ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
છોડમાંથી મળતા ઝીણાં કાળા
રંગનાં દાણા જેવાં દેખાતા પદાર્થની ઓળખાણ પડી? આ બિયા પ્રકૃતિમાં અત્યન્ત શીતળ છે અને સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. ઠંડક માટે વપરાય છે.
અ) અળસી બ) તકમરિયાં ક) કાળા તલ ડ) કપાસિયાના બી
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કબજિયાત Cancer
તોતડાવું Piles
કર્કરોગ Dementia
ચિત્તભ્રંશ Constipation
હરસમસા Stammer
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ પંક્તિમાં શકટ શબ્દનો અર્થ જણાવો.
અ) શકોરું બ) શરણાઈ ક) ગાડું ડ) વજન
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ હોસ્પિટલના હેમેટોલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) હાડકાં બ) હેડકી ક) લોહી ડ) પાચનક્રિયા
માતૃભાષાની મહેક
હરણનો એક અર્થ ઉપાડી જવું તે; ઝૂંટવી લેવું તે; જોરજુલમથી ઝૂંટવી લાવવું તે. અસલના વખતમાં હરણ કરીને પણ પત્ની મેળવવાની પ્રથા હતી. કિમણી હરણ, ઉષાહરણ અને સુભદ્રાહરણના પ્રસંગો ખૂબ જ જાણીતા છે. કેટલીક પ્રાથમિક સ્થિતિ ભોગવતી જાતો સ્ત્રી હરણના વિધિની લગ્નમાં જર ન હોય તોપણ ચાલુ રાખે છે.
ઈર્શાદ
બારીમાંથી ગગન પાડતું સાદ! સાદ ના પાડો,
અમે દીવાલો, નથી અમારે પાંખ: સાદ ના પાડો.
- ચંદ્રકાન્ત શેઠ માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
4, 9, 16, 25, 36, 49 ——–
અ) 56 બ) 64
ક) 66 ડ) 72
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
સંધિવા Rheumatism
લકવો Paralysis
મનોવિકાર Psychosis
મગજનો સોજો Encephalitis
નેત્રદાહ Conjunctivitis
માઈન્ડ ગેમ
527
ઓળખાણ પડી?
SALAK
ગુજરાત મોરી મોરી રે
ગળું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
રાત્રિ