આરોગ્ય પ્લસ: આત્માની બારી એટલે આંખ: આંખનું તેજ કઈ રીતે વધારી શકાય? | મુંબઈ સમાચાર
તરોતાઝા

આરોગ્ય પ્લસ: આત્માની બારી એટલે આંખ: આંખનું તેજ કઈ રીતે વધારી શકાય?

  • સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આંખનું તેજ વધારવા આપણે આ મુજબ ઉપચાર કરી શકીએ…

ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણી આંખોમાં છાંટવાથી આંખોનું તેજ ખૂબ વધે છે.

*100 ગ્રામ ત્રિફળા ચૂર્ણ તથા 100 ગ્રામ વરિયાળી મેળવી સવાર-સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

*લીલા ધાણાના રસના બે-બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું અને છારી મટે છે.

*શુદ્ધ મધ અને ખાખરાના અર્કનું મિશ્રણ સરખે ભાગે લઈ, બાટલીમાં ભરી રોજ રાતે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી સારું લગશે..

*સાકરને પાણીમાં ઘસી તેને સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફુલું મટે છે, આંખો સ્વચ્છ થાય છે અને તેજ વધે છે.

*રોજ તાજું માખણ કે ઘી ખાવાથી આંખનું તેજ વધે છે.

*જાયફળને પાણીમાં ઘસી પાંપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.

આંખમાં કચરો

આંખમાંથી કચરો દૂર કરવાની રીત:

1.આંખમાં દૂધનાં પાંચ ટીપાં નાખવાથી કચરો દૂધ સાથે ચોંટીને બહાર નીકળી જશે.

2.નીચું જોઈને આંખોને વારંવાર ઝડપથી પટપટાવવી.

3.આંખોમાં ઠંડા પાણીની છાલકો મારવી.

4.સ્વચ્છ ભીના પાતળા કપડાથી કચરો બહાર કાઢવાનો પ્રયત્ન કરવો.

5.આંખોમાં કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડવાથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.

6.આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.

સાવધાની
*આંખમાં કાંઈપણ પડ્યું હોય ત્યારે આંખોને ચોળવી નહીં.

*જો કોન્ટેક્ટ લેન્સ પહેરેલાં હોય

ત્યારે આંખોમાં કોઈપણ બહારની વસ્તુ પડે તો તેને તથા કોન્ટેક્ટ લેન્સને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરતાં, ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

*અતિ તીવ્ર ગતિથી આંખમાં પડેલો કચરો બહુ ઊંડે સુધી ફસાઈ શકે છે, તેથી તેને પોતાની રીતે કાઢવાનો પ્રયત્ન ન કરતા, ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

આંખો ખેંચાવી અને આંખનો દુ:ખાવો

1.ઠંડા દૂધમાં રૂ ડૂબાડીને આંખો બંધ કરીને આંખની બહાર ઘસવાથી આંખોને ખૂબ જ ઠંડક થાય છે. અને આંખો ખેંચાતી બંધ થાય છે.

2.દિવસમાં બેથી ત્રણ વાર એક ગ્રામ બોરિક પાઉડરવાળા હૂંફાળા પાણીમાં કપડાને નાખી તેને નીચોવીને આંખો બંધ રાખીને પાંચ મિનિટ શેક કરવાથી આંખો ખેંચાતી અને તેનો દુ:ખાવો બંધ થાય છે.

3.ત્રિફળા ચૂર્ણ, ઘી અને સાકર ત્રણેય 1-1 ચમચી ભેગા કરીને લેવા.

4.ચોખ્ખું ઘી હથેળી ઉપર લઈ બંધ આંખ ઉપર હળવેથી ઘસવું.

5.ચોખ્ખું મધ આંખોમાં આંજવું કે ગુલાબજળનાં ટીપાં નાખવાં.

મોતિયો આવે ત્યારે… મોતિયાનાં લક્ષણ:

*ધુમ્મસવાળા કાચમાંથી બહાર દેખતા હોઈએ તેવું ધૂંધળું દેખાય.

*રાત્રે દેખવામાં, વાંચવામાં કે ગાડી ચલાવવામાં મુશ્કેલી અનુભવાય.

મોતિયો આવવાનાં કારણ:

*ડાયાબિટીસ, વધારે બ્લડપ્રેશર, જાડાપણું અને સિગારેટનું વ્યસન હોવાથી આ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

*વધુ પડતું ઠંડું, ગળ્યું કે ખાટું ખાવાની આદતથી.

*65 વર્ષની ઉંમર પછી તેની સંભાવના વધી જાય છે.

*અમુક લોકોને વારસાગત પણ થઈ શકે છે.

ઉપચાર

1) હળદરના ગાંઠિયાને બાફી નાખવો. ત્યારબાદ તેને એક-બે દિવસ ખૂલ્લી જગ્યામાં મૂકી સુકવી નાખવો. રોજ સવારે અને સાંજે ગાંઠિયાને પાણી સાથે ઘસીને તેના ઘસારાના ટીપાં આંખમાં નાખવા. 10 મિનિટ આંખ બંધ રાખી એક કલાક પછી આંખ ધોઈ નાખવી. આ પ્રયોગથી થોડા સમયમાં મોતિયા તેમ જ આંખોની અન્ય બીમારીમાં રાહત થાય છે.

2)તુલસીના પચીસ પાન વાટીને ચટણી જેવું બનાવી મોળા દહીં સાથે અથવા મધ સાથે ભેગું કરીને સવારે ખાવું. આ પ્રયોગથી અમુક દિવસોમાં જ ઝામરમાં રાહત થવા લાગે છે.

3)મોતિયો અને ઝામર થાય ત્યારે સ્વમૂત્રના અથવા તો ગૌમૂત્રના ટીપાં આંખમાં પડવાથી તે મટી શકે છે.

4)દિવસમાં ત્રણવાર દિવેલના બે ટીપાં આંખોમાં નાખવા કે દિવેલના થોડા ટીપાં હૂંફાળા પાણીમાં નાખીને તે પાણી દ્વારા આંખો ધોવી. દિવેલ મોતિયાની બીમારી દૂર કરવા માટે ખૂબ જ અક્સરી દવા છે.

5)એક કપ હૂંફાળા દૂધમાં, બે ચમચી બદામનો પાઉડર, એક ચમચી મધ અને થોડા કાળા મરી ભેગા કરીને રોજ પીવું.

6)બે-બે ચમચી સૂવા અને ધાણાનો પાઉડર અને એક ચમચી ખાંડ ભેગા કરીને રોજ લેવું.

7)ચંદનને ઘસીને રોજ આંખમાં લગાવવું.

રતાંધળાપણું: એનાં કારણ:

*વિટામિન-એ ની કમી.
*ડાયાબિટીસ, ઝામર અને મોતિયા જેવી બીમારીઓથી આ રોગની શક્યતા વધી જાય છે.

*અમુક લોકોને જન્મજાત ખામી હોઈ શકે છે.

રતાંધળાપણાનાં ઉપચાર:

1.રોજ એક કપ મોળા દહીંમાં એક ચમચી કાળા મરીનું ચૂર્ણ બરાબર ભેગું કરીને જમવું.

2.બે-બે ટીપાં શ્યામતુલસીના પાનનો રસ આંખોમાં રોજ નાખવો.

3.રોજ પાંચ ગ્રામ સાકર તથા બેથી પાંચ ગ્રામ જીરાને એક ચમચી ઘી સાથે ચાટવું.

4.લીંડીપીપરને છાશમાં ઘસીને આંખમાં આંજવી.

5.ધોળા મરીને દહીમાં અથવા

મધમાં ઘસીને સવાર-સાંજ આંખમાં આંજવું.

6.પાકા ટામેટાંનો રસ સવાર-સાંજ પીવો.

7.ટામેટાં, બીટ, મેથીની ભાજી, ખજૂર, આંબળા, સાટોડીના પાન અને ખરખોડીના પાનનો ઉકાળો પીવો.

આપણ વાંચો:  સ્વાસ્થ્ય સુધા: સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યવર્ધક છે બિહારી વ્યંજન લિટ્ટી-ચોખા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button