તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
આંજણી ઈફિભસ
માથાનો ખોડો ખજ્ઞહય
મસો જિુંય
ખીલ ઉફક્ષમિીરર
ચીરો ઙશળાહય

ઓળખાણ પડી?
તાજી વિયાયેલી ગાય કે ભેંસના ઓર પડ્યા પહેલાંના ખીરામાં ખાંડ નાખી ગરમ કરી બનાવેલી મીઠાઈની ઓળખાણ પડી? આ આઈટમ એકદમ નરમ હોય છે.
અ) કલાકંદ બ) ખોયા ક) મિલ્ક કેક ડ) બળી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘નવરાત્રિમાં માથે ગરબો મેલીને રમવાની પ્રથા
નામશેષ થવા આવી છે’ પંક્તિમાં મેલી શબ્દનો અર્થ
જણાવો.
અ) શણગારી બ) મૂકી ક) ગવડાવી ડ) પૂજી

માતૃભાષાની મહેક
ગરમી એટલે અગ્નિ, સૂર્ય વગેરેથી જે ગરમ હવા થાય છે તે, ઉષ્ણતા કે તાપ. ગરમીમાં ચાર ગુણ છે: જે ચીજમાં ગરમી દાખલ થાય છે તે ચીજનું કદ ફૂલીને વધે છે. કેટલાક નક્કર પદાર્થને તાવીને પ્રવાહી કરે છે. પાણી જેવા પદાર્થને તે વરાળ રૂપમાં લાવે છે અને જે જે ચીજો ગરમીથી કદમાં વધે નહિ, અથવા હવા રૂપે ઊડી જઈ શકે નહીં તેવી ચીજોને તે બાળીને ભસ્મ કરી શકે છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ હૉસ્પિટલના નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) નાક બ) આંતરડું ક) ફેફસાં ડ) કિડની

ઈર્શાદ
મને જો કળ વળી તો વિશ્ર્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
— અમૃત ઘાયલ

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૮, ૨૧, ૪૭, ૯૯, ૨૦૩, ——–
અ) ૨૯૩ બ) ૩૭૫ ક) ૪૧૧ ડ) ૪૫૦

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કબજિયાત Constipation
તોતડાવું Stammer
કર્કરોગ Cancer
ચિત્તભ્રંશ Dementia
હરસમસા Piles

માઈન્ડ ગેમ
૬૪

ઓળખાણ પડી?
તકમરિયાં

ગુજરાત મોરી મોરી રે
લોહી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ગાડું

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતિમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ દલાલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door