આહારથી આરોગ્ય સુધીઃ દાડમ કે સફરજન મામલે તમે ક્યાંક ભ્રમમાં તો નથી ને?

ડૉ. હર્ષા છાડવા
પ્રકૃતિમાં અપાર વૈવિધ્યતા છે. સર્જનહાર પરમાત્માએ ઠેર ઠેર પ્રકૃતિનું સૌંદર્ય પાથર્યું છે. આ સૃષ્ટિના સર્જનહાર અદ્ભુત ચિત્રકાર છે. આ સૃષ્ટિમાં માનવ, પશુ-પંખી, વૃક્ષો-ફૂલો, ફળો, નદીઓ, પર્વત, સમુદ્ર, ઋતુઓ વગેરેનું સર્જન કરી પોતાની કુશળતાના દર્શન કરાવ્યા છે. સૃષ્ટિએ માનવ અને પશુ-પંખી કે નાનામોટા જીવો માટે ખોરાકની અદ્ભુત વ્યવસ્થા કરી છે.
માનવ સિવાયના બધા જ જીવો પોતાનું પ્રાકૃતિક ભોજન કે ખોરાક જ લે છે. તેઓ તેમાં કોઈ બાંધછોડ નથી કરતા. તે પોતાના મુજબ પ્રાકૃતિક ખોરાક કે ભોજન લે છે. તેઓ કોઈ તર્ક-વિતર્ક કરતા નથી. કોઈપણ પ્રકારના પ્રયોગ, ખંડન કે પૃષ્ટિ કરતા નથી કે કોઈપણ પ્રકારનું ભોજન બદલી કરતા નથી. તેમની માટે પ્રકૃતિએ જે આપ્યું છે તે લે છે.
માનવ પણ સૃષ્ટિમાંથી જ બનેલો છે. બુદ્ધિશાળી જીવ છે. માનવ એ પણ ઓળખી શકે છે કે પ્રાકૃતિક શું છે અને અપ્રાકૃતિક શું છે. કયા ખોરાકથી બીમારી આવે છે. વિજ્ઞાનોનો વિકાસ પણ માનવે કર્યો. શરીરની રચના કેવી છે કયા અવયવ શું કામ કરે છે. શરીરમાં કેટલા પોષક તત્ત્વો છે તેની જરૂરિયાત કેટલી છે. ફળો, અનાજ, શાકભાજી વગેરેમાં કયાં તત્ત્વો છે. કેટલા ફાયદાકારક છે. તેમ જ તે કેટલા ખાવા નહીં, ખાવા વગેરેનું વિજ્ઞાન માનવ જાણે છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!
ઝેરી કે અઝેરી એ શું છે તે પણ માનવ જાણે છે. લગભગ બધી જ જાણકારી હોવા છતાં કેમ માનવી બીમાર છે. દવાઓ પણ આપણી પાસે છે તેની ખરાબી કેટલી છે તેનું પણ જ્ઞાન છે. દવા પણ માનવીએ જ બનાવી. પ્રદૂષણ પણ માનવીએ જ કર્યું. રોગી પણ બને છે. તો માનવી બુદ્ધિશાળી કે મૂર્ખ!
ભોજન માટેના તર્ક-વિતર્ક ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. સોશ્યલ મીડિયા જ્યારથી દરેક લોકોના હાથમાં આવ્યું છે. ત્યારથી તો તે મોટા પ્રમાણમાં તકલીફમાં આવ્યું છે. પ્રોડકાસ્ટ કરતાં લોકો જે માહિતી આપે છે તેનું જ્ઞાન તેઓની પાસે છે કે નહીં તે એક મોટો પ્રશ્ર્ન છે. એક જ વસ્તુ માટે કે એક પ્રકારના ખાદ્ય-પદાર્થ માટે જુદી જુદી વાતો. લોકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રમિત થાય છે.
મારી પાસે આવતા દર્દીઓની ભ્રમણા એ છે કે અમુક વસ્તુઓ ખાવાથી શરદી થાય, કબજિયાત થાય, ગરમ પડે કે કોઈક વસ્તુ ઠંડી પડે ત્યારે મારે પૂછવું પડે કે તમે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. કર્યો છે તો તર્ક કરો. કોઈના કહેવાથી બોલવું ન જોઈએ. અનુભવની વાત કરો. આવી ભ્રામક વાતો વિશે જાણીએ કે લોકો પૈસા કમાવવા માટે ભ્રામક વાતો ફેલાવે છે. ઘણી સારી માહિતી પણ આપે છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…
દાડમ એ કબજિયાત કરે છે. આ સૌથી મોટી ભ્રમણા છે. દાડમ એ એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર છે. તેમાં વિટામિન-સી અને ફાઈબર છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. પાચન સુધારે છે. કેન્સરને જડમૂળથી કાઢવા માટે રામબાણ છે. ત્વચા અને વાળને ચમકદાર રાખે છે. શરીરની ઈમ્યુનિટી મજબૂત કરે છે. એનીમિયાથી બચાવે છે. માંસપેશીની દરેક તકલીફ દૂર કરે છે.
જો આટલી ગુણવત્તાવાળો છે તો તે કબજિયાત કેવી રીત કરે. દાડમના ફળ માટેનાં ગીતો ગવાય છે. દાડમ શરીરમાં કેવી રીતે કામ કરે છે. તે શરીરની એસિડિટીને ઓછી કરે છે, જ્યારે ઝાડા (ડાયરિયા) થાય તે એસીડિટીના કારણે થાય છે, ત્યારે મળ બંધાતું નથી. પાણી જેવું થઈ જાય છે. દાડમ એસિડને ઓછું કરી મળને બાંધે છે કે તેનો બાઈડિંગ આપે છે. એટલે કે મળને કડક બનાવવામાં મદદ કરે છે. લોકોની ભ્રમણા છે કે દાડમ કબજિયાત કરે છે. આ તર્ક સાવ ખોટો છે. આ ફળ કેન્સર માટે કામ કરે છે તો કેવી રીતે કબજિયાત કરે.
સફરજન માટે પણ આવી જ ભ્રામકતા છે. આ ફળમાં પોટેશિયમ, વીટામિન-સી, ફાઈબર તેમ જ પેક્ટિન એસિડ છે જે અલ્સરના ઘાવ ત્વરિત ભરી નાખે છે. આના ફાઈબર પેટનું દર્દ અને ગેસ્ટ્રાઈટિસમાં ઉપયોગી છે જે એક જેલ (ચીકણો પદાર્થ) બનાવી પેટના લેર ઉપર રક્ષા કવચ બનાવે છે. એટલે રોગાણુ વિરોધી ગુણો છે. ઈન્સ્યુલીન હાર્મોનને સંતુલિત કરે છે. જેના કારણે ડાયાબિટીસ આવતું નથી. સફરજન એ શક્તિપ્રદાન કરતું ફળ છે જે કબજિયાત નથી કરતું. કબજિયાત માટે અપ્રાકૃતિક ભોજન કે કેમિકલયુક્ત ખોરાક જવાબદાર છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધીઃ ઊંચાઇ-હાઇટ વધારવાની મથામણ…
સંતરા અને મોસંબી ખાવાથી શરદી થાય છે આ ભ્રમણા લોકોની જતી નથી. ખરાબ ખાનપાન કે સાકર કે અન્ય મીઠાઈઓ ખાવાથી કફ થાય છે જે શરદી રૂપે બહાર નીકળે છે, જ્યારે સંતરા ખાવાથી શરીરને વિટામિન-સી ભરપૂર મળે છે. વિટામિન-સી કફને પાતળો કરી બહાર ફેંકે છે ત્યારે લોકોને લાગે છે કે કફ થઈ ગયો કે શરદી થઈ. સંતરા કોઈ શરદી નથી કરતી, કફ બહાર ફેંકવાને લીધે એવું લાગે છે કે શરદી થઈ. આવું જ કાંઈ મોસંબી વિશે છે. સંતરા શરીરના બધા જ પ્રકારના થાક દૂર કરે છે. મગજનો થાક પણ દૂર કરે છે. જે શરીરના ઘાવ ભરવામાં મદદ કરે છે. તાવ પછીની નબળાઈ દૂર કરે છે.
પપૈયું આ ફળ વિશે લોકોની ભ્રમાણ કે તે ગરમ પડે છે. લોકો ગરમ પડે છે તે શું તેની ખબર નથી. લોકો બોલે છે કે કોઈ કહે છે તે સાંભળીને બોલે. પોતાના અનુભવ શું છે તે ખબર નથી. પપૈયું શરીરમાં તેલ પચાવાનું એટલે કે પ્રોટીનનું પાચન કરે છે અને શરીરને સશક્ત બનાવે છે, જ્યારે પ્લેટલેટ ઓછા વધુ થઈ જાય ત્યારે તો લોકો પપૈયાના પાનનો રસ કે કાચા પપૈયાનો રસ લે છે જેથી પ્લેટલેટ બેથી ત્રણ દિવસમાં જ સારા થઈ જાય છે.
હાડકાના બધા જ ફ્રેકચર લગભગ બેથી ત્રણ દિવસમાં કાચા પપૈયાના રસથી જોડાઈ જાય છે. મણકાની ગાદી ઘસાવી કે મણકાનું ખસી જવું તે બધું એસિડિટી વધી જવાને કારણે થાય ત્યારે પપૈયું આ એસિડને તરત કંટ્રોલ કરી લે છે અને મણકાના બધા જ પ્રોબ્લેમ લગભગ સાત-આઠ દિવસમાં જ સારા થઈ જાય છે. સાથે ખાવાનું પણ પ્રાકૃતિક હોવું જરૂરી છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: હિડન હંગર: એક છુપાયેલી ભૂખ કે કુપોષણ?
સાકર, મીઠાઈ, ચહા, કોફી, ચોકલેટ જેવા કેફેન પદાર્થ ન લેવા. શરીર ગરમ રહેવું જરૂરી છે. ઠંડા પડવું નો મતલબ મરી જવું છે. (શરીર ઠંડું પડવું) જો શરીર ગરમ હશે તો જીવન હશે. પપૈયું કાચું ખૂબ જ ઉપયોગી છે. ઠંડા ગરમના ખોટા વિચારો છોડી દો અને પ્રાકૃતિક વસ્તુઓનો આનંદ લ્યો. અધૂરું જ્ઞાન હંમેશાં નડે છે.
આવી ઘણી ભ્રામક વાતો લોકો કરે છે. પહેલા અનુભવ કરો. દવા વેચવાવાળાને ફક્ત પોતાનો નફો જોવો છે. માણસનું સ્વાસ્થ્ય નહીં. માનવ જ માનવનો દુશ્મન બને છે. કોઈ વૈજ્ઞાનિકને કે વનસ્પતિશાસ્ત્ર લખનારએ એવું ક્યાંય લખ્યું નથી કે મોસંબી સંતરા શરદી કરે છે. દવા વેચવાવાળાએ આ ભ્રામક વાતો ફેલાવી છે.
ટમેટાના બીજ, રીંગણાના બીજ પથરી કરે છે. આ સદંતર ખોટું છે. આપણી નસો વાળ કરતાં પણ પાતળી છે. તો તેમાં ક્યાં આવા બીજ ઘૂસવાના. પથરી થવાનું કારણ કોલેસ્ટ્રોલનું વધવું અથવા પ્રોટીનનું પાચન બરાબર ન થવું તે છે. હજુ વિસ્તારથી ઘણું લખી શકું છું પણ સમજદાર સમજી જશે.



