તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ ઋતુ પરિવર્તનની આરોગ્ય પર કેવી કેવી અસર થાય?

રાજેશ યાજ્ઞિક

ઋતુ પરિવર્તનની અસર વાતાવરણમાં દેખાય છે, તેમ તેની અસર કે એની આડ અસર પણ આપણા આરોગ્ય પર પણ દેખાતી હોય છે. ઋતુ પરિવર્તન થાય ત્યારે ઘણા લોકોને આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. જો તમે એ લાખો લોકોમાંના એક છો જેમને મોસમી એલર્જી છે તો તમે છીંક આવવી, નાક બંધ થઇ જવું અથવા વહેતું નાક અને અન્ય હેરાન કરનારાં લક્ષણો સહન કરતા હશો. મોસમી એલર્જી, જેને પરાગરજ તાવ (hay fever)અને એલર્જિક રહાઇનાઇટીસ (Rhinitis) પણ કહેવાય છે એ તમને દુ:ખી કરી શકે છે.

આ પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે હવામાં ફેલાતા ખતરનાક' પદાર્થ તરીકે ઓળખાતા હવામાં રહેલા નાના કણોએલર્જન’ તમારી રોગપ્રતિકારક શક્તિને ક્ષીણ કરી નાખે… જ્યારે તમે તમારા નાક કે મોં દ્વારા એલર્જન શ્વાસમાં લો છો ત્યારે તમારું શરીર હિસ્ટામાઇન નામનું કુદરતી રસાયણ મુક્ત કરીને પ્રતિક્રિયા આપે છે. હે ફીવર કહેવાતું હોવા છતાં, હે ફીવર તાવનું કારણ કે મોટાભાગના લોકોને એનાથી તાવ આવતો નથી.

એલર્જિક રહાઇનાઇટીસનાં લક્ષણોમાં છીંક આવવી, નાક બંધ થવું અને નાક, ગળા, મોં અને આંખોમાં બળતરાનો સમાવેશ થાય છે. ઘણાને આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે. કાન બંધ થવાય જવો એ પણ એક લક્ષણ છે.
મોસમી એલર્જી અસ્થમાથી પીડાતા લોકો માટે વધુ મુશ્કેલી સર્જે છે, તેમને અસ્થમા એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. એ પણ નોંધવું જોઈએ કે, એલર્જિક રહાઇનાઇટીસ ચેપી રહાઇનાઇટીસ જેવો નથી, જેને સામાન્ય રીતે શરદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
એલર્જિક રહાઇનાઇટીસ ચેપી નથી. ઉપરાંત, બધા રહાઇનાઇટીસ એલર્જિક નથી હોતા. ઘણા લોકો નોન-એલર્જિક રહાઇનાઇટીસથી પીડાય છે, જેના પરિણામે સમાન લક્ષણો જોવા મળે છે.

એલર્જિક રહાઇનાઇટીસ ક્યારે થાય છે?

તમને વર્ષના કોઈપણ સમયે હે ફીવર થઈ શકે છે. મોસમી એલર્જી વસંત, ઉનાળો અને પાનખરની શરૂઆતમાં થાય છે જ્યારે વૃક્ષો અને ઘાસ ખીલે છે અને પરાગની સંખ્યા વધુ હોય છે.

ઘરની અંદર અને બહારના ઘણા એલર્જન હે ફીવરનું કારણ બને છે, જેમકે વૃક્ષો, ઘાસ અને છોડમાંથી નીકળતી પરાગરજ, ફૂગના બીજકણ, પાલતુ પ્રાણીમાં ખંજવાળ, ધૂળની જીવાત, વંદાના મળ અને લાળ વગેરે.

સામાન્ય શરદી અને એલર્જિક રહાઇનાઇટીસનાં લક્ષણમાં કેટલાક તફાવતો છે. એલર્જીમાં ખંજવાળ, લાલ અને પાણીવાળી આંખો સામાન્ય છે, પરંતુ શરદીમાં એટલી સામાન્ય નથી. શરદીથી સ્નાયુઓમાં દુખાવો અને શરીરમાં દુખાવો અથવા તાવ આવવાની શક્યતા વધુ હોય છે.

આવી પરિસ્થિતિમાં લોકો પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન હોય તેવી દવાઓ પોતાની રીતે લઇ લે છે, પણ દરેક વખતે આ ઉપાય કામ ન પણ કરે. તેથી સતત રહેતી તકલીફ માટે તબીબ પાસે તપાસ કરાવવી જરૂરી છે.

તબીબને જરૂર જણાય તો એ તમને કેટલા ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી શકે છે. પરીક્ષણ તમારા ચોક્કસ ટ્રિગર્સને ટાળવા માટે તમારે કયા પગલાં લેવાની જરૂર છે તે નક્કી કરવામાં મદદ કરી શકે છે અને કઈ સારવાર તમારા માટે શ્રેષ્ઠ કામ કરી શકે છે તે ઓળખવામાં મદદ કરી શકે છે. એલર્જી વાતાવરણ કારણે જ છે કે નહીં તે પણ નક્કી કરવું જરૂરી છે.

કેવી રીતે ધ્યાન રાખવું?

એલર્જીનાં ચિહ્ન અને લક્ષણ (એલર્જન) ઉશ્કેરતી વસ્તુઓના સંપર્કમાં ઘટાડો કરવો એ સૌથી સરળ ઉપાય છે. સૂકા, પવનવાળા દિવસોમાં ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરી રાખો. લોન કાપવા, નીંદણ કાઢવા અને અન્ય બાગકામનાં કામ ટાળો, જે એલર્જનને ઉત્તેજિત કરે છે.

તમે બહાર પહેરેલા કપડાં ઘરે આવીને બદલી નાખો અને તમારી ત્વચા અને વાળમાંથી પરાગરજ ધોવા માટે સ્નાન કરો. કપડાં બહાર લટકાવશો નહીં, પરાગરજ ચાદર અને ટુવાલ પર પણ ચોંટી શકે છે. વહેલી સવારે જ્યારે પરાગકણોની સંખ્યા સૌથી વધુ હોય છે ત્યારે બહારની પ્રવૃત્તિ ટાળો.

તમારા ઘર અને કારમાં એર ક્નડીશનીંગનો ઉપયોગ કરો. જો તમારા ઘરમાં ફરજિયાત એર હીટિગ અથવા એર ક્નડીશનીંગ હોય, તો ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા ફિલ્ટર્સનો ઉપયોગ કરો અને તેમની નિયમિત જાળવણી કરો. ડીહ્યુમિડિફાયર વડે ઘરની અંદરની હવાને સૂકી રાખો… અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર ચાદરને ખૂબ ગરમ પાણીથી ધોઈ લો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button