તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એક સમર્થ અધ્યાત્મસાધન છે… | મુંબઈ સમાચાર

તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એક સમર્થ અધ્યાત્મસાધન છે…

-ભાણદેવ

  1. પ્રાણાયામનાં મુખ્ય લક્ષણો:

પ્રાણાયામ ખરા અર્થમાં પ્રાણાયામ ક્યારે બને છે? ક્યાં ક્યાં લક્ષણો છે, જેમનાથી પ્રાણાયામ પ્રાણાયામ બને છે?

(1)પ્રાણાયામના અનેક પ્રકારો છે. પ્રત્યેક પ્રકારના પ્રાણાયામની વિશિષ્ટ પદ્ધતિ હોય છે. જે કોઈ પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે તેની વિશિષ્ટતા અને પદ્ધતિ બરાબર સમજીને તે પ્રમાણે તે પ્રાણાયામ કરવામાં આવે, તે આવશ્યક છે.

(2)પ્રાણાયામમાં રેચક અને પૂરક ખૂબ ધીમે ધીમે કરવાના હોય છે. मंदं मंदं पिबेद्वायुं मंदं मंदं वियोजयेत (ગોરક્ષશતક)પૂરક અને રેચક દરમિયાન શ્ર્વાસ પરનું આ નિયંત્રણ એક નસકોરું બંધ કરીને અથવા શ્ર્વસનમાર્ગ આંશિક રીતે બંધ કરીને સાધવામાં આવે છે. ભસ્રિકા પ્રાણાયામના પ્રથમ વિભાગમાં પૂરક-રેચક ખૂબ ઝડપથી કરવામાં આવે છે. આ એક અપવાદ છે, તેમ સમજવું.

(3)પ્રાણાયામનું કોઈ અંગ, વિશેષત: કુંભક કોઈ પણ તબક્કે કષ્ટપ્રદ ન બને તે આવશ્યક છે, તેથી જ તેનું પ્રમાણ પોતાની શક્તિ પ્રમાણે નક્કી કરવું જોઈએ. પ્રાણાયામને અંતે સંપ્રસાદનો અનુભવ થવો જોઈએ, થાક કે કષ્ટનો નહીં. પ્રાણાયામનો અભ્યાસ ધીમે ધીમે અને સાવચેતીપૂર્વક વધારવો જોઈએ. જો આ બાબતની કાળજી ન લેવામાં આવે તો પ્રાણાયામ જોખમી બની શકે છે.

(4)પૂરક, કુંભક અને રેચકના સમયનું એક નિશ્ર્ચિત પ્રમાણ હોય છે. આ પ્રમાણ પહેલેથી છેલ્લે સુધી એકધારું જળવાવું જોઈએ.

તેનો વિનિયોગ કરવો જોઈએ.

(6) પ્રાણાયામના આગળના અભ્યાસમાં ત્રિબંધનો વિનિયોગ કરવામાં આવે છે. સૌથી પ્રથમ ઉડ્ડિયાન બંધ,પછી કુંભક દરમિયાન જાલંધર બંધ અને છેલ્લે મૂલબંધ ઉમેરવામાં આવે છે.

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…

(7) પ્રાણાયામના અભ્યાસથી કોઈ પણ બેઠક દરમિયાન ઓછામાં ઓછાં અમુક આવર્તનો આવશ્યક છે,કારણ કે તો જ પ્રાણાયામની અસર થાય છે. પ્રથમથી અંતિમ આવર્તન સમય સરખો રહેવો જોઈએ.

(8)પ્રણાલિકા એવી છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન નાસાગ્ર દૃષ્ટિ, ભ્રૂમધ્ય દૃષ્ટિ કે અમાવસ્યા દૃષ્ટિ(આંખો બંધ રાખવી) રાખવામાં આવે છે. અનુભવવાની હોય છે અને તે રીતે ધ્યાન ધીમે ધીમે અંદર વાળવાનું હોય છે.

(10) પ્રત્યેક અધ્યાત્મસાધન માટે આદેશ છે- मनोयोगेन समाचरेत् । (સાધન) મનોયોગપૂર્વક કરવું જોઈએ. અને कुर्यात् अध्यात्म चेतसा | (સાધન) આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી થવું જોઈએ.

(11) પ્રાણાયામની બહિરંગ પ્રક્રિયા આખરે તો પ્રાણના પ્રવાહો પર સંયમ સિદ્ધ કરવા માટે છે. જ્યારે આ સંયમ સિદ્ધ થાય ત્યારે જ પ્રાણાયામ (પ્રાણ+ આયામ= પ્રાણાયામ) સિદ્ધ થયો ગણાય.

(12) પ્રાણાયામ એક સમર્થ અધ્યાત્મસાધન છે અને હઠયોગનું તો કેન્દ્ર છે.

  1. પ્રાણાયામ અને શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામ વચ્ચે ભિન્નતા:

અનેકવાર પ્રાણાયામને શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામની એક પદ્ધતિ માની લેવામાં આવે છે, પરંતુ બંને મૂળભૂત રીતે જ ભિન્ન છે. આપણે બંનેના ભેદને સમજવાનો પ્રયત્ન કરીએ:

(1)પ્રાણાયામ અધ્યાત્મસાધન છે. શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામ એક વ્યાયામપદ્ધતિ છે. શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામનો હેતુ શારીરિક સ્વાસ્થ્ય છે. પ્રાણાયામનો હેતુ પ્રાણસંયમ અને પ્રાણજાગરણ છે.પ્રાણાયામથી પણ શારીરિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સ્વાસ્થ્ય વધારે સાચું અને વધારે ઊંડું હોય છે, છતાં તે પ્રાણાયામની આડપેદાશ છે; લક્ષ્ય નહીં.

(2)શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામમાં પેડુ, પેટ કે છાતીના હલનચલન પર કોઈ નિયંત્રણ રાખવામાં આવે તેવી અપેક્ષા નથી. પ્રાણાયામમાં આ સ્વરૂપનું નિયંત્રણ રાખવામાં આવે છે.

(3)શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામમાં કુંભકને સ્થાન નથી. પ્રાણાયામમાં કુંભક મુખ્ય અંગ છે. કેટલાક યૌગિક ગ્રંથોમાં તો પ્રાણાયામના પર્યાયવાચક તરીકે ‘કુંભક’ શબ્દનો પ્રયોગ થયો છે. અહીં એ નોંધવું રસપ્રદ, ઉપયોગી અને આવશ્યક છે કે જો કોઈ વ્યક્તિ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામનો અભ્યાસ કરવા ઈચ્છે તો તેને માટે કુંભક કરવાનું આવશ્યક નથી.

ઘેરંડસંહિતા, શિવસંહિતા વગેરે યૌગિક ગ્રંથો થોડા ફેરફારો સાથે હઠપ્રદીપિકાને અનુસરે છે.

આ વર્ગીકરણમાં ગણાવવામાં આવેલ ભિન્ન ભિન્ન પ્રાણાયામમાં કુંભકના સ્વરૂપમાં ભિન્નતા નથી, પરંતુ દરેકમાં પૂરક અને રેચકના સ્વરૂપમાં તફાવત છે. તેથી એમ કહી શકાય કે આ વર્ગીકરણ પૂરક રેચકના સ્વરૂપને ખ્યાલમાં રાખીને કરવામાં આવેલ છે.

આ બધા ગ્રંથોમાં કેવલકુંભકને સૌથી મહત્ત્વપૂર્ણ કુંભક ગણવામાં આવેલ છે અને તેનો ઉલ્લેખ અલગ રીતે કરવામાં આવેલ છે. આમ કરીને બાકીના પ્રાણાયામના અભ્યાસનું પર્યવસાન કેવલકુંભકમાં થાય છે, એમ સૂચવવામાં આવેલ છે.

(4)વસિષ્ઠસંહિતામાં પ્રાણાયામના વર્ગીકરણની એક કરતાં વધુ પદ્ધતિઓ આપેલ છે.:

(અ) સગર્ભ (મંત્ર સહિત) પ્રાણાયામ અને અગર્ભ (મંત્ર વિના) પ્રાણાયામ

(રૂ) સહિત કુંભક (રેચકપૂરક સહિત) અને કેવલ કુંભક (રેચક પૂરક વિના)

(ઇં)) બાહ્યકુંભક અને આંતર કુંભક

(જ) ઉત્તમ પ્રાણાયામ, મધ્યમ પ્રાણાયામ અને અધમ પ્રાણાયામ

આ ત્રણ પ્રકારો પાડવાની પણ જુદી જુદી પદ્ધતિઓ છે. કોઈક ગ્રંથમાં આ ત્રણ પ્રકારો પરિણામને આધારે પાડવામાં આવેલ છે. ગોરક્ષનાથ કહે છે-

अधमे च घनोघर्मः कंपो भवति मध्यमे |
उत्तिष्ठत्युत्तमेयोगी बद्ध पद्मासनो मुहुः ॥

  • गोरक्षशतकम्;४९

‘અધમ પ્રાણાયામમાં ખૂબ પરસેવો થાય છે. મધ્યમ પ્રાણાયામમાં કંપ થાય છે અને ઉત્તમ પ્રાણાયામમાં બદ્ધ પહ્માસનસ્થ યોગી વારંવાર ઉન્નયન અનુભવે છે.’

અન્ય સ્થાને આ પ્રકારો માત્રાને આધારે પણ પાડવામાં આવેલ છે. ઘેરંડ કહે છે-

उत्तमाविंशतिर्मात्रा मध्यमा षोडशी स्मृता |
उधमा द्वादशी मात्रा प्राणायामस्त्रिधा स्मृता ॥
-घेरण्डसंहिता ; ५-५४

‘વીશ માત્રાયુક્ત ઉત્તમ, સોળ માત્રાયુક્ત મધ્યમ અને બાર માત્રાયુક્ત અધમ’.
(ક્રમશ:)

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : શવાસન હૃદય ને જ્ઞાનતંત્રને બળવાન તથા કાર્યક્ષમ બનાવે છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button