તરોતાઝા

આરોગ્ય પ્લસઃ દમ એટલે શું?

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

શ્વસનતંત્રને લઈને કેટલીક બીમારીઓ વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે. આ રોગ મોટાભાગે વાઈરલ ઈન્ફેક્શનને કારણે થતાં હોય છે.
શ્વાસનળીમાં કોઈપણ કારણોસર સોજો આવવાથી તે સંકોચાઈ જાય. તેથી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય, જે દમ કે અસ્થમા તરીકે ઓળખાય છે.
સ્વસ્થ વ્યક્તિની શ્વાસનળી, દમના દર્દીની શ્વાસનળી, ફેફસાં, શ્વાસનળીને સોજો આવવાથી તે સંકોચાઈ જાય છે.

આ પણ વાંચો : આરોગ્ય પ્લસઃ શ્વસનતંત્રની અનેકવિધ બીમારી…

દમનાં લક્ષણ

  • મોટે ભાગે પાછલી રાત્રે દમનો વેગ વધી જાય છે. કોઈને આખી રાત, કોઈને દિવસે તો કોઈને અવિરત ચાલુ રહે છે.
  • શ્વાસ લેતા સમયે સિસોટી જેવો અવાજ આવવો.
  • હૃદય, છાતી અને ગરદનમાં પીડા થવી.
  • વારંવાર કફ અને શરદી થવી.
  • માથું દુ:ખવું અને થાક અનુભવવો.
  • દાદરો ચડતા શ્વાસ ચડવો.
  • સૂવામાં મુશ્કેલી થવી.
  • બોલવામાં કે એકાગ્રતા રાખવામાં મુશ્કેલી થવી.

આ પણ વાંચો : આરોગ્ય પ્લસઃ ખૂબસૂરત વાળને બદ-સૂરત બનાવતા રોગ

દમ થવાનાં કારણ

  • વાતાવરણ: શ્વાસમાં દૂષિત હવા આવી જવાથી.
  • અમુક પ્રકારના ઝાડ, પરાગરજ, ધૂળ વગેરેની એલર્જી હોવાથી.
  • ઠંડા અને સૂકા વાતાવરણમાં રહેવાથી.
  • શરદી, કફ, ઉધરસ, એસિડીટી વગેરે થવાથી.
  • ધૂમ્રપાનનું વ્યસન તથા કોઈ ધૂમ્રપાન કરતું હોય તો તેના ધુમાડાથી.
  • સ્ટ્રેસ, શ્રમરહિત જીવન અને અતિ મૈથુનથી.
  • સ્થૂળપણું.
  • પેઈનકિલર જેવી અમુક પ્રકારની દવાઓ લેવાથી.
  • વિટામિન-ઇ-12 અને વિટામિન-ઈની કમી હોવાથી.
  • અમુક લોકોને વારસાગત પણ થઈ શકે છે.
  • આવા દરદીએ આહારમાં શું લેવું…
  • દમના દર્દીઓએ હંમેશાં પચે એટલું જ જમવું, નહીંતર દમનો હુમલો વધી શકે છે.
  • દમ એ પ્રાય: કફપ્રધાન રોગ છે. તેથી દમના દર્દીઓએ કફનાશક આહારનું સેવન કરવું.
  • સૂંઠવાળું ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે.
  • મગનું ઓસામણ, મસુરની દાળ, કળથીની દાળ, મૂળાના કંદ વિનાના કુમળા પાનનું શાક ફાયદાકારક છે.
  • કોઈ પણ પ્રકારનું ગળપણ, ખાસ કરીને ખાંડના પદાર્થોનો ત્યાગ રાખવો.
  • સૂર્યાસ્ત પછીના ભોજનનો સર્વથા ત્યાગ રાખવો.
  • તળેલા, ચરબીવર્ધક અને ઠંડા પદાર્થો ન લેવા.
  • કેવી હોવી જોઈએ જીવનશૈલી…
  • નિયમિતપણે 25થી30 મિનિટ અનુલોમ-વિલોમ અને કપાલભાતી પ્રાણાયામ કરવા…અસ્થમાનો એ અક્સીર ઉપાય છે માટે આળસ છોડીને રોજ પ્રાણાયામ કરવા.
  • ભેજવાળા, ઠંડા, ગંદા અને હવા-ઉજાસ વગરના વાતાવરણમાં ન રહેતા શુદ્ધ હવાનું સેવન કરવું.
  • ઠંડા પાણીએ ન નહાતા, હૂંફાળા પાણીએ સ્નાન કરવું.
  • દમના દર્દીઓએ પેટ સાફ રહે તેની ખાસ સાવધાની રાખવી.
  • રાત્રિના ઉજાગરા ત્યાગવા અને દિવસે સૂવું નહીં.
  • દમના દર્દીએ ગરમ કપડાં પહેરવાં. ઠંડી ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • દમના ઉપચાર :
    1) સવાર-બપોર-સાંજ 1 ચમચી મરીનો પાઉડર, 1 ચમચી મધ અને 1 ચમચી ખાંડ ભેગું કરીને લેવું.
    2) રોજ સવારે ભૂખ્યા પેટે 1 કપ ગાજરનો રસ પીવાથી અને ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
    3) 3 ગ્રામ તુલસીનો અને 3 ગ્રામ આદુંનો રસ, 1 ચમચી મધ સાથે મેળવીને રોજ સવાર-સાંજ લેવાથી દમ મટે છે.
    4) 1 ચમચી ઘી સાથે અડધી ચમચી દળેલી હળદર ચાટીને ઉપર 1 કપ ગરમ દૂધ પીવું.
    5) 3-5 લવિંગ ચાવીને ખાવા.
    6) રોજ રાત્રે થોડો ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
    7) અડધી ચમચી શેકેલો અજમો ગરમ પાણી સાથે જમ્યા બાદ લેવાથી દમમાં રાહત થાય છે.
    8) હળદર અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવું.

આ પણ વાંચો : આરોગ્ય પ્લસઃ ચામડીના વિવિધ રોગ…

સાવધાની

  • જે આહાર, સ્થળ, દવા અને હવા એક દમના દર્દીને માફક આવે તે કદાચ બીજા દમના દર્દીને માફક ન પણ આવી શકે. માટે દમના દર્દીએ પોતા ઉપર જ અભ્યાસ કરી યોગ્ય આહાર-વિહાર, હવા-પાણી, વાતાવરણ વગેરે નક્કી કરવા.
  • દમના દર્દીએ વારંવાર ચિકિત્સક બદલવા નહિ. કેમ કે, કોઈ પણ ચિકિત્સકને દર્દીની પ્રકૃતિ જાણતા વાર લાગે છે અને યોગ્ય પ્રકૃતિ જાણ્યા વિના આપેલી કોઈ પણ દવા અસરકારક થતી નથી.
  • દમના દર્દીઓએ દિવસે અને વધુ સૂવાની આદત ખાસ ટાળવી.
  • દમના પ્રાય: દર્દીઓ પ્રાણાયામ કરવામાં આળસ કરતા હોય છે, પરંતુ જો દમને મૂળમાંથી નાબૂદ કરવો હોય તો નિયમિત પ્રાણાયામ કરવા…

હેડકીની પળોજણ…
હેડકી થવાનાં કારણ:

  • ઝડપી, વધારે કે મસાલેદાર જમવાથી.
  • વધુ પડતાં ઠંડાં પીણાં પીવાથી.
  • શરીરમાં વધુ પડતી હવા જવાથી – વાતપ્રકોપથી.
  • વધુ પડતો અચાનક આનંદ કે મૂંઝવણ આવવાથી.
  • સિગારેટ કે દારૂના વ્યસનથી.

આ પણ વાંચો : આરોગ્ય પ્લસઃ શરીરને પજવતા ચામડીના હઠીલા રોગ

હેડકી મટાડવાના ઉપચાર:

1) આદુંના નાના-નાના ટુકડા કરીને એક-એક ટુકડો સતત ચાવીને ચૂસતા રહેવાથી હેડકી તરત મટે છે.
2) નાક દ્વારા શ્વાસ અંદર લઈને શક્ય હોય તેટલો રોકી રાખવો, પછી ધીરે ધીરે તે શ્વાસને બહાર કાઢવો. આવું બેથી ત્રણ વાર કરવું.
3) ઠંડા પાણીમાં થોડું મધ નાખીને પી જવું. આનાથી હેડકી તરત જ બંધ થઈ જશે.
4) અડધા લીંબુનો રસ પી જવો અથવા અડધા કપ પાણીમાં અડધું લીંબુ નાખીને તરત જ પી જવું.
5) 10 ગ્રામ તુલસીનો રસ અને 5 ગ્રામ મધ ભેગું કરી પીવું.
6) સાકર સાથે જીરું ચાવીને ખાવાથી હેડકી બંધ થાય છે.
7 ) સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાં.
8) 1 ગ્લાસ મૂળાનો રસ પીવો.
9) બારીક સૂંઠ કે કાળા મરીની ભૂકી, ભૂંગળી વડે દર્દીના બંને નાકમાં 2-3 વાર ફૂંકવાથી હેડકી જરૂર મટે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button