આહારથી આરોગ્ય સુધીઃ ઊંચાઇ-હાઇટ વધારવાની મથામણ…

- ડૉ. હર્ષા છાડવા
વ્યક્તિત્વ (પર્સનાલિટી)ને આકર્ષક બનાવવા આત્મવિશ્વાસ, સકારાત્મક દૃષ્ટિકોણ, પ્રભાવી સંચાર કૌશલને આંતરિક રીતે વિકસિત કરવું પડે છે. તેમ બાહ્ય વ્યક્તિત્વ (પર્સનાલિટી) માટે આકર્ષક શારીરિક ઊંચાઇનું મહત્ત્વ આજના યુગમાં વધુ જણાઇ રહ્યું છે. શારીરિક ઊંચાઇ (હાઇટ) એ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યનું એક મહત્ત્વનું પાસું છે. ઊંચાઇ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વ્યક્તિની ઊંચાઇ એ લોકોમાં પણ આકર્ષક પ્રભાવ પાડે છે.
ઊંચાઇ વધારવા માટે લોકો ઘણાં અખતરા કરે છે. ઘણી દવાઓનો સહારો લે છે. નાની વયમાં જો આની પર ધ્યાન આપવામાં આવે તો સફળતા મળી શકે છે. શારીરિક ઊંચાઇ બહુ જ વધારે કે ઓછી તે આપણને માતા-પિતા પાસેથી મળેલા જીનના આધારે હોય છે.
સૌથી પહેલા આપણને ખબર હોવી જોઇએ કે આપણે ઊંચાઇ (હાઇટ) જેનેટીક પર નિર્ભર છે. જેનેટીક એટલે કે આપણું શરીર બિલિયંસ ઓફ ટ્રીલિયંસ સેલથી બનેલું છે. સેલની અંદર ન્યૂક્લિયસ હોય છે. આ ન્યૂક્લિયલની અંદર ક્રોમોસોમ છે. આ ક્રોમોસોમની જેમ જેમ અંદર જઇએ તેમ તેમાં ડી.એન.એ.નો અર્થ ડીઓકસી રાઇબોન્યૂક્લિક એસિડ જે એક અણુ છે. જેમાં જીવવિકાસ અને કાર્ય પ્રણાલી માટે આનુવંશિક જાણકારી છે.
માતા-પિતાથી સંતાનોમાં આનુવંશિક જાણકારીનો સંચાર ડી.એન.એ.ના માધ્યમથી થાય છે. જેનાથી ત્વચાનો રંગ ઊંચાઇ (હાઇટ) વાળ વગેરે જેવી બાબતો નક્કી થાય છે. માતા-પિતાની ઊંચાઇ (હાઇટ) વધુ હોય પણ સંતાનોની ન હોય અથવા વધુ હોય. ઘણીવાર ઘરમાં બધાં સંતાનોની હાઇટ અલગ અલગ હોય. આ જીનના અપ્રભાવ કે પ્રભાવને કારણે થાય છે.
આપણા માથામાં (હેડ)ની અંદર સ્કલ છે. સ્કલની અંદર પોલાણ (કેવીટી) છે. આ પોલાણમાં એક ગ્રંથિ છે. જેને પીયૂષ (પિટ્યુટરી) ગ્રંથિ કહેવાય છે. આ ગ્રંથિમાંથી ગ્રોથ હાર્મોન (જી.એચ.) નીકળે છે. જે આપણાં શરીરનું ગ્રોથ (વિકાસ) કરે છે. આ મસ્તિષ્કના મધ્યભાગમાં થેલેમસના નીચે અને પિટયુટરી ગ્રંથિની ઉપર હાયપો થેલેમસ ગ્રંથિ જે વટાણા કે બદામ આકારની છે. જે આપણા દુ:ખ-સુખ, લાગણી તાપમાન, ભૂખ, તરસ, નિંદર અને હાર્મોન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.
આ ગ્રંથિ લોહી દ્વારા પૂરા શરીરમાં ગ્રોથ હાર્મોન (જીએચ) પહોંચાડે છે. ગ્રોથ હાર્મોન જેટલો સ્વસ્થ હોય તેટલો આપણો વિકાસ સારો થાય. એ બહુ વધી જતાં (ઊંચાઇ હાઇટ) મહાકાય જેવી થાય બહુ જ ઓછો થાય તો વ્યક્તિ ઠીંગણા બની જાય છે. કોઇ એક રોગગ્રસ્ત કે કોઇ વ્યાધિ હોય તો તે સંતાન માટેના વિકાસ માટે પોતે સ્વસ્થ રહેવું જરૂરી છે. કોઇ એક રોગગ્રસ્ત કે કોઇ વ્યાધિ હોય તો તે સંતાનના શારીરિક વિકાસ ખરાબ પરિણામ આપે છે.
શારીરિક ઊંચાઇ (હાઇટ) માટે હાડકાંની અંદર આવેલી એપીફિજિયલ પ્લેટ્સ જવાબદાર છે જે શારીરિક ઊંચાઇ માટે હાડકાંથી વિનિયમિત (રેગ્યુલેટ) થાય છે. શરીરનું જે લાંબા હાડકું (લોંગબોન) એના બન્ને કિનારા પર એક એપીફિજિયલ પ્લેટ્સ પર હાર્મોનનો પ્રભાવ હોય છે. હાર્મોન દ્વારા તે એન્ડોકોન્ડલ ઓસિફિકેશન નામક પ્રક્રિયાના માધ્યમથી નવા હાડકાનું નિર્માણ કરે છે. જેના કારણે હાડકાંની લંબાઇ વધે છે અને અંતત: આ બંધ થઇ જાય છે. એટલે કે અઢાર વર્ષની ઉંમર પછી તે પ્લેટસ બંધ થઇ જાય છે જેથી ઊંચાઇ (હાઇટ) વધવાને બંધ થાય છે.
શારીરિક ઊંચાઇ વધારવા જો અઢાર વર્ષ કે એપીફિજીયલ પ્લેટ્સ બંધ થાય એ પહેલા કરવામાં આવે તો થોડી ઘણી સફળતા મળે છે. શારીરિક ઊંચાઇ વધારવા લોકો ઘણી મથામણ કરે છે. જાતજાતની દવાઓ, જડબૂટીઓના પ્રયોગ, ઊંચાઇ પર હાથથી લટકવું તે કાંસાની વાટકીથી પગમાં માલિશ કરવી અથવા તાવીજ બાંધવું, ઝાડપોત કરાવવું વગેરે ભ્રામક છે.
ઊંચાઇ આ પ્રયોગોથી વધતી નથી. પ્રોટીન પાઉડર, દવાઓ લઇને લોકોને વધુ મુશ્કેલી થાય છે અને બીમાર પડે છે. નાનપણમાં જો માતા-પિતા ખ્યાલ રાખે કે મારા સંતાનની ઊંચાઇ સામાન્ય નથી. ત્યારથી જો હાર્મોનના વિકાસ પર ધ્યાન આપવામાં આવે તો થોડી સફ્ળતા મળે છે.
શરૂઆતથી જ જો ખાવાપીવાની ટેવમાં સુધાર કરવો, પોષણ યુક્ત ખોરાક લેવો જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જેથી શારીરિક ઊંચાઇ વધારવામાં મદદ કરે છે. કેલ્શ્યિમ યુક્ત આહાર લેવો જે હાડકાંના બંધારણ માટે કે મજબૂતી માટે જરૂરી છે.
ખોરાકમાં સંતરા, કેળા, કાચું પપૈયું, પાકુ પપૈયું, સફરજન, પેર, ઓર્ગેનિક દ્રાક્ષ, ખારેક (લાલ-પીળી)જે તાજી હોય છે. સૂકી ખારેક, ખજૂર, મલબેરી, જરદાળુ, ચીલગોમા, આમળા, નાળિયેરનું દૂધ, કાજુના ફળનો રસ, મોલેસીસ, તલ, મસૂર બધી જ લીલા પાંદડાવાળી વનસ્પતિ કે ભાજી. નાગરવેલના પાન, સરગવાના ફૂલ, પરપલ કરવંદા, કમળના મૂળ, બાંબૂ શટ્સ, ઘઉંનું થૂલૂ, વિટામિન-ડી યુક્ત આહાર-દૂધ, પનીર, મશરૂમ, વટાણાનું તેલ, સિંગદાણા, બધી જાતના સૂકા મેવા. ઘરે બનાવેલું માખણ.
પ્રોટીનનું સેવન વધારવું (અતિ નહિ) તેમ જ ઝીંક, મિનરલ્સ લેવું જે ફણગાવેલા કઠોળ, આખા અનાજમાં મળી રહે છે. થોડી શારીરિક કસરતો જે શરીર નાઇટ્રીક ઓકસીડનું પ્રમાણ વધારે છે. જેથી શરીરનો બાંધો મજબૂત થાય છે. સાથે સાથે ગ્રોથ હાર્મોનનો વધારો થાય છે.
સાકર કે અન્ય મીઠાશવાળા પદાર્થો કે મીઠાઇના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવો. નહીં તો એચ.જી.એચ.નું ઉત્પાદન કરવાવાળા ન્યુરોનનું કામ બગડી જશે. કેફેનવાળા ન્યુરોનનું કામ બગડી જશે. કેફેનવાળા પદાર્થોમાં સાકરનું પ્રમાણ મોટા પ્રમાણમાં હોય છે, જે ઇન્સુલિનનું પ્રમાણ વધારી દે છે. તેથી પણ ન્યુરોનનું કામ કરવાની ક્ષમતા ખોરવાઇ જાય છે. જેના માતા-પિતા વધુ પડતા મીઠાઇવાળા પદાર્થ તેમ જ કેફેનનું સેવન કરે છે. તેના હાર્મોન ખરાબ થાય છે. જેથી સંતાનોનો વિકાસ નબળો જ હોય છે.
શરીરના ફેટનું ગ્રોથ હાર્મોન ઉત્પાદનના સીધો સંપર્ક છે. જે બાળકો નાની વયમાં જ ફેટ વધુ હોય તો તેના વિકાસ નથી થતો કારણ હાર્મોનનું પ્રમાણ ઘટી જાય છે. શારીરિક ઊંચાઇ એ આનુવંશિક છે. તેનાથી છેડછાડ કરવી એ યોગ્ય નથી. ઘણા ઓપરેશનનો સહારો લે છે. આ એક ખૂબ જ મોંઘી અને જટીલ પ્રક્રિયા છે. બજારૂ દવાઓ તેમ જ ચપ્પલ કે બૂટની અંદર એક પ્લેટ બેસાડીને ઊંચાઇ વધારશું.
એકયુપ્રેશર વાળી પ્લેટ બેસાડીને ઊંચાઇ વધારશું, એકયુપ્રેશરવાળી પ્લેટસ બેસાડીને હાઇટ વધી જશે એ પણ એક ભ્રામક બાબત છે. ભગવાને જે પ્રમાણે આપણને બનાવી મોકલ્યા છે તેમાં ખુશ રહેવું. શરૂઆતથી જ માતા-પિતા સંતાનો માટે ધ્યાન આપે. પ્રાકૃતિક ખોરાકનું સેવન કરે એ જ યોગ્ય છે. કુદરતી રીતે હાઇટ વધવી એ જ સાચી બાબત છે. મારી પાસે દવાઓ ખાઇને આવતા લોકોની મેં ખરાબ હાલત જોઇ છે.
આપણ વાંચો: મારું પોતાનું અર્થતંત્રઃ SIPને બનાવો Sincere Investment Plan