આરોગ્ય પ્લસઃ વા એટલે… ચાલો થોડું વિસ્તારથી જાણીએ

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આ અગાઉ આપણે હાડકાંના રોગ વિશે વાત કરી. ખાસ કરીને હાડકાં ઓગળવાનાં કારણ લક્ષણ ઉપચાર વિશે જાણ્યું. હવે વા વિશે થોડું વિસ્તારથી જાણીએ…
- બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં અસ્થિબંધન (Ligament)થી પકડાયેલા હોય છે.
- સાંધો બનાવતા હાડકાંના છેડાઓ ઉપર કાર્ટિલેજ (Cartilage) નામનું લીસું આવરણ હોય છે. જેને આપણે સાદી ભાષામાં ગાદી કહીએ છીએ. આ કાર્ટિલેજ (ગાદી) ડનલોપ જેવું હોવાથી સાંધાઓના હલન-ચલન દરમિયાન શોકએબસોર્બર (ઝટકો કે આંચકો ન લાગવા દે તેવું સાધન) તરીકે કામ કરે છે.
- વા એટલે શું?
શરીરના સાંધાની ગાદીમાં ઘસારો તથા સોજો આવવાથી દુ:ખાવાને લીધે હલન-ચલન કરવામાં તકલીફ અનુભવાય તેને ‘વા’ કહેવાય છે.
‘વા’ના મુખ્ય બે પ્રકાર :
આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: હાડકાના રોગ
(1) સાંધાનો ઘસારો (Osteoathrities)
હાડકાનો ઘસારો
સોજી ગયેલ શ્ર્લેષક પ્રવાહી
સાંધાઓ વચ્ચે ઘટી ગયેલ જગ્યા
(2) સંધિવા
- ‘વા’નાં વિવિધ લક્ષણ:
સાંધાનો ઘસારો:
- શરૂઆતમાં લાંબો સમય બેસી રહ્યા બાદ ઊભા થતી વખતે ઢીંચણમાં દુ:ખાવો થવો. ઘસારો વધી ગયા બાદ કામકાજ કરતી વખતે તથા ચાલતી વખતે સતત દુ:ખાવો થવો.
- પલાંઠીવાળીને કે ઊભા પગે બેસવામાં તકલીફ પડવી કે બેસી ન શકવું.
- ઘસારાના કારણે પગ ઘૂંટણથી વાંકા થઈ જવા.
આ પણ વાંચો: આરોગ્ય પ્લસઃ પેશાબની પળોજણ…બહુમૂત્ર
સંધિવા:
- શરીરના અલગ-અલગ સાંધાઓ (ઘૂંટણ, ગરદન, ખભા, કાંડાં, કોણી વગેરે)માં દુ:ખાવો થવો તથા જકડાઈ જવા.
- સાંધાઓમાં સોજો આવવો તથા આજુબાજુની જગ્યા લાલ થઈ જવી.
- કોઈકવાર તાવ આવવો.
- તકલીફવાળા સાંધામાં સોજો તેમજ ઘસારો લાગું પડવાથી પૂરતા પ્રમાણમાં હલન-ચલન કરી શકાય નહીં અને લાંબા સમયે શરીરનો ઘસારાવાળો ભાગ વાંકો થઈ શકે છે.
- શરીરમાં થાક લાગવો.
- વા થવાનાં કારણો :
સાંધાનો ઘસારો :
- 60 વર્ષની ઉંમર પછી તેની સંભાવના વધી જાય છે.
- જાડાપણું-મેદસ્વિતા
આ પણ વાંચો: આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ…
શરીરનું વધુ પડતું વજન ઘૂંટણ પર લોડ વધારી દે છે. આથી ગાદી ઘસાવાની સંભાવના વધી જાય છે.
- લાંબા સમય સુધી વધુ પડતું મહેનતવાળું કામ કરવાથી.
- વારસાગત.
સંધિવા:
- વારસાગત.
- શરીરની રોગપ્રતિકારક શક્તિ જ સાંધાના કોષોને દુશ્મન માની તેનો નાશ કરી નાખે છે.
વામાં આહાર-વિહાર શું?
- આ રોગ શરીરમાં વાયુ વધવાથી થતો હોય છે. તેથી વાયુવર્ધક ખોરાકનો ખાસ ત્યાગ કરવો.
- ઠંડા, ભારે, તળેલા અને વાસી ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું.
- તૈયાર પેકેજફૂડ અને ઠંડા પાણીનો સદંતર ત્યાગ કરવા.
- વિરુદ્ધ આહારનું સેવન ન કરવું.
- પાણીમાં બાફેલાં કારેલાનું શાક જમવાથી સંધિવામાં ખૂબ જ રાહત થાય છે.
- અનિયમિત જીવનશૈલીથી ‘વા’ની માત્રા વધી જાય છે. તેથી ‘વા’ના દર્દીઓને રાત્રે વહેલા સૂવાની અને સવારે વહેલા જાગવાની ટેવ ખૂબ જ ફાયદાકારક અને જરૂરી છે.
- ઠંડા પાણીએ સ્નાન ન કરતાં ગરમ પાણીએ સ્નાન કરવું.
- ઉપચાર: સવારે નાસ્તા પહેલાં 2 ચમચી મધમાં 1 ચમચી તજનો પાઉડર ભેગો કરીને લેવો. આ ઉપચારથી 7 દિવસમાં 70થી 80 ટકા દુ:ખાવામાં રાહત થાય છે.
આ પણ વાંચો: આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ
1-1 ચમચી દળેલું જીરું અને ગોળ ભેગું કરીને થોડા પાણી સાથે સવાર-સાંજ લેવું. વધારે તકલીફમાં દિવસમાં ત્રણવાર પણ લઈ શકાય.
1થી 2 ચમચી મેથીનો પાવડર પાણી કે ગોળ સાથે સવાર-સાંજ લેવો.
1-1 ચમચી મેથી, સૂંઠ અને અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લેવું.
6-6 ચમચી સૂંઠ, જીરું અને 3 ચમચી કાળા મરીનું ચૂર્ણ મેળવીને 10 દિવસ સુધી રોજ ત્રણવાર અડધી-અડધી ચમચી પાણી અથવા ગોળ સાથે લેવું.
આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું દુ:ખાવા પર માલિશ કરવું.
સરસિયાના તેલમાં જાયફળને ઉકાળી તેનું માલિશ કરવું.
આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: ઊંઘ પછી વ્યાયામ પણ એટલો જ જરૂરી છે…
સાવધાની
*ઘૂંટણના ઘસારાની તકલીફ થતી જણાય તો પલાંઠીવાળી તેમ જ ઊભા પગે બેસવું નહીં. જેથી વધારે ઘસારો થાય નહીં.
*ચાલતી વખતે ઘૂંટણના સાંધા ઉપર શરીરના વજનથી ચાર ગણો લોડ આવતો હોવાથી યોગ્ય સંતુલિત આહારથી શરીરનું વજન સપ્રમાણ રાખવું.
*સાંધાઓને તકલીફ ન પડે તેવી ચાલવું, તરવું વગેરે કસરતો અને તેવાં યોગાસન નિયમિત કરવાં.
*‘વા’ના દર્દીઓએ કબજિયાત ન રહે તેની તથા શરીરના કોઈ પણ વેગો રોકાય નહીં તેની ખાસ સાવધાની રાખવી.



