આહારથી આરોગ્ય સુધીઃ બીમારીનું કારણ ગ્લેક્સોલ

ડૉ. હર્ષા છાડવા
ગ્લેક્સોલ એ એક કાર્બનિક યોગિક છે, જેનું ઊંચુ પ્રમાણ રોગ કે બીમારીને અતિ સજ્જડ બનાવી દે છે. રોગનું કે બીમારીનું સારું થવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. આખી જિંદગી રોગ કે બીમારી સાથે રહેવું પડે છે. આના કારણ વ્યક્તિ સમજી જાય તો મોટી મુશ્કેલી કે વ્યાધિમાં નીકળી શકે છે. બીમારી શા માટે આવે છે તે સમજવું જરૂરી છે.
જાણકારી લગભગ બધાને હોય છે, પણ આચરણમાં નથી આવતું. બીમારી થતાં માણસ ડરી જાય છે, જલદીથી દવાનો સહારો લઈ લે છે. કોઈપણ પ્રકારની દવાથી બીમારી દબાઈ જાય છે. શરીરમાં બહાર જણાતી નથી, પણ શરીરમાં પ્રક્રિયા ચાલુ રહે છે. જેથી એ જટિલ બની જાય છે. અપ્રાકૃતિક કે કેમિકલવાળા ખાદ્ય-પદાર્થ આજે આપણી માટે મોટી સમસ્યા છે.
ભૂખ ન હોવા છતાં ખાવું, કોઈ કારણ વગરના ખાદ્ય-પદાર્થ લેવાં, જેમાં કોઈ ફૂડ વેલ્યૂ હોતી નથી. કબજિયાત જેવી સમસ્યા પર ધ્યાન આપવું જેનાં કારણે વ્યાધિઓ વધે છે. કબજિયાતને દવાથી દૂર કરવી કે નુસખા અપનાવવા તે વધુ નુકસાનકારક છે. પરિણામે એસિડિટી વધી જાય છે. જે કબજિયાતને કેન્સર સુધી લઈ જાય છે. શરદી પણ એસિડિટીના કારણે થાય છે. આ બાબત પર લોકો ક્યારેય ધ્યાન દેતાં નથી, દવાઓનો સહારો લે છે અથવા આદું-સૂંઠના કાઢા પીવે છે જે વધુ સમસ્યાઓ સર્જે છે. આગળ જતાં બીમારી વધુ જટિલ બની જાય છે.
બીમારીઓ લગભગ બધી જ (એ.જી.ઈ.) એડવાન્સ ગ્લાયડેસન એન્ડ પ્રોડક્ટના લીધે થાય છે. આના કારણે શરીરમાં ગ્લેકસોલ બને છે. સામાન્ય ભાષામાં વાત કરીએ તો લોહીમાં ઊંચુ સાકરનું પ્રમાણ અને અપૂરતું ઈન્સ્યુલિનના કારણે લોહીમાં એસિડિટી ઉત્પન્ન થાય છે. આને લીધે લોહીમાં ગ્લેક્સોલ બને છે. ગ્લેક્સોલના ઊંચા પ્રમાણને લીધે અનેક જાતની બીમારી થાય છે.
જેમ કે હાયપર ગ્લેસેમિયા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈન, રેસ્પિરેટરીના માર્ગમાં તકલીફ, પ્રોટીનનું બગડવું, ધાતુઓનું બગડવું, વિટામિન્સ બગડવા, ડી.એન.એ.માં બદલાવ, સેલની અંદર ખરાબી, હાકડાંમાં દુ:ખાવો, સ્નાયુઓ અક્કડ થવા જેવી બીમારીઓ થાય છે.
ગ્લેકસોલ કેવી રીતે બને છે, જેમ કે સાકર કેરેમલાઈઝ્ડ પ્રક્રિયા થઈને ખરાબ થઈ જાય છે. એવું નોન-એન્ઝાઈમ બ્રાઉન પ્રતિક્રિયા જેમકે મિલાર્ડ રિએક્શનના લીધે ગ્લેકસોલની વૃદ્ધિ થાય છે. આને સાદી ભાષામાં સમજીએ તો આલ્કોહોલ જેવા પદાર્થ, ખાદ્ય-પદાર્થમાં બની જાય છે.
ચહા, કોફી, ચોકલેટ, બ્લેક ટી, બેવરિજ, ઈન્સ્ટન્ટ કોફી, સોયાસોસ, રોસ્ટેડ બ્રેડ, બ્રેડ ક્રમ્સ, વાઈનના બધા જ પ્રકાર (વાઈન ઘણા ખાદ્ય-પદાર્થ બનાવવામાં વપરાય છે.) ડિપ ફ્રાઈંગ (તેલમાં વારંવાર તળવું), બહારના તળેલા પદાર્થ બધા જ રિફાઈન્ડ તેલમાં બને છે અને વારંવાર તળવામાં આવે છે. ઘણીવાર ઓવનમાં વારંવાર ગરમ પણ કરવામાં આવે છે.
એક જાતનો ધૂમાડો ટ્રાફિકના કારણે થાય છે, જે ગ્લેક્સોલ છે. ઘરમાં વપરાતા હાઉસહોલ્ડ જેવાં કે સ્પ્રે (મચ્છર કે કોકરોચ માટે વપરાતા), ટોઈલેટ ક્લિનર, ફિલાઈલ, દવાઓ બનાવવાની પ્રક્રિયાને કારણે ગ્લેક્સોલ પેદા થાય છે. હમણાં તાજું ઉદાહરણ છે તે કફ સિરપના કારણે બાળકોના મૃત્યુ.
તંદુરસ્ત માણસના શરીરમાં ગ્લેક્સોલનું પ્રમાણ 0.23થી 0.13 મિલીલીટર હોય છે. જેમ જેમ આનું પ્રમાણ બ્લડ પ્લાઝમામાં વધી જાય તેમ તેમ બીમારી આવે છે. યુરેમિક (યુરિક એસિડ)ના દર્દીમાં ગ્લેક્સોલનું પ્રમાણ 0.40/0.16 મિલીલીટર એટલે ડબલ હોય છે. ડાયાલિસીસવાળા દર્દીમાં આનું પ્રમાણ 0.76/0.204 મિલીલીટર જેટલું હોય છે. એટલે કે ત્રણગણું હોય છે.
આવી પરિસ્થિતિના કારણે હૃદયની પેશીઓમાં ગ્લેક્સોલ જામી જાય છે. સેલનો આકાર બદલાઈ જાય છે. તેથી લોહીમાં બદલાવ આવે છે. મૂત્રવર્ધકથી બ્લડ કેમિસ્ટ્રી અને કોમ્પોઝીશન બદલાઈ જાય છે. જેના કારણે પ્રોટીન ખોરવાય છે. હિમોગ્લોબિન ખરાબ થાય ત્યારે સીકલ સેલ એનિમિયા જેવી પરિસ્થિતિ થાય છે. ગ્લેક્સોલના કારણે સેલની આકૃતિ બદલાય છે. થેલેસેમિયા જેવા રોગ થાય છે.
મારી પ્રેક્ટિસમાં જોયું છે કે દર્દીઓને ચૉકલેટ વધુ ભાવે છે. જે હાનિકારક છે. આજકાલ લોકો બ્લેકબેરીનો ઉપયોગ વધુ કરે છે. કારણ તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ ભરપૂર હોય છે, પણ જે લોકો એન્ટિ-ઓક્સિડેન્ટ વધારવા બ્લેકબેરી જામ ખાય છે જેમાં એનનાઇટ્રોસેમિન્સ જેવા કેમિકલ્સ નખાય છે. જે લીવરનું કેન્સર પેદા કરે છે. બેવરેજિસમાં કેમિકલના કારણે પલ્મોનરી ફાઈબ્રોસીસ પણ થાય છે.
ગ્લેક્સોલના કારણે કિડની ખરાબ થાય છે. જેમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે. સોડિયમ વધી જતાં કોશિકાની બહાર પાણી ઊભરાઈ જાય છે. (કોષોના પાણીને બહાર કાઢે છે.) જેના કારણે તે બહાર ફેલાઈ જાય છે અને સોજા આવી જાય છે. કારણ સોડિયમ અને ગ્લુકોઝ પાણીને પકડી રાખે છે. આના લીધે અનિચ્છનિય પાણીનું પ્રમાણ વધી જાય છે. લોહીમાં પાણીનું પ્રમાણ વધી જાય તેથી પગમાં સોજા જલદી મટતા નથી. તેમ જ બ્લડ-પ્રેશર પણ વધી જાય છે.
ગ્લેક્સોલના કારણે ડાયાબિટીસ વધી જાય છે. ગોળીના સેવનના કારણે ચામડીની નીચે મીણ જેવો ચીકણો પદાર્થ ભરાય છે. કારણ દવા લોહીમાંથી ગ્લુકોઝ કે શુગર ઓછું કરે તે બધા અવયવોમાં ભરાઈ જાય છે. ચામડીની નીચે આવે તો ચામડી ફલફી (સ્પંજ) જેવી થઈ જાય છે.
આંખમાં ગ્લુકોઝ વધી જતાં મોતિયો થાય. કિડનીમાં ભરાતા પથરીની સમસ્યા કે ક્રિએટીનાઈન વધી જાય છે, પગમાં ભરાતા ગોઠણનો દુખાવો થાય અથવા પાનીમાં દુ:ખાવો થાય. ઘણીવાર પગ સડી જાય છે. હૃદયમાં જતાં તેની આર્ટરી ખરાબ થાય છે. મગજમાં જતાં ન્યૂરોન તકલીફમાં આવે અને અલ્ઝાઈમર કે ધ્રૂજારી (કંપવાત) જેવી બીમારી થાય છે.
ગ્લેક્સોલ થવાનું કારણ કેમિકલયુક્ત આહાર, વધુ પ્રોસેસ થયેલી ખાદ્ય-વસ્તુઓ જેવી કે ચોકલેટ. ચોકલેટમાં કેમિકલ નાખી વધુ ઉચ્ચ તાપમાનથી બનાવવામાં આવે છે. તેમાં રહેલા કેમિકલ થાયરોમાઈન અને સાલસોલીનીન આ બે કેમિકલના કારણે કોષો નાશ પામે છે. બ્લડપ્રેશર ત્રીસ જેટલું વધી જાય છે. આ ઓક્ટામાનીનનું સ્ટ્રક્ચર જે સાયનિક નલિકામાં આવેલું છે તેમાં અવરોધ પેદા કરે છે. આ ચેતાકોષોની જાળનું સ્ટ્રક્ચર બગાડી નાખે છે. જેથી માઈગ્રેન, માથું દુખવું કે સાયકોન્યૂરોલોજિક તકલીફનો સમૂહ પેદા કરે છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?
સાલસોલીનીનના કારણે કોષોનું મરણ થાય છે કે મૃત પામે છે. જેના કારણે ડોપામાયનાજિક થાય છે. અને કંપવાતનો રોગ થાય છે. સ્પષ્ટ રીતે સાલસોલીનીન એ ન્યૂરોટોક્સિક છે. આ યુરિનની બીમારીની દવામાં પણ વપરાય છે. ન્યૂરોન્સ કોશિકા મૃત પામે છે અને ડી.એન.એ. ક્ષતિવાળા થઈ જાય છે.
આનંદમાઈડ આ કેમિકલ એ ખુશીનો અણુ છે આ પ્રાકૃતિકરૂપથી શરીરના ન્યૂરોટ્રાન્સમીટર છે જે એન્ડોક્રેનાબિનોઈડ સિસ્ટમને સક્રિય કરે છે. જેનાથી આનંદની લાગણી થાય છે. બહારથી આ કેમિકલ ચોકલેટમાં નાખવામાં આવે છે. જેના કારણે નશા જેવું થાય છે. આ આનંદમાઈડ એક લિપિક મધ્યસ્થ છે, જે હાર્ટને અને હાડકાના સ્નાયુને ખરાબ રીતે અસર કરે છે. સંવેદનાના આવરણને નુકસાન કરે છે, જેના કારણે વાઈના હુમલા આવે છે. આ કેમિકલના કારણે આલ્કોહોલ, ચરસગાંજા જેવો નશો થાય છે. નશાકારક અનૂભૂતિને કારણે ચોકલેટ વધુ ખવાય છે.
એડવર્ટાઈઝર્સ અને સ્પોન્સર્સ કે મેન્યુફેક્ચરર વગેરે ચૉકલેટના ગુણધર્મો બતાવે છે. જેનાથી લોકોને લલચાવી રાખે છે. આવી રીતે ન લલચાશો. ચૉકલેટ એ બીન્સ અને કોફેનના પાંદડામાંથી બને છે. બન્નેના પ્લાંટ એક જ હોય છે, જે નશાકારક છે.
ચૉકલેટ બધી જ પ્રકારના કોલ્ડ્રિંક, બહારના ફરસાણ, બેકરીની બધી જ પ્રોડક્ટ્સ, ફેન્સી ખોરાક, આઈસક્રીમ, જામ, સોસીસ, ગ્રીલફૂડ, મિઠાઈઓ એ બધુ લાંબી પ્રોસેસથી બને છે, જેના કારણે તે ટોક્સિક બને છે. શરીરની પ્રણાલી બગાડી નાખે છે. શરીર બગડતા દવાઓ જે ઉચ્ચ તાપમાન અને કેમિકલથી બને છે. જેના કારણે શરીરમાં એક પ્રકારનો કાદવ (ગ્લેક્સોલ) બને છે, જે જ્યાં ભરાય ત્યાંનો રોગ થાય છે. આના કારણે કેટલી દવાઓ કે ઉપચાર કામ નથી આવતા. દર્દી કોઈ દિવસ સાજો નથી થવાનો તે દર્દી જ રહેવાનો.
દિવાળીમાં ચોકલેટના ડબ્બા આપતા વિચારજો. ખાવા યોગ્ય છે કે નહીં.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!