત્રે લેવા ત્યારબાદ 1 ગ્લાસ ગળ્યું દૂધ પીવું,
2) બીલીપત્રના 10થી 50 મિ.લી. રસમાં 2થી 10 ગ્રામ મધ નાખીને પીવું.
3.) 5 ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવું.
4.) પાકાં બે કેળાને મસળીને તેમાં લીલા આંબળાનો રસ અને મધ 10-10 ગ્રામ મેળવીને સવાર-સાંજ ખાવા.
5.) આંબળાનું ચૂર્ણ અને દળેલી સાકર સરખા પ્રમાણમાં મેળવીને રાત્રે ભોજન બાદ પાણી સાથે લેવું.
6.) 1 ગ્રામ ગળોસત્વ, 2 ચપટી ફૂલાવેલી ફટકડી, 1 ચમચી સાકર, ઘી કે પાણી સાથે લેવું.
7.) રોજ રાત્રે સૂતા પહેલા 2 ગ્રામ હરડે ને 2 ગ્રામ સાકર સાથે ખાવા.
8.) રાત્રે મોડેથી દૂધ કે પાણી ન પીવાથી સ્વપ્નદોષમાં ફાયદો થાય છે.
વીર્ય વૃદ્ધિ માટે…
*ચમચી અશ્વગંધાનું ચૂર્ણ, ઘી સાકર સાથે ખાઇને ઉપર દૂધ પીવું.
- રસાયણચૂર્ણ, અશ્વગંધા અને શતાવરીચૂર્ણ, દૂધ કે ઘી સાથે 1-1 ચમચી લેવું.
- અડદનાં લોટનો ઘી-સાકરમાં શીરો લેવો.
- રોજ 4થી 6 મોટી બદામ ચાવીને ખાવી. ઉપર સાકરવાળું દૂધ પીવું,
- દરરોજ 1-2 આમળાનું સેવન કરવું. અથવા પાકાં કેળામાં 6 ગ્રામ ઘી નાખીને રોજ સવાર-સાંજ લેવા.
- રોજ 250 ગ્રામ દૂધ, ઘી-સાકર નાખીને લેવું.
- 2થી 5 ગ્રામ ગોળ સાથે શ્યામતુલસીના એકાદ ગ્રામ બીજ ખાવા.
આપણ વાંચો: પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતાં વિવિધ કડધાન્ય (દાળ-કઠોળ)…



